ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને આંતરિક અને આંતરરાજ્ય સામાન, ટ્રકો, કામદારો અને ગોદામો/ કોલ્ડ સ્ટોરેજ માટે નિવિર્ઘ્ને આવનજાવન સુનિશ્ચિત કરવા લૉકડાઉનના દિશાનિર્દેશો તેની મૂળ ભાવના અનુસાર લાગુ કરવા માટે નિર્દેશ કર્યો

Posted On: 12 APR 2020 10:22PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારત સરકાર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારના તમામ મંત્રાલયો/ વિભાગો અને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ-19 મહામારીના નિયંત્રણ માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના ઉપયો પર સંકલિત દિશાનિર્દેશ બહાર પાડ્યા હતા. 
https://mha.gov.in/sites/default/files/PR_Consolidated%20Guideline%20of%20MHA_28032020%20%281%29_0.PDF. 
દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને લોકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે આ દિશાનિર્દેશો પછી સ્પષ્ટીકરણ પણ બહાર પાડવામાં આવ્યા હતા.

ગૃહ મંત્રાલયે રાજ્યોને નિર્દેશો આપ્યા છે કે, તેઓ આંતરિક અને આંતરરાજ્ય માલસામાન, ટ્રકો, શ્રમિકો અને ગોદામ / કોલ્ડ સ્ટોરેજનું નિર્વિઘ્ને સંચાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે લૉકડાઉનના દિશાનિર્દેશોને આ પત્ર તેમજ તેની ભાવના અનુસાર લાગુ કરે. મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે, દેશના અમુક ભાગોમાં અગાઉ આપવામાં આવેલા દિશાનિર્દેશો અને સ્પષ્ટીકરણને અક્ષરશ: અને મૂળ ભાવના અનુસાર લાગુ કરવામાં આવતા નથી. ખાસ કરીને, 

•    જરૂરી અને બિન-જરૂરી સામાનનું પરિવહન કરતી ટ્રકો રોકવામાં આવે છે;
•    આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો ચલાવવા માટે જરૂરી શ્રમિકો અને અન્ય છુટછાટ પ્રાપ્ત શ્રેણીઓને તેમના આવનજાવન માટે મંજૂરી / પાસ નથી મળી રહ્યા;
•    ઉપરોક્ત બંને શ્રેણીઓમાં આવતા સામાન અને લોકોના આંતરરાજ્ય આવનજાવનને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે કારણ કે એક રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારના અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલી મંજૂરી / પાસ બીજા રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓ દ્વારા માન્ય ગણવામાં આવતા નથી; તેમજ
•    કોલ્ડ સ્ટોરેજ અને ગોદામોના સંચાલનની મંજૂરી આપવામાં આવતી નથી.

ગૃહ મંત્રાલય દ્વારા વિશેષરૂપે મંજૂરી આપવામાં આવેલી ગતિવિધીઓ પર આ પ્રકારના પ્રતિબંધોથી આવશ્યક વસ્તુઓની અછત ઉભી થવાની સંભાવના વધી જાય છે. પરિચાલનના સ્તરે સ્પષ્ટતાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે પૂનરોચ્ચાર કર્યો છે કે નીચે દર્શાવેલા દિશાનિર્દેશોનું વિવિધ સ્તરે અધિકારીઓ દ્વારા ચુસ્ત પાલન થવું જોઇએ:
•    જો ચાલક પાસે માન્ય લાઇસન્સ હોય તો એક ડ્રાઇવર અને એક વધારાની વ્યક્તિ સાથે તમામ ટ્રકો અને અન્ય માલવાહક વાહનોને રાજ્યની અંદર તેમજ એકબીજા રાજ્યમાં આવનજાવનની મંજૂરી છે. માલ ભલે કોઇપણ પ્રકારનો હોય, ભલે તે જરૂરી હોય કે ન હોય તો પણ આ મંજૂરી લાગુ રહેશે. આ સિવાય, કોઇપણ મંજૂરી અથવા માન્યતાની આવશ્યકતા રહેશે નહીં.
•    ખાલી ટ્રકો / માલવાહકોને સામાન લાવવા અથવા ડિલિવરી પૂરી થયા પછી પરત ફરવાની મંજૂરી આપવી જોઇએ. આથી, ખાલી ટ્રકોને રોકવાનું કોઇ કારણ નથી. માત્ર શરત એટલી છે કે, તેમની પાસે માન્ય દસ્તાવેજ જેમ કે, ડ્રાઇવિંગ લાઇસન્સ અને રોડ પરમિટ વગેરે હોવા જોઇએ.
•    સ્થાનિક અધિકારીઓએ ટ્રક ડ્રાઇવરો અને ક્લિનરોને તેમના રહેઠાણથી ટ્રકના સ્થાન સુધી આવનજાવન માટે તત્પરતાથી સુવિધા પૂરી પાડવી જોઇએ.
•    સ્થાનિક અધિકારીઓએ તમામ માન્ય ઔદ્યોગિક / વ્યાપારિક ગતિવિધિઓ સાથે જોડાયેલા શ્રમિકોને કાર્યસ્થળે આવનજાવન માટે સરળ અને ત્વરિત આવન-જાવનની સુવિધા પૂરી પાડવી જોઇએ.
•    રેલવે, હવાઇમથક, બંદર તેમજ સીમા જકાત અધિકારીઓને પોતાના કર્મચારીઓ અને શ્રમિકોને પાસ ઇશ્યુ કરવા માટે પહેલાંથી અધિકૃત કરવામાં આવ્યા છે. આ સુનિશ્ચિત કરવું જોઇએ.
•    મંજૂરી આપવામાં આવેલી શ્રેણીઓના ઉત્પાદનમાં સંકળાયેલા શ્રમિકોને પાસ ઇશ્યુ કરવા સંબંધે રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારોએ કંપનીઓ / સંગઠનો માટે તેમને મળેલી સત્તાના આધારે ઝડપથી પાસ ઇશ્યુ કરે તેવી સલાહ આપવામાં આવે છે. રાજ્ય/ કેન્દ્ર શાસિત રાજ્યોની સરકારો સુનિશ્ચિત કરશે કે આ પાસ તેમના રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશના વિસ્તારની અંદર તેમજ અન્ય રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશોના સરહદી વિસ્તારોમાં આવનજાવન માટે માન્ય હોય.
•    ઘઉંનો લોટ, દાળ અને ખાદ્ય તેલ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં સંકળાયેલા MSMEને કોઇપણ અવરોધ વગર સ્વતંત્રરૂપે કામ કરવાની મંજૂરી આપવી જોઇએ.
•    ગોદામો / કોલ્ડ સ્ટોરેજને સ્વતંત્રરૂપે કામ કરવાની મંજૂરી આપવી જોઇએ. માલ કોઇપણ પ્રકારનો હોય જે જરૂરી હોય કે ન હોય તો પણ, તેની ટ્રકોનું આવનજાવન વિના અવરોધે થાય તે માટે મંજૂરી આપવી જોઇએ. કંપનીઓના ગોદામોના સંચાલનની મંજૂરી આપવી જોઇએ.

તેમાં આગળ એવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, આ શરતો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર, જેમાં રાજ્ય સરકારો અથવા સ્થાનિક અધિકારીઓએ કોવિડ-19નો ફેલાવો રોકવા માટે પ્રતિબંધ મૂક્યો હોય તેવા પ્રતિબંધિત, ક્વૉરન્ટાઇન અને દેખરેખના ઉપાયો (હોટસ્પોટ્સ)ની આવશ્યકતા વાળા વિસ્તારો સિવાય તમામ વિસ્તારોમાં લાગુ થશે.

કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલા આ સંદેશાવ્યવહારમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, વ્યક્તિઓ અથવા વાહનોમાં આવનજાવનમાં કોવિડ-19ના સંદર્ભમાં આવશ્યક હોય તેવા ઉપરોક્ત સ્વચ્છતા અને સામાજિક અંતરના માપદંડોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. તમામ રાજ્યોને જિલ્લા અધિકારીઓ અને પ્રાદેશિક એજન્સીઓને ઉપરોક્ત નિર્દેશો અંગે સુચિત કરવા અંગે અનુરોધ કરાવમાં આવ્યો છે જેથી પાયાના સ્તરે કોઇપણ અસ્પષ્ટતા ન રહે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જિ ગતિવિધિઓની મંજૂરી આપી છે તે કોઇપણ અવરોધ વગર ચાલુ રહે.



(Release ID: 1613888) Visitor Counter : 160