કૃષિ મંત્રાલય

કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની લૉકડાઉન દરમિયાન કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટેની પહેલો


CIB&RC એ લૉકડાઉનના ગાળા દરમિયાન CROP સોફ્ટવેરનો ઉપયોગ કરીને 1.25 લાખ મેટ્રિકટનથી વધારે વિવિધ રસાયણોની આયાતને 33 મંજૂરી આપી

APEDAએ પરિવહન, કર્ફ્યૂ પાસ અને પેકેજિંગ એકમો સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કર્યું; ચોખા, સિંગદાણા, પ્રોસેસ્ડ ફૂડ, માંસ, પોલ્ટ્રી, ડેરી અને સજીવ ઉત્પાદનો જેવા તમામ મુખ્ય ઉત્પાદનોની નિકાસ શરૂ

Posted On: 11 APR 2020 6:55PM by PIB Ahmedabad

ભારત સરકારનાં કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે લૉકડાઉન સમયગાળા દરમિયાન પ્રાદેશિક ક્ષેત્રે ખેડૂતો અને કૃષિ સાથે કામગીરીની સુવિધા આપવા કેટલાંક પગલાં લીધા છે. એની લેટેસ્ટ સ્થિતિ નીચે મુજબ છેઃ

  1. લૉકડાઉનના ગાળા દરમિયાન નિષ્ણાતો/અધિકારીઓ દ્વારા ઘરેથી કામ દ્વારા સર્ટિફિકેટ ઇશ્યૂ કરવાની સુવિધા આપવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન) દ્વારા સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી (CIB&RC)ના સેક્ટના સીઆરઓપી સોફ્ટવેરનો ઉપયોગ કરવા પ્રયાસો કરવામાં આવ્યાં છે. આ પ્રયાસથી પાકનું રક્ષણ કરતા રસાયણોનું ઉત્પાદન કરવામાં સંકળાયેલા ઔદ્યોગિક એકમો/પ્લાન્ટની કામગીરીને સરળ બનાવવા માટે રસાયણો/મધ્યસ્થી/કાચો માલના સ્વદેશી ધોરણે ઉત્પાદન કરવા અને આયાત કરવા સાથે સંબંધિત સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં નોંધપાત્ર પ્રદાન થયું છે તથા ખેડૂતોને પાકનું રક્ષણ કરવા માટે જરૂરી રસાયણોની ઉપલબ્ધતા સમયસર સુનિશ્ચિત થઈ છે.
  2. અત્યાર સુધીનાં ગાળા દરમિયાન CIB&RCએ વિવિધ રસાયણોનાં 1.25 લાખ મેટ્રિક ટનથી વધારેની આયાત કરવા માટે 33 આયાત પરમિટ ઇશ્યૂ કરી છે. જંતુનાશકોની નિકાસને સુવિધા આપવા નિકાસ માટે માટે 189 સર્ટિફિકેટ ઇશ્યૂ થયા છે. 1263 રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જંતુનાશકોનાં સ્વદેશી ઉત્પાદનને સુવિધા આપવા માટે વિવિધ કેટેગરીમાં ઇશ્યૂ કર્યા છે.
  3. લૉકડાઉનને કારણે વિભાગે 16 એપ્રિલ, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે ખરીફ પાક – 2020 પર રાષ્ટ્રીય પરિષદ યોજવાનો નિર્ણય લીધો છે. એમાં કેન્દ્રીય કૃષિ મંત્રી, રાજ્ય કક્ષાનાં કૃષિ કેન્દ્રિય મંત્રીઓ અને મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ ખરીફ વાવેતર દરમિયાન પાકનાં વ્યવસ્થાપન માટે પડકારો અને વ્યૂહરચના પર રાજ્યો સાથે ચર્ચા વિચારણા કરશે તથા તાલુકા સ્તરે બિયારણો, જંતુનાશકો અને કૃષિ મશીનરીની સમયસર ઉપલબ્ધતા પર જોડાણ કરવા તેમજ પાક વ્યવસ્થા સાથે સંબંધિત અન્ય મુદ્દાઓ પર માર્ગદર્શન આપશે.
  4. એપીઇડીએએ ઘણા પ્રયાસો કર્યા છે તથા પરિવહન, કરફ્યૂ પાસ, પેકેજિંગ યુનિટો સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કર્યું છે. ચોખા, સિંગદાણા, પ્રોસેસિંગ કરેલું ભોજન, માંસ, પોલ્ટ્રી, ડેરી અને ઓર્ગેનિક ઉત્પાદનો એટલે કે તમામ મુખ્ય ઉત્પાદનોની નિકાસ શરૂ કરી છે.
  5. રેલવેએ 236 પાર્સલ સ્પેશ્યલ માટે 67 રુટ પ્રસ્તુત કર્યા છે (જેમાંથી 171 પાર્સલ સ્પેશ્યલ ટ્રેનો ટાઇમ ટેબલ પાર્સલ ટ્રેનો છે, જેનો ઉદ્દેશ આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ઝડપથી પહોંચાડવાનો છે, જેમાં ઝડપથી બગડી જાય એવા બાગાયતી ઉત્પાદનો, કૃષિની આંતરિક ચીજવસ્તુઓ, દૂધ અને ડેરી ઉત્પાદનો સામેલ છે, જે દેશભરમાં ખેડૂતો/FPOs/વેપારીઓ અને કંપનીઓને સપ્લાય ચેઇન જાળવી રાખવાની સુવિધા આપશે. રેલવેએ દેશનાં મોટા શહેરો વચ્ચે તથા સ્ટેટ હેડક્વાર્ટરથી રાજ્યનાં તમામ વિસ્તારોમાં સુધી નિયમિત જોડાણ સ્થાપિત કર્યું છે.
  6. રેલવેએ ઇ-કોમર્સ કંપનીઓ અને રાજ્ય સરકારો સહિત અન્ય ગ્રાહકો દ્વારા ઝડપી સામૂહિક પરિવહન માટે પાર્સલ વાનની ઉપલબ્ધતા પણ કરી છે.
  7. વેબસાઇટ indianrailways.gov.in પર પાર્સલ સ્પેશ્યલ ટ્રેન સાથે સંબંધિત વિગત માટે લિન્ક છે અને પાર્સલ સ્પેશ્યલ ટ્રેનોની વિગતો માટે સીધી લિન્ક નીચે મુજબ છેઃ

https://enquiry.indianrail.gov.in/mntes/q?opt=TrainRunning&subOpt=splTrnDtl

RP

*****

 



(Release ID: 1613699) Visitor Counter : 155