સંરક્ષણ મંત્રાલય
DRDO દ્વારા કોવિડ-19ના નમૂનાઓ એકત્રિત કરવા માટે એક કિયોસ્કની રચના કરવામાં આવી
Posted On:
14 APR 2020 5:26PM by PIB Ahmedabad
ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (DRDL), હૈદરાબાદ વડે કોવિડ સેમ્પલ કલેકશન કિયોસ્ક (COVSACK) વિકસિત કરીને કોરોના વાયરસ (કોવિડ-19)ની સામે લડવા માટે ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના પોર્ટફોલિયોમાં એક વધુ ઉત્પાદનનો ઉમેરો કરવામાં આવ્યો છે.
આ એકમ એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC), હૈદરાબાદના ડોક્ટર્સ સાથે ચર્ચા વિચારણા કરીને DRDL દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે આ COVSACK એ શંકાસ્પદ દર્દીઓ પાસેથી લેવામાં આવેલ કોવિડ-19ના નમૂનાઓ લેવા માટે આરોગ્ય કર્મચારીઓના ઉપયોગ માટેનું એક કિયોસ્ક છે. પરીક્ષણ અંતર્ગત દર્દીઓ કિયોસ્કમાં થઇને ચાલે છે અને આરોગ્ય કાળજી વ્યવસાયિકો દ્વારા બિલ્ટ ઇન ગ્લવ્ઝના માધ્યમથી બહારના ભાગમાંથી નાકના માધ્યમથી અથવા એક ઓરલ સ્વૉબ લેવામાં આવે છે.
આ કિયોસ્ક માનવીની દખલગીરીની જરૂરિયાત વિના જ આપમેળે જીવાણું રહિત બની જાય છે અને આ રીતે આ પ્રક્રિયાને ચેપના ફેલાવાથી મુક્ત કરે છે. કિયોસ્ક કેબીનની શિલ્ડીંગ સ્ક્રીન એ નમૂનાઓ લેતી વખતે એરોસોલ્સ / છાંટાના ફેલાવાથી આરોગ્ય કાળજી કર્મચારીઓની રક્ષા કરે છે. તે આરોગ્ય કર્મચારીઓ દ્વારા PPE ચેન્જની જરૂરિયાતને ઘટાડે છે.
દર્દી કિયોસ્ક છોડીને ચાલ્યો જાય છે ત્યારબાદ કિયોસ્ક પર લગાવવામાં આવેલ ચાર નોઝલ સ્પ્રે ખાલી ચેમ્બરને 70 સેકન્ડ માટે જીવાણું નાશક ધુમાડો છોડીને જીવાણું રહિત બનાવી દે છે. તેને આગળ ત્યારબાદ પાણી અને યુવી લાઈટ ડિસઇન્ફેકશન દ્વારા ફ્લશ કરવામાં આવે છે. બે મિનીટ કરતા ઓછા સમયમાં સિસ્ટમ આગામી ઉપયોગ માટે એકદમ તૈયાર છે. COVSACK સાથે સંકળાયેલ દ્વિ-માર્ગીય કમ્યુનિકેશન સિસ્ટમના માધ્યમથી વોઈસ કમાન્ડ પણ આપી શકાય છે. COVSACKને મેડીકલ વ્યવસાયિકો દ્વારા જરૂરિયાત મુજબ અંદર કે બહારથી વાપરવા માટે તૈયાર કરવું શક્ય છે.
COVSACKની કિંમત આશરે એક લાખ રૂપિયા જેટલી છે અને બેલગામ, કર્ણાટકના પસંદ કરવામાં આવેલ ઉદ્યોગ દિવસના 10 એકમો પૂરા પાડી શકે તેમ છે. DRDO દ્વારા બે યુનિટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને તેમને વિકસિત કરવામાં આવ્યા છે અને તેમને સફળતાપૂર્વક પરીક્ષણ કર્યા બાદ ESIC દવાખાના, હૈદરાબાદમાં મોકલી આપવામાં આવ્યા છે.
RP
*****
(Release ID: 1614549)
Visitor Counter : 267
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada