કૃષિ મંત્રાલય

કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે લૉકડાઉન દરમિયાન ICARની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી


ICARની ત્રણ સંસ્થાઓ માણસો પર કોવિડ-19ના પરીક્ષણમાં સંકળાયેલી છે

લૉકડાઉન દરમિયાન ખેડૂતોને મદદ કરવા માટે ICAR કેટલાક પ્રયાસો કરે છે, સમગ્ર દેશમાં કરોડો ખેડૂતોને માર્ગદર્શિકા આપે છે

શ્રી તોમરે કૃષિ યુનિવર્સિટીઓને ઑનલાઇન વર્ગોનું આયોજન કરવા માટે કહ્યું

Posted On: 14 APR 2020 5:46PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય શ્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ-19 મહામારીના ઉપદ્રવ અને આ મહામારીને નિયંત્રણમાં લાવવા માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના કારણે ખેડૂતોને ઉભી થઇ રહેલી સમસ્યાઓમાંથી બહાર લાવવા માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. ત્રણ ICAR સંસ્થાઓ અત્યારે માણસો પર કોવિડ-19ના પરીક્ષણમાં સંકળાયેલી છે જ્યારે, ICAR દ્વારા લૉકડાઉન દરમિયાન ખેડૂતોને મદદરૂપ થવા માટે કેટલાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સમગ્ર દેશમાં ખેડૂતોને માર્ગદર્શિકાઓ પણ આપવામાં આવી છે. શ્રી તોમરે તમામ કૃષિ યુનિવર્સિટીઓને ઑનલાઇન વર્ગો શરૂ કરવા માટે પણ કહ્યું છે.

સમીક્ષા બેઠક દરમિયાન, ICARના મહા નિદેશક ડૉ. ત્રિલોચન મોહાપાત્રાને માહિતી આપવામાં આવી હતી કે, ICAR દ્વારા રાષ્ટ્રીય અને ચોક્કસ રાજ્ય અનુસાર ખેડૂતો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને 15 પ્રાદેશિક ભાષામાં તેનું અનુવાદ કરવામાં આવ્યું છે તેમજ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી તેનો વ્યાપક પ્રસાર કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શિકામાં ખેડૂતોને લૉકડાઉન દરમિયાન કૃષિ સંબંધિત આપવામાં આવેલી છુટછાટો અંગે તેમજ સંપૂર્ણ સાવચેતીનું પાલન કરીને મહત્વપૂર્ણ કૃષિ કામગીરીઓ કરવા માટે પૂરતા પ્રમાણમાં માહિતી આપવામાં આવી છે.

કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરના નિર્દેશના પગલે, mKisan પોર્ટલ મારફતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) દ્વારા તમામ રાજ્યોમાં 1,126 માર્ગદર્શિકાના મુદ્દા 5.48 કરોડ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ માર્ગદર્શિકાનો પ્રસાર વોટ્સએપ ગ્રૂપ (4893 KVK વોટ્સએપ ગ્રૂપમાં 5.75 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે) અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ (8.06 લાખ ખેડૂતો સુધી પહોંચ્યા) દ્વારા પણ કરવામાં આવે છે. સમાચારપત્રોમાં KVKની દ્વારા બહાર પાડવામાં આવેલા 936 સમાચાર પ્રકાશિત થયા છે; 193 રેડિયો ચર્ચાઓ અને 57 ટીવી કાર્યક્રમો દ્વારા પણ સંદેશા પ્રસારિત કરવામાં આવે છે.

સંશોધન સંસ્થાઓએ એક્સપર્ટ સિસ્ટમ્સ અને મોબાઇલ એપ સહિત ICT ટૂલ્સનો ઉપયોગ કર્યો છે અને ઘઉં, ડાંગર, મકાઇ, કઠોળ, જાર, તેલીબિયા, શેરડી, રેસાના પાક, કેરી, સંતરા, કેળા, દાડમ, દ્રાક્ષ, લીચી, તેજાના, ફુલ, શાકભાજી, તરબૂચ સહિતના પાકના વ્યવસ્થાપન માટે યોગ્ય ટેકનોલોજી અને નાળિયેર, સોપારી, કોકો અને કંદમૂળના વાવેતર અંગે માર્ગદર્શિકાઓ આપવામાં આવે છે.

ફુલો અને શાકભાજી તેમજ ફળોના ઉત્પાદનોની પ્રક્રિયા, મૂલ્ય વર્ધન અને માર્કેટિંગ અંગે વિવિધ હિતધારકો અને ટેકનોલોજી અંગે માર્ગદર્શિકા ઉદ્યોગસાહસિકો, ખાનગી સંસ્થાઓ અને રાજ્ય સરકારોને આપવામાં આવી છે.

ICAR હેઠળ આવતા મત્સ્યઉદ્યોગ સંશોધન સંસ્થા દ્વારા મત્સ્ય ઉદ્યોગમાં સંકળાયેલા વિવિધ હિતધારકોમાં વહેંચણી માટે મત્સ્ય ઉદ્યોગ ઉત્પાદન અંગે માહિતી, શિક્ષણ અને સંદેશા (IEC) સામગ્રી તૈયાર કરવામાં આવી છે. ICARના ડેરી, પશુધન અને મરઘાપાલન સંશોધન સંસ્થાઓ પ્રાણીઓના ભોજન, સંવર્ધન અને આરોગ્યની સંભાળ અંગે જાગૃતિ ફેલાવી રહી છે તેમજ કોરોનાવાયરસ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા દૂધ, ઇંડા અને મરઘીના લઘુતમ પ્રસંસ્કરણ અંગે સમજાવે છે.

શ્રી તોમરની સલાહના પગલે, ICAR દ્વારા તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં ઑનલાઇન માધ્યમથી વર્ગોનું આયોજન કરવા તેમજ તેમાંથી મોટાભાગનું કામ ઑનલાઇન ટૂલ્સનો ઉપયોગ કરીને કરવા અંગે સમજાવવામાં આવ્યું છે. ICAR દ્વારા તેની ત્રણ સંશોધન સંસ્થાઓ; NIHSAD, ભોપાલ, IVRI, ઇઝાતનગર અને NRC ઓન એક્વિન, હિસારને માણસો પર કોવિડ-19ના પરીક્ષણ અંગે સૂચના આપવામાં આવી છે. આ સંસ્થાઓને પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓમાંથી લેવામાં આવેલા નમૂનાના કોવિડ પરીક્ષણ માટે પણ નિયુક્ત કરવામાં આવી છે. ડૉ. મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, ICAR જળવાયુ પરિવર્તન, વાયરોલોજી અને અન્ય બીમારીઓ પર અભ્યાસ કરશે તેમજ પ્રાણી સંગ્રહાલયોમાં રહેલા અને પ્રકૃતિમાં પ્રાણીઓ અને પક્ષીઓમાંથી માણસોમાં વાયરસના સંક્રમણ તેમજ માણસોમાંથી પ્રાણીઓને પક્ષીમાં વાયરસના સંક્રમણ અંગે સંશોધન કરશે અને આવા પડકારો સામે લડવા માટે પાક મદદરૂપ થાય છે કે નહીં તેનું પણ સંશોધન કરશે.

કોવિડ-19 મહામારી સામે લડવા માટે ICAR સંસ્થાઓ અને KVK દ્વારા મુખ્યત્વે આરોગ્ય સેતૂ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. પરિણામે, 25.04 લાખ ખેડૂતો સુધી પહોંચી શકાયું હતું અને તેમાંથી 2.92 લાખ ખેડૂતોએ તેમના ઉપયોગ માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી છે.

શ્રી તોમરના નિર્દેશો પર, ICAR દ્વારા સમગ્ર દેશમાં પોતાના વિવિધ સ્થળોએ રહેલા ગેસ્ટ હાઉસ ક્વૉરેન્ટાઇન સુવિધા માટે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, કોવિડ-19ની તપાસ માટે RT-PCR ઉપકરણો અને પરિચાલન સ્ટાફ પણ આપ્યા છે. ડૉ. મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, ICAR અસરગ્રસ્ત લોકોને મફત ભોજન આપીને મદદ કરે છે અને DARE/ICAR પરિવાર દ્વારા PM-CARES ભંડોળમાં રૂ. 6.06 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે.

RP

 

****


(Release ID: 1614477) Visitor Counter : 187