શ્રમ અને રોજગાર મંત્રાલય
ESIC દ્વારા ઈએસઆઈનું યોગદાન આપવાની મુદત વધુ લંબાવવામાં આવી
3.49 કરોડ આઈપી અને 12,11,174 કર્મચારીઓને લાભ થશે
લૉકડાઉન દરમિયાન ખાનગી કેમીસ્ટ પાસેથી દવાઓ ખરીદવાની મંજૂરી
Posted On:
14 APR 2020 4:51PM by PIB Ahmedabad
દેશ જ્યારે કોરોનાવાયરસ મહામારીને કારણે ખૂબ જ પડકારજનક હાલતમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે ઘણા એકમો કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યાં છે અને કામદારો કામ કરી શકતા નથી. સરકારે બિઝનેસનાં એકમોને તથા કામદારોને જે રીતે રાહતનાં પગલાં પૂરાં પાડયાં છે તે ધોરણે જ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને (ESIC) પણ કોરોનાવાયરસને લડત આપવા માટે તબીબી સ્રોતો મજબૂત કરવા ઉપરાંત તેના સહયોગીઓને અને ખાસ કરીને કર્મચારીઓને તથા વીમો લીધેલી વ્યક્તિઓ માટે નીચે મુજબનાં રાહતનાં પગલાં લીધાં છે.
રાહતના એક પગલાં તરીકે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ઈએસઆઈનો ફાળો આપવાનો સમય અનુક્રમે 15 એપ્રિલ અને 15 મે સુધી લંબાવવામાં આવ્યો છે. હવે કર્મચારીઓએ જે હાડમારી ભોગવવી પડે છે તેને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી મહિનાનો ઈએસઆઈનો ફાળો આપવાની મુદત અગાઉ 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી તે વધારીને 15 મે, 2020 કરવામાં આવી છે, એટલે કે 15 એપ્રિલ થી 15 મે, 2020. માર્ચ 2020ના ગાળાનો ફાળો આપવાનો સમય પણ 15 મે, 2020 સુધી લંબાવવામાં આવ્યો છે. લંબાવાયેલા ગાળા દરમિયાન કોઈ દંડ કે વ્યાજ અથવા નુકશાની એકમોએ ભરવાની રહેશે નહીં. વીમો લીધેલી 3.49 કરોડ વ્યક્તિઓ અને 12,11,174 કર્મચારીઓ ફાળો ભરવાનો સમય લંબાવવાના કારણે રાહત મેળવી શકશે.
આ ઉપરાંત વીમો લીધેલી વ્યક્તિઓ અને લાભાર્થીઓ માટે રાહતના નીચે મુજબનાં પગલાં ભરવામાં આવ્યા છેઃ
ઈએસઆઈ લાભાર્થીઓની સમસ્યા સરળ કરવા માટે ઈએસઆઈ લાભાર્થીને લૉકડાઉનના ગાળા દરમિયાન દવાઓ ખાનગી કેમિસ્ટ પાસેથી ખરીદવાની છૂટ આપવામાં આવી છે અને તે પછી ઈએસઆઈસી મારફતે પરત ચૂકવણીની મંજૂરી આપવામાં આવી છે.
વીમો લીધેલી વ્યક્તિઓ અને લાભાર્થીઓને જોડાણ કરાયેલી હોસ્પિટલોમાંથી તબીબી સેવાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ ઈએસઆઈસી હોસ્પિટલને એક્સક્લુઝીવલી કોરોનાવાયરસ સમર્પિત હોસ્પિટલ જાહેર કરવામાં આવી હોય અને શંકાસ્પદ અથવા કન્ફર્મ કેસીસને સારવાર અપાતી હોય તો ઈએસઆઈ લાભાર્થીઓ પ્રિસ્ક્રાઈબ કરેલી સેકન્ડરી /એસએસટી કન્સલ્ટેશન/પ્રવેશ/તપાસ માટે સમર્પિત કોરોનાવાયરસ હોસ્પિટલ તરીકે એસીક હોસ્પિટલ કામગીરી બજાવે ત્યાં સુધી ટાઈ-અપ કરાયેલ હોસ્પિટલમાં પ્રવેશ મેળવી શકશે. ઈએસઆઈના લાભાર્થીઓ રેફરલ લેટર લીધા વગર પણ તાકીદની કે બિન તાકીદની તબીબી સેવાઓ પોતાની પાત્રતાને આધારે જોડાણ કરેલી હોસ્પિટલ પાસેથી મેળવી શકશે.
નિયમ- 60-61 મુજબ વીમો લીધેલી વ્યક્તિ જો કોઈ કાયમી ખોડનાં કારણે વીમો ધરાવતી નોકરીમાં ના હોય તો રૂ. 10 લેખે એક વર્ષનું ઉચક એડવાન્સ રકમનું યોગદાન આપીને સર્વિસ મેળવી શકશે. હાલમાં પ્રવર્તતી લૉકડાઉનની સ્થિતિ અનુસાર લાભાર્થીઓને ઈસ્યુ કરવામાં આવેલા તબીબી લાભના કાર્ડની મુદત પૂરી થઈ જતી હોય અને આ લાભાર્થી એડવાન્સ વાર્ષિક ઉચક યોગદાન લૉકડાઉનને કારણે આપી શકે નહીં તો આવા લાભાર્થીને ઈએસઆઈ (સેન્ટ્રલ નિયમો) નિયમ-60 અને 61 અનુસાર તા.30-06-2020 સુધી તબીબી સેવા મેળવવાને પાત્ર ઠરે છે.
માર્ચ 2020ના મહિના દરમિયાન કાયમી ખોડનો લાભ મળવાપાત્ર હોય અને આશ્રિતોને લાભ માટે અંદાજે રૂ. 41.00 કરોડની રકમ લાભાર્થીઓના બેંકના ખાતાઓમાં મોકલી આપવામાં આવીછે.
GP/RP
(Release ID: 1614453)
Visitor Counter : 255