સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
અંધકારભર્યા વાદળમાં હંમેશા એક આશાનું કિરણ પણ સમાયેલું હોય છે: ડૉ. હર્ષવર્ધન
ડૉ. હર્ષવર્ધને ભારતીય ઉદ્યોગસંઘ (CII)ના દિગ્ગજોની સાથે વાતચીત કરી
Posted On:
14 APR 2020 9:31PM by PIB Ahmedabad
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય ઉદ્યોગ જગતના 50થી વધુ નેતાઓની સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાતચીત કરી. સંમેલન દરમિયાન તેમણે CIIના અધ્યક્ષ શ્રી વિક્રમ કિર્લોસ્કર, CIIના માનદ અધ્યક્ષ શ્રી ઉદય કોટક, CIIના ડાયરેક્ટર જનરલ શ્રી ચંદ્રજીત બેનર્જી, CII નેશનલ હેલ્થ કેર કાઉન્સિલના ચેરમેન અને મેદાંતાના સીએમડી ડૉ. નરેશ ત્રેહાન, હીરો એન્ટરપ્રાઈઝના ચેરમેન શ્રી સુનીલ કાંત મુંજાલ, ગ્લોબલ અલાયન્સ ફોરઈમ્પ્રુવ્ડ ન્યુટ્રીશન (GAIN)ના પૂર્વ ચેરપર્સન સુશ્રી વિનીતા બાલી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર ડૉ. પવન ગોએન્કા, RCB કન્સલ્ટિંગના ચેરમેન શ્રી આરસી ભાર્ગવ અને CII નેશનલ કમિટી ઓન બાયોટેકનોલોજીના સદસ્ય તેમજ સંસ્થાપક ડૉ. કિરણ મજમુદાર શો સાથે પણ વાતચીત કરી.
ડૉ. હર્ષવર્ધને કોવિડ-19ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કરવામાં આવી રહેલા જુદા-જુદા ઉપાયો અંગે ઉદ્યોગને જાણકારી આપી. મંત્રીએ તેમની સાથે વાત કરીને પુરવઠા શ્રુંખલામાં અવરોધોની સાથે સાથે સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રની જુદી-જુદી સમસ્યાઓ સાથે સંલગ્ન અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જવાબ આપ્યા હતા. તેમણે કોવિડ-19 વિરુદ્ધની લડાઈ દરમિયાન અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કરવામાં આવી રહેલા ઉપાયો, તપાસ સુવિધાઓની ઉપલબ્ધતા, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની માટે કાચા માલની ઉપલબ્ધતા, રોગની દેખરેખ, ટેલીમેડીસન સુવિધાઓનો ઉપયોગ, અટકાયતી સ્વાસ્થ્ય સારસંભાળ વગેરે અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, “અંધકારના વાદળો પાછળ હંમેશા આશાની એક કિરણ પણ હોય છે. વર્તમાન પરિસ્થિતિમાં આત્મબળને ઊંચું રાખવું ખૂબ જરૂરી છે જેથી કરીને આપણે તેમાંથી બહાર નીકળી શકીએ, ફિનિક્સની જેમ વિજયી બની શકીએ.” તેમણે જણાવ્યું કે, આ વિશ્વના આધુનિક ઈતિહાસના સૌથી કલંકિત પ્રકરણોમાંથી એક છે અનેમાનવ જાતિએ તેમાંથી બહાર આવવું જ પડશે અને તેમાંથી સારી વસ્તુઓનું સિંચન કરવું પડશે.”
ડૉ. હર્ષવર્ધને તેમને પોતાનું આત્મબળ ઊંચું બનાવી રાખવા અને કોવિડના કારણે સ્વાસ્થ્ય સેવામાં મેક ઇન ઇન્ડિયાના અવસરોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવા માટે કહ્યું જેથી દેશ આ રોગચાળા સામેની લડાઈ દરમિયાન મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સારસંભાળના સાધનો પૂરા પાડવામાં ઘણું વધુ ફ્લેક્સિબલ અને આત્મનિર્ભર બની શકે. તેમણે જણાવ્યું કે સરકાર વહેલામાં વહેલી તકે અને સુરક્ષિત પદ્ધતિએ ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ફરીથી શરુ કરવા અંગે વિચાર વિમર્શ કરી રહી છે.
ડૉ. હર્ષવર્ધને પરીક્ષાની આ ઘડીમાં સરકારની સાથે ઉભા રહેવા બદલ અને પીએમ કેર ભંડોળમાં ઉદારતાપૂર્વક અને શાલીનતા સાથે યોગદાન આપવા માટે તમામ સહભાગીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, “દેશના ઉદ્યોગ જગતને કોવિડના પ્રકોપના લીધે મોટો ઝટકો લાગ્યો છે અને સરકાર પહેલેથી જ આ બાબત ઉપર વિચાર કરી રહી છે કે એ બાબતની ખાતરી કઈ રીતે કરવામાં આવે કે આવનારા સમયમાં તે પોતાના પાછળના સ્તર ઉપર પાછી ફરી શકે.”
ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે ભારત એક વિશાળ દેશ છે અને તેના વિકાસમાં ઉદ્યોગ જગતની ઉલ્લેખનીય ભૂમિકા છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય સેવા મેક ઇન ઇન્ડિયાની માટે અનેક અવસરો પૂરા પાડી રહી છે. તેમણે ઉદ્યોગના નેતાઓને તેમાં ભાગ લેવા અને કોવિડ વૈશ્વિક રોગચાળાની આ સંકટની ક્ષણોમાં ભારતની માટે આમ કરવાનો આગ્રહ કર્યો હતો.
RP
(Release ID: 1614690)
Visitor Counter : 202