વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
કોરોનાવાયરસ મહામારી સંબંધિત સમસ્યાઓ દૂર કરવા વાણિજય મંત્રાલયે નિકાસકારોને વિવિધ નિયમ પાલનમાં સંખ્યાબંધ રાહતો આપી તેમજ અનેક મુદતો લંબાવી
Posted On:
11 APR 2020 6:16PM by PIB Ahmedabad
નોવેલ કોરોનાવાયરસ મહામારીને કારણે અસર પામેલા અને ચિંતામાં મુકાયેલા વિવિધ બિઝનેસ અને વ્યક્તિઓને રાહત આપવાના ઉદ્દેશથી વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયના વાણિજય વિભાગે વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિઓના નિયમ પાલનની આખરી તારીખોમાં રાહત આપી છે અને મુદત લંબાવી આપી છે. વાણિજય વિભાગે લાગુ કરેલી કેટલીક મહત્વની રાહતો નીચે મુજબ છે
એ. વિદેશ વ્યાપાર નીતિ (એફટીપી) 2015- 20માં ડિરેકટર જનરલ ફોરેન ટ્રેડ તરફથી વિવિધ સુવિધાઓ
- વિદેશ વ્યાપાર નીતિ 31 માર્ચ, 2020 થી આગળ લંબાવીઃ વિદેશ વ્યાપાર નીતિ (એફટીપી) 2015-20 અને હેન્ડબુક ઑફ પ્રોસીજર્સ (એચબીપી) કે જે 31 માર્ચ, 2020 સુધી માન્ય હતી તેને હવે એક વર્ષ એટલે કે તા. 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવી છે.
- એડવાન્સ ઑથોરાઈઝેશન અને ઈપીસીજી ઑથોરાઈઝેશન્સઃ નિકાસ જવાબદારીની સમયનું વિસ્તરણ વગેરેઃ
- જે એડવાન્સ ઑથોરાઈઝેશન્સ અને ઈપીસીજી ઑથોરાઈઝેશન્સ કે જેમાં વિસ્તારેલી નિકાસ જવાબદારીઓનો ગાળો કાં તો વિતી ગયો છે અથવા તો તે તા. 1 ફેબ્રુઆરી, 2020 થી 31 જુલાઈ, 2020 વચ્ચે પૂરો થાય છે તેની નિકાસ જવાબદારીઓનો સમય મુદત પૂર્ણ થવાના સમયથી 6 માસ માટે લંબાવવામાં આવ્યો છે.
- જે એડવાન્સ ઑથોરાઈઝેશન્સ અને ઈપીસીજી ઑથોરાઈઝેશન્સ કે જેમાં આયાતની માન્યતાનો ગાળો કાં તો પૂરો થઈ ગયો છે કાં તો વિતી ગયો છે અથવા તો તે તા. 1 ફેબ્રુઆરી, 2020 થી 31 જુલાઈ, 2020 વચ્ચે પૂરો થાય છે તેમાં આયાતને માન્યતાનો ગાળો મુદત પૂરી થયાની તારીખથી 6 માસ માટે લંબાવવામાં આવ્યો છે.
- જે ઈપીસીજી ઑથોરાઈઝેશન્સમાં બ્લોક વાઈઝ નિકાસ જવાબદારીઓ પૂર્ણ કરવાનો ગાળો કાં તો વિતી ગયો છે અથવા તો તા. 1 ફેબ્રુઆરી, 2020થી 31 જુલાઈ, 2020 વચ્ચે પૂરો થાય છે તેનો બ્લોક પિરિયડ મુદત પૂરી થયાની તારીખથી વધુ 6 માસ માટે લંબાવવામાં આવ્યો છે.
- જે ઈપીસીજી ઑથોરાઈઝેશન્સમાં ઈન્સ્ટોલેશન સર્ટિફિકેટ સંબંધિત આરએ સમક્ષ રજૂ કરવાની મુદત પૂરી થઈ ગઈ હોય અથવા તો તે 1 ફેબ્રુઆરી, 2020 થી તા. 31 જુલાઈ, 2020ની વચ્ચે પૂરો થતો હોય તો મુદત પૂરી થયાની તારીખથી તેને 6 માસ માટે લંબાવવામાં આવ્યો છે.
- રજીસ્ટ્રેશન કમ મેમ્બરશીપ સર્ટિફિકેટ (આરસીએમસી) ની માન્યતા તા. 31 માર્ચ, 2020થી આગળ લંબાવાઈ: એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીજીએફટીની પ્રાદેશિક ઑથોરિટીઝ (આરએએસ)
- સર્વિસ એક્સપોર્ટસ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ (એસઈઆઈએસ) : એસઈઆઈએસ હેઠળ વાર્ષિક દાવા ફાઈલ કરવાની આખરી તારીખ, દાવાના ગાળાના સંબંધિત નાણાંકિય વર્ષ પૂરૂ થયાથી 12 મહિનાની રહેતી હતી, તે વર્ષ 2018-19 ના દાવા માટે તા. 31 માર્ચ, 2020ના રોજ પૂર્ણ થઈ ગઈ છે તે તા. 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી છે.
- મર્કન્ડાઈઝ એક્સપોર્ટસ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ (એમઈઆઈએસ) : એમઈઆઈએસના દાવા ફાઈલ કરવાની છેલ્લી તારીખ Let Export order (એલઈઓ) તારીખના દરેક શિપિંગ બીલ થી 1 વર્ષ અને લેટ કટ લાદવાને કારણે તે વધુ બે વર્ષ લંબાવવામાં આવી હતી. લેટ કટ સિવાય તમામ શિપિંગ બિલ માટે એમઈઆઈએસના દાવા ફાઈલ કરવા માટે જેનો શરૂઆતનો એક વર્ષનો ગાળો પૂરો થઈ ગયો હોય અથવા તો તા. 1 ફેબ્રુઆરી, 2020ના રોજ અથવા તે પછી પૂરો થયો હોય તો તેને શરૂઆતના એક વર્ષની મુદત પૂરી થયાની 3 માસ માટે લંબાવવામાં આવ્યો છે.
- રાજ્ય અને કેન્દ્ર સરકારના વેરાનુ અથવા લેવીનુ રિબેટ : (RoSTCL) તા. 7 માર્ચથી 31 ડિસેમ્બર, 2019 સુધી થયેલા નિકાસ શિપમેન્ટના RoSTCLના દાવા ફાઈલ કરવાની છેલ્લી તારીખને તારીખથી 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવ્યો છે.
- સ્ટેટસ હોલ્ડર : આઈઈસી હોલ્ડરને ફોરેન ટ્રેડ પોલિસી 2015-20 ઈસ્યુ કરવામાં આવેલાં તમામ સ્ટેટસ હોલ્ડર સર્ટિફિકેટની માન્યતા 31 માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી છે.
- હેન્ડબુક ઑફ પ્રોસીજર (એચબીપી) હેઠળ આપવામાં આવતી માફી (Remission)
- હેન્ડબુક ઑફ પ્રોસીજર (એચબીપી) ના પેરા હેઠળ 4.12(vi) હેઠળ માન્ય રાખવામાં આવેલા ધોરણો મુજબ માન્ય તારીખ 31-3-2020 અથવા તો ત્રણ વર્ષ બંનેમાંથી જે મોડુ હોય રહેતી હતી આમાં રાહત આપવામાં આવી છે અને તેને ફોરેન ટ્રેડ પોલિસીની લંબાવેલી તારીખ સાથે કો-ટર્મિનસ / 3 વર્ષ બંનેમાંથી જે મોડુ હોય તે મુજબ રહેશે.
- હેન્ડબુક ઑફ પ્રોસીજર (એચબીપી)ના પેરા હેઠળ 4.41(a) હેઠળ આયાત માટે એડવાન્સ ઑથોરાઈઝેશનની 12 માસ નક્કી કરવામાં આવી છે. હવે આયાત માટેના ઑથોરાઈઝશનની માન્યતાનો ગાળો, જેમાં માન્યતા તારીખ 1 ફેબ્રુઆરી, 2020 પછી પૂરી થતી હશે તેમાં આપમેળે 6 માસ માટે લંબાઈ જશે. વધુ માન્યતા લંબાવવાનો વિકલ્પ મેળવવા માટે પેરા 4.41(c) હેઠળ ઉપલબ્ધ છે.
- એચબીપીના પેરા 4.42 (a) અને (c) હેઠળ નિકાસ જવાબદારી (ઈઓ) નો ગાળો એડવાન્સ ઑથોરાઈઝેશન યોજના અનુક્રમે 18 અને 24 માસ સુધી લંબાવવામાં આવ્યો છે. આ પેરા હેઠળ ઈઓ પિરિયડ 1 ફેબ્રુઆરી, 2020 પછી પૂરા થતા ઑથોરાઈઝેશન માટે આપમેળે 6 માસ માટે લંબાઈ જશે. આ ગાળો પૂરો થયા પછી પણ એચબીપી 4.42 (e) અને (f) હેઠળ એક્સટેન્શન વધુ લંબાવવાનો વિકલ્પ મળશે.
- એચબીપીના પેરા 4.42 (d) હેઠળ 4J હેઠળ આવતી ચીજોને ઈઓ એક્સટેન્શન, ઈઓ માટે શરૂઆતમાં માન્ય કરાયેલા ગાળાના અડધા સમય માટે રહેશે. હવે એપેન્ડીક્સ 4J હેઠળ આવતી ચીજો માટે ઈઓ પિરિયડ આપમેળે તા. 1 ફેબ્રુઆરી, 2020ના રોજ પૂરા થતા ઑથોરાઈઝેશન માટે વધુ 6 માસના ગાળા માટે લંબાઈ જશે.
- એચબીપીના પેરા 4.80 (C) (D) (E) હેઠળ એક્ઝીબિશન એક્સપોર્ટ માટે છૂટ (દર્શાવવામાં આવેલી શરતો મુજબ) અપાયેલો ગાળો વપરાયેલી મૂલ્યવાન ધાતુઓની પરિપૂર્ણતાના 60/90/120/45/365 પૂરતો મર્યાદિત રહેશે. એચબીપીના દર્શાવેલા પેરા હેઠળ ઉલ્લેખ કરાયેલ તમામ સમય ગાળો હવે તા. 1 ફેબ્રુઆરી, 2020ના રોજ મુદત પૂરી થતી હોય તેવા કિસ્સાઓમાં 6 માસ માટે લંબાયેલો રહેશે.
- એચબીપીના પેરા 4.82 (c) અને (b), 4.83 (b), 4.84 (c), રિપ્લેનીશમેન્ટ સ્કીમ/ સીધી ખરીદી/ માં લોનના ધોરણે નિકાસ કરવા માટેની મુદત 90 થી 180 દિવસ અથવા તો ધિરાણની શરતો મુજબ 120 દિવસ અને 150 દિવસ વગેરે રાખવામાં આવેલી છે. એચબીપીના આ અંગેના પેરામાં દર્શાવેલ તા. 1 ફેબ્રુઆરી, 2020 પછી મુદત પૂરી થતી હોય તેવા કિસ્સાઓ ઉપરાંત તમામ સમય ગાળાઓ હવે 6 માસ માટે લંબાવવામાં આવ્યા છે.
- એચબીપીના પેરા 4.85 (b) અને (c) હેઠળ, જેમ્સ એન્ડ જ્વેલરી માટે એડવાન્સ ઑથોરાઈઝેશનની અનુક્રમે 120 અને 90 દિવસ માટે છૂટ આપવામાં આવી છે. આવા તમામ ઈઓ સમય ગાળા આ પેરા હેઠળ આવતા અને તા. 1 ફેબ્રુઆરી, 2020ના રોજ મુદત પૂરી થતી હોય તેના માટે હવે 6 માસ માટે લંબાવાયા છે.
આ ઉપરાંત ફીડબેક, રજૂઆતો અને કોરોનાવાયરસના સંદર્ભમાં અન્ય વિભાગો તરફથી પ્રાપ્ત થયેલ સૂચન અનુસાર નીચે મુજબના ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યા છેઃ
એ. જેમ એન્ડ જ્વેલરી (જીએન્ડજે) રિપ્લેનીશમેન્ટ સ્કીમના પેરા 4.59 (e) હેઠળ પણ મુદત વધુ 6 માસ લંબાવવામાં આવી છે.
બી. હીરાની નિકાસ અને જેમ એન્ડ જ્વેલરી સેક્ટરના વિદેશી ગ્રાહકને પૂરવઠા સામે નિકાસને પેરા 4.75 (c) અને પેરા 4.77 (c) હેઠળની મુદત પણ 6 માસ માટે લંબાવવામાં આવી છે.
સી. મહેસૂલ વિભાગ દ્વારા મંજૂર કરાયા મુજબ એડવાન્સ ઑથોરાઈઝેશન હેઠળ આઈજીએસટીની મુક્તિ અને કમ્પેન્શેસન સેસ માટે ઈપીસીજી સ્કીમ અને EOUs તા. 31-03-2021 સુધી નોટિફાય કરવામાં આવી છે.
9. હેન્ડબુક ઑફ પ્રોસીજર્સનું ચેપ્ટર-6 (HBP) – EOU/EHTP/STP/BTP
- એચબીપીના પેરા 6.01 (b) (ii) હેઠળ, એફટીપી નીચે ઈસ્યુ કરવામાં આવેલ એલઓપી/ એલઓઆઈની માન્યતા શરૂઆતમાં બે વર્ષ માટે હતી. આવી માન્યતા સક્ષમ ઑથોરિટી લંબાવી શકે છે. હવે આવી તમામ એલઓપી/ એલઓઆઈ જેની મૂળ અથવા તો વિસ્તારેલી માન્યતા તા. 1 માર્ચ, 2020 કે તે પછી પૂરી થતી હશે તે તા. 31 ડિસેમ્બર, 2020ના રોજ માન્ય ગણાશે.
- કેટલીક સંવેદનશીલ ચીજોના કેસમાં ખાસ જોગવાઈઓ કરીને નિકાસ જવાબદારીનો ટૂંકો ગાળો આપવામાં આવ્યો છે. આવા પ્રકારના કેસ કે જેમાં નિકાસ જવાબદારીનો ગાળો તા. 1 માર્ચ, 2020થી તા. 30 જૂન, 2020 વચ્ચે પૂરો થતો હોય તો તેને તા. 30 સપ્ટેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવે છે.
- હેન્ડ બુક ઑફ પ્રોસિજર્સ (એચબીપી) ના ચેપ્ટર 7 હેઠળ ડીમ્ડ એક્સપોર્ટ
એચબીપીના પેરા-7.05 (a) હેઠળ ટીઈડી/ ડ્રોબેક ડેટ ઑફ રિયાલાઈઝેશન/ સપ્લાયના 12 માસની અંદર રિફંડ મેળવવા માટેની અરજી ફાઈલ કરવાની રહે છે, જે હવે આવા તમામ કિસ્સાઓમાં તા. 1 માર્ચ, 2020 પછી પરની તારીખો આવતી હશે તેવા કિસ્સામાં અરજીઓ અથવા તો ટીઈડી / ડ્રોબેકના રિફંડની અરજી ફાઈલ કરવાની તારીખ હવે તા. 30 સપ્ટેમ્બર, 2020 સુધી લંબાવેલી ગણવામાં આવશે.
- હેન્ડ બુક ઑફ પ્રોસિજર્સ (એચબીપી) નું ચેપ્ટર 7- ટ્રાન્સપોર્ટ અને માર્કેટીંગ સહાય (ટીએમએ) યોજનાઃ
હેન્ડ બુક ઑફ પ્રોસિજરના પેરા 7A.01(d) હેઠળ ટીએમએનો દાવો કરવા માટેની અરજી ત્રિમાસિક ગાળો પૂરો થયાના એક વર્ષમાં કરવાની રહે છે. હવે આવા દાવાઓમાં રિફંડ માટેની અરજી તા. 31 માર્ચ, 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને તા. 30 જૂન, 2019ના રોજ પૂરા થતા ગાળા માટે તા. 30 સપ્ટેમ્બર, 2020 સુધી આવી અરજીઓ ફાઈલ કરી શકાશે.
- હેન્ડ બુક ઑફ પ્રોસિજર્સ (એચપીબી)નું ચેપ્ટર 9 – પરચૂરણ બાબતો
એચબીપીના પેરા 9.2 મુજબ આ પ્રકારની અરજી કરવાની છેલ્લી તારીખ પૂરી થયા પછી જ્યારે પણ કોઈ અરજી મળે તો તે માટે લેટ-કટ માટેની જોગવાઈઓ આપવામાં આવેલી છે. હવે આ પ્રકારની અરજીઓ સુપરત કરવાની છેલ્લી તારીખ લેટ-કટના હેતુથી નિયમિત અરજી માટે ઉપર તારીખ લંબાવવામાં આવી છે તે મુજબ લંબાયેલી ગણવામાં આવશે.
બી. સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન (એસઈઝેડ) એકમોની સુવિધા માટેઃ
- એસઈઝેડ ડેવલપર્સ/ કો-ડેવલપર્સ/ એકમો માટેની રાહતો નીચે મુજબનું પાલન કર્યા પછી આપવામાં આવશે.
એ. ડેવલપર્સ/ કો-ડેવલપર્સે સ્વતંત્ર ચાર્ટર્ડ એન્જીનિયરનો એટેસ્ટ કરેલો ત્રિમાસિક પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
બી. આઈટી/ આઈટીઈએસ એકમોએ સોફ્ટેક્સ ફોર્મ ફાઈલ કરવાનુ રહેશે.
સી. એસઈઝેડ એકમોએ એન્યુઅલ પર્ફોર્મન્સ રિપોર્ટસ (એપીઆર) ફાઈલ કરવાના રહેશે.
- ડેવલપમેન્ટ કમિશ્નર્સને લેટર ઑફ એપ્રુવલ્સ (LoAs) માટે તથા અન્ય નિયમોના પાલન માટે સમયબદ્ધ રીતે ઈલેક્ટ્રોનિક મોડ મારફતે એક્સટેન્શનની સુવિધા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જે કિસ્સાઓમાં ઈલેક્ટ્રોનિક મોડથી એક્સટેન્શન આપવાનું શક્ય ના હોય ત્યાં અથવા તો જે કિસ્સાઓમાં ફિઝીકલ મિટીંગની જરૂર હોય ત્યાં ડેવલપમેન્ટ કમિશ્નરે ખાત્રી રાખવાની રહેશે કે ડેવલપર/ કો-ડેવલપર એકમોને આ ગાળા દરમિયાન માન્યતાની તારીખ પૂરી થવાના કારણે કોઈ હાડમારીનો સામનો કરવો પડે નહીં અને એડહોક ઈન્ટ્રીમ એક્સટેન્શન/ મુદત પૂરી થયાની તારીખ 30-06-2020 સુધી અથવા તો વિભાગ તરફથી આ બાબતે વધુ સૂચના મળ્યા મુજબ, બંનેમાંથી જે વહેલુ હોય તે મુજબ લંબાવવાની છૂટ આપવામાં આવે. આ પ્રકારના એક્સટેન્શનમાં નીચે મુજબના કેસનો સમાવેશ કરવામાં આવશે.
એ. ડેવલપર્સ / કો-ડેવલપર્સ કે જેમની ડેવલપીંગની અને એસઈઝેડ કાર્યરત કરવાની પ્રક્રિયા ચાલી રહી હોય.
બી. જે એકમોનો એનઈએફ એસેસમેન્ટનો પાંચ વર્ષનો બ્લોક પૂરો થવાની સંભાવના હોય.
સી. એવા એકમો કે જેમણે હજુ એકમ કાર્યરત કરવાનું બાકી હોય.
- સમાન પ્રકારે નિકાસલક્ષી એકમો (ઈઓયુ) કે જેમની એલઓપીની મુદત પૂરી થતી હોય તેવા કિસ્સાઓમાં ડેવલપમેન્ટ કમિશ્નરને એ બાબતે ખાત્રી રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે કે લૉકડાઉનના ગાળા દરમિયાન નિકાસલક્ષી એકમોને કોઈ હાડમારી થવી જોઈએ નહીં અને શક્ય હોય તો એલઓપીના તમામ એક્સટેન્શન સમયબદ્ધ રીતે ઈલેક્ટ્રોનિક મોડથી મળી શકે તે માટેની તમામ સુવિધા પૂરી પાડવાની રહેશે. જે કિસ્સાઓમાં ઈલેક્ટ્રોનિક મોડથી એક્સટેન્શન આપવાનું શક્ય ના હોય અને જે કિસ્સાઓમાં ફીઝીકલ બેઠકની જરૂર હોય તેવા કિસ્સાઓમાં નિકાસલક્ષી એકમોની મુદત પૂરી થવાની માન્યતા યોગ્ય રીતે તારીખ 30 જૂન, 2020 સુધી લંબાવવાની રહેશે. આ પ્રકારના એક્સટેન્શનમાં નીચે મુજબના કેસને આવરી લેવામાં આવશે.-
એ. હયાત નિકાસલક્ષી એકમો કે જેમના એનઈએફ ગણતરીના લેટર ઑફ પરમીશનના પાંચ વર્ષના ગાળાની મુદત લૉકડાઉનના ગાળામાં પૂરી થતી હોય.
બી. નિકાસલક્ષી એકમો કે જેમની માન્યતા લૉકડાઉનના ગાળા દરમિયાન પૂરી થતી હોય.
સી. એસઈઝેડમાંના આઈટી / આઈટીઈએસ એકમો, નૉન-આઈટી / આઈટીઈએસ એકમોને ડેસ્કટોપ / લેપટોપ ઘરેથી કામ કરવા માટે લઈ જવાની છૂટ આપવામાં આવે.
- જે કિસ્સાઓમાં માસ્કસ, સેનીટાઈઝર્સ, ગાઉન્સ અને અન્ય પ્રોટેક્ટીવ, પ્રિવેન્ટીવ પ્રોડક્ટસ / ઈન્સ્ટ્રુમેન્ટસ જેવી આવશ્યક ચીજોનું ઉત્પાદન કરવામાં આવતું હોય ત્યાં ડેવલપમેન્ટ કમિશ્નર્સને યુએસીના રેટીફિકેશન પછી બ્રોડબેન્ડીંગની સત્તાઓ આપવામાં આવી છે.
- તમામ ડેવલપમેન્ટ કમિશ્નર્સને ઈલેક્ટ્રોનિક વર્કિંગ કલ્ચર કાર્યરત કરવા માટે અને ઔષધો, આવશ્યક ચીજો વગેરેના ઉત્પાદન સાથે સંકળાયેલા એકમોને કોરોનાવાયરસ માર્ગરેખાઓને અનુસરવા માટે સહયોગ આપવા જણાવવામાં આવ્યું છે.
- ડેવલપમેન્ટ કમિશ્નરો સાથે સંકલન કરીને વિભાગ રોજેરોજ પરિસ્થિતિનું ધ્યાન રાખી રહ્યું છે. આજની તારીખે 403 એકમો ઔષધો, ફાર્માસ્યુટિકલ્સ, તબીબી પૂરવઠો વગેરે આવશ્યક ચીજોના ઉત્પાદન સાથે સંકળાયેલા છે અને કાર્યરત છે. આ ઉપરાંત 2055 એકમો આઈટી / આઈટીઈએસ એકમો તથા અન્ય સેક્ટરના એકમોને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવી છે.
સી. ઈસીજીસી દ્વારા સગવડોઃ
- ડેકલેરેશન, એક્સટેન્શન માટેની અરજીઓ, ડિફોલ્ટ થયા અંગેના અહેવાલો વગેરેના રિટર્ન ફાઈલ કરવા માટેની તારીખ ઈન્સ્યોરન્સ કવર હેઠળ માર્ચ અને એપ્રિલમાં ફાઈલ કરવાની થતી હોય તેમના માટે 31 મે, 2020 સુધી આ ગાળો લંબાવવામાં આવ્યો છે.
- દાવા કરવાનો / જવાબ ફાઈલ કરવાનો સમય આ ગાળા દરમિયાન 30 જૂન, 2020 સુધી લંબાવવામાં આવ્યો છે.
- ક્રેડિટ લિમીટ માટેની એપ્લિકેશન ફી વેઈવ કરવાનો સમય તા. 30 જૂન, 2020 સુધી લંબાવવામાં આવ્યો છે.
ક્રમ
|
રિટર્નનું નામ
|
જોગવાઈ
|
ફ્રિકવન્સી
|
લાભાર્થી
|
પૂરો થતી
તારીખ
|
ઉદ્દેશ
|
આપવામાં આવેલી છૂટ
|
1.
|
પ્રોડક્શન રિટર્ન
(ફોર્મ-ઈ)
|
ટીએમસીઓ
|
માસિક
|
ચા ઉત્પાદકો
|
07-04-2020
|
ગ્રીન લીફનું માસિક ઉત્પાદન, ગ્રોઅર્સને ચૂકવવામાં આવેલી કિંમત, પેદા થયેલો ટી વેસ્ટ અને આઈઆઈપી માટે ઉપયોગમાં લેવાયેલ ડિસ્પોઝલ ડેટા પણ આપવાનો રહેશે.
|
સુધારેલી તારીખ 30-04-2020
|
2.
|
બાયર રિટર્ન (ફોર્મ-એફ)
|
ટીએમસીઓ
|
ત્રિમાસિક
|
ટી બાયર્સ
|
31-03-2020
|
ચાનો ખરીદી અને વેચાણનો ડેટા આવરી લે છે.
|
સુધારેલી તારીખ 30-04-2020
|
3.
|
ઈન્સ્ટન્ટ ટી રિટર્ન
|
ટીએમસીઓ
|
માસિક
|
ઈન્સ્ટન્ટ ટી ઉત્પાદકો
|
07-04-2020
|
ઈન્સ્ટન્ટ ટી ઉત્પાદનનો ડેટા
|
સુધારેલી તારીખ 30-04-2020
|
4.
|
વેરહાઉસ રિટર્ન (ફોર્મ-એમ)
|
ટીડબલ્યુસીઓ
|
માસિક
|
ટી વેરહાઉસીસ
|
07-04-2020
|
ચાના સંગ્રહ અને નિકાલની વિગતો
|
સુધારેલી તારીખ
30-04-2020
|
5.
|
નિકાસ રિટર્ન
|
ટીડીઈસીઓ
|
માસિક
|
ચાના નિકાસકારો
|
07-04-2020
|
માસિક નિકાસ જથ્થો, મૂલ્ય, શીપમેન્ટનું પોર્ટ તથા કેટેગરી મુજબ નિકાસ થયેલી ચા
|
સુધારેલી તારીખ
30-04-2020
|
6.
|
આયાત રિટર્ન
|
ટીડીઈસીઓ
|
માસિક
|
ચાના આયાતકારો
|
તારીખ નથી
|
માસિક આયાત જથ્થો અને સીઆઈએફ વેલ્યુ તથા જે હેતુ માટે ચા આયાત કરવામાં આવી હોય તે.
|
સુધારેલી તારીખ 30-04-2020
|
7.
|
વાર્ષિક રિટર્ન
|
ટી એક્ટ
|
વાર્ષિક
|
ચાના બગીચાઓના માલિકો
|
31-03-2020
|
વિવિધ છોડની ઉંમર, કામદારોની સંખ્યા અને તેમના માટે કલ્યાણ પ્રવૃત્તિઓ સહિત વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી વિકાસ પ્રવૃત્તિઓ
|
સુધારેલી તારીખ 31-05-2020
|
- જે પોલિસીઓ તા. 1 માર્ચ, 2020 થી તા. 30 જૂન, 2020 સુધીમાં રિન્યુ કરવાની થતી હોય/ જારી કરવાની થતી હોય તેમાં પોલિસી પ્રપોઝલ પ્રોસેસીંગ ફીમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
- અગાઉ સ્વિકારવામાં આવેલા શીપમેન્ટ માટે ખરીદનારે, નિકાસકારને ચૂકવણીની તારીખ લંબાવવાની મુનસફી રહેશે.
- જે શીપમેન્ટ નિર્ધારિત સ્થળે પહોંચ્યું હોય, પણ વિદેશના ગ્રાહકોએ તે દેશમાં લૉકડાઉનના કારણે તેને ક્લિયર કર્યું ના હોય. (તેમાં રિ-સેલ/ પુનઃ આયાત અથવા ત્યજી દેવાની મુનસફી રહેશે.
- વીમા આવરણ હેઠળ દાવાની પાત્રતાનો ગાળો હાલમાં ચાર મહિના છે તે ઘટાડીને 1 મહિનો કરવામાં આવ્યો છે.
ડી. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ પ્રોડક્ટસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી (અપીડા) એ કૃષિ નિકાસકારોને આપેલી સગવડો
- નિકાસકારોની સુવિધા માટે અપીડાએ પાર્કહાઉસીસની આરસીએમસી, માન્યતા/ રજીસ્ટ્રેશન, મગફળીનું પ્રોસેસીંગ કરતા એકમો, મીટ પ્લાન્ટસ કે જ્યાં આખરી મુદત 30 એપ્રિલ, 2020ના રોજ પૂરી થતી હોય.
- ઓર્ગેનિક પ્રોડક્ટસના નિકાસકારોને એક સમયનાં પગલાં તરીકે સર્ટિફિકેટની માન્યતા વધારાના એક માસ માટે પૂરી પાડવાની માર્ગરેખા જારી કરાઈ છે.
- તા. 28-03-2020ના રોજ બહાર પાડવામાં આવેલી માર્ગરેખા અનુસાર હોર્ટિનેટ / ગ્રેપનેટ અધિકૃત લેબોરેટરીઝ અને સાથે સાથે અપીડાના કાર્યક્રમ હેઠળ આવતી પ્રોડક્ટસ કે જેમાં તાજા ફળો અને શાકભાજીનું સેમ્પલીંગ કરવામાં આવ્યું હોય, તેમાં સેમ્પલ અને લેબોરેટરી સ્ટાફની હેરફેરમાં જો કોઈ અવરોધ હોય તો તે બાબતે ઝડપી નિર્ણય માટે અપીડા અને સ્થાનિક ઑથોરિટીનું ધ્યાન દોરવાનું રહેશે.
- અપીડાની સર્ટિફિકેશન સંસ્થાઓને સલાહ આપવામાં આવી છે કે ઓર્ગેનિક સર્ટિફિકેટની માન્યતા લંબાવવામાં આવે. આવું થતાં ખેડૂતો ઓર્ગેનિક સ્ટેટસ ગૂમાવ્યા વગર સર્ટિફિકેશન ચાલુ રાખી શકશે.
- જે પ્રોસેસરો અને નિકાસકારો કે જેમનું ફિઝીકલ ઈન્સપેક્શન હાથ ધરી શકાયું ના હોય તેમના વચગાળાના સમય માટે સર્ટિફિકેશનની જોગવાઈ કરવામાં આવી છે.
- અપીડાની દરમિયાનગિરી સાથે નવી મુંબઈના કેટલાક પેકીંગ એકમોને સપ્લાયરોને આવશ્યક પેકેજીંગ મટિરિયલનો પૂરવઠો મળી રહે તે માટે એકમો ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવી છે.
ઈ. ટોબેકો બોર્ડ દ્વારા પૂરી પાડવામાં આવેલી સગવડોઃ
વિવિધ વેપારીઓ માટે ફેબ્રુઆરી માસના રિટર્ન સુપરત કરવા માટેની છેલ્લી તારીખ 15 માર્ચ, 2020 તથા માર્ચ મહિનાના રિટર્ન ફાઈલ સુપરત કરવાની તારીખ 15 એપ્રિલ, 2020 રાખવામાં આવી હતી. ટોબેકો બોર્ડે રાજ્ય સરકારો અને અન્ય સહયોગીઓ સાથે પરામર્શ કરીને આ તારીખો 30 એપ્રિલ, 2020 સુધી લંબાવી છે અને તમાકુના પાકને નુકશાન ના થાય તે માટે તમાકુની હરાજી 15 એપ્રિલ, 2020થી શરૂ કરવાનું આયોજન કર્યું છે.
એફ. ટી બોર્ડ દ્વારા આપવામાં આવેલી સગવડોઃ
- ટી બોર્ડે નીચે મુજબ વિવિધ ટાઈમ લાઈન લંબાવી છે. (કોઠો મૂકવો)
ગૃહ મંત્રાલયે તા. 24-03-2020ના રોજ જાહેરનામું બહાર પાડીને પ્લાન્ટેશન સહિતના ચા ઉદ્યોગને મહત્તમ 50 ટકા કામદારો સાથે કામ કરવાની છૂટ આપી છે.
જી. મરાઈન પ્રોડક્ટસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી (મપીડા)
મપીડાએ મોટા ભાગના સર્ટિફિકેશન ઓનલાઈન જારી કરવાનું શરૂ કર્યું છે, એટલે કે યુએસએના બજાર માટે DS 2301 સર્ટિફિકેટ તા. 1 એપ્રિલ, 2020થી અમલમાં આવશે. અમેરિકામાં શ્રીમ્પ નિકાસ કરવા માટે આ સર્ટિફિકેટ આવશ્યક છે. આ સર્ટિફિકેટ ઓનલાઈન જારી કરીને નિકાસકારો માટે ભૌતિક આવન-જાવન ઘટાડવામાં આવી છે. લૉકડાઉન શરૂ કરાયા પછી બીજુ સર્ટિફિકેટ (એશિયા- પેસિફિક ટ્રેડ એગ્રીમેન્ટ (એટીપીએ) ને પણ ઓનલાઈન કરવામાં આવ્યું છે)
એચ. કોરોનાવાયરસ મહામારીના સંદર્ભમાં સરકારે ઈ-માર્કેટ પ્લેસ (GeM) ખરીદીની સુવિધા માટે નીચે મુજબનાં પગલાં લીધા છેઃ
કોરોનાવાયરસ સંબંધિત વિવિધ ચીજોની ખરીદી થઈ શકે તે માટે થયેલી વિવિધ દરમિયાનગિરીઓનો દરજ્જો નીચે મુજબ છેઃ
1.
- કોરોનાવાયરસ કેટેગરીના ટ્રેકીંગ માટે અને વેચાણ કરનારાઓની સંખ્યા માટે નવું પેજ રજૂ કરવામાં આવ્યું છે.
- ટૂંકાગાળાના બીડ માટે ટૂંકો ડિલીવરી પિરીયડ રાખી શકાશે. કોરોનાવાયરસ બીડ સાયકલ માટેની સંબંધિત કેટેગરીમાં હાલના 10 દિવસના બદલે ઘટાડીને 3 દિવસ કરવામાં આવ્યા છે. બાયર્સ આ ચીજોનું મહત્વ ધ્યાનમાં લઈને આવી ચીજોનો ડિલીવરી પિરીયડ ઘટાડીને બે દિવસ કરી શકશે.
- બાયર વહેલી ડિલીવરી કરી શકે તે માટે લોકલ સપ્લાયર અને ડિલીવરીની પસંદગીના લીડ ટાઈમ માટે એક ફિલ્ટર મૂકવામાં આવ્યું છે, જેના કારણે વહેલી ડિલીવરી થઈ શકશે.
- કોરોના સંબંધિત કેટેગરીઝમાં પ્રોડક્ટ/ બ્રાન્ડ એપ્રુવલ માટે અગ્રતાક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
- કમોસમી ભાવ વધારો ના થાય તે માટે એક નવો બિઝનેસ રૂલ અમલમાં મૂકવામાં આવ્યો છે.
- મૂળ ડિલીવરી પ્રોડ્કટની મુદત પૂરી થતી હશે તો 30 દિવસ સુધી ડિલીવરીના ગાળાને લંબાવી શકાશે.
- જે સેલર્સ પોતાનો સ્ટોક 48 કલાકની અંદર અપડેટ કરતા નથી તેમના માટે ચોક્કસ કેટેગરીના નોટિફિકેશન વડે નવો બિઝનેસ રૂલ બહાર પાડવામાં આવ્યો છે.
- 8 નવી કોરોનાવાયરસ કેટેગરીઝ માટે ઓરીજીનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) અને સેલર્સની ઓળખ કરવામાં આવી છે.
- સિસ્ટમના સંચાલનનું સાતત્ય જળવાઈ રહે તેની ખાત્રી માટે MSP અને GeM એક બિઝનેસ કોમ્યુનિટી પ્લાન નક્કી કરવામાં આવ્યો છે.
- કોરોનાવાયરસ મહામારીના સંદર્ભમાં અગ્રતા ધરાવતી નિકાસો માટે વિભાગ દ્વારા લેવામાં આવેલા પગલાઃ
- લૉકડાઉનના સંદર્ભમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTAs) હેઠળ એજન્સીઓને ભારતની પ્રેફરન્સીયલ નિકાસો માટે સર્ટિફિકેટ ઑફ ઓરીજીન ઈસ્યુ કરવાની સત્તાઓ આપવામાં આવી છે. આવી સંસ્થાઓ હાલમાં કામ કરતી નથી અથવા તો ખૂબ ઓછા સ્ટાફ સાથે કામ કરી રહી છે. આ બાબત ધ્યાનમાં લઈને વાણિજ્ય વિભાગે કેટલાક ચોક્કસ FTAs નો ડીજીટલ પ્લેટફોર્મમાં સમાવેશ કર્યો છે, જેના કારણે નિકાસકારોને આ સર્ટિફિકેટ માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની સુવિધા પ્રાપ્ત થશે. તા. 07-04-2020ની ટ્રેડ નોટિસમાં ભારતના મુખ્ય ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં આસિયન, જાપાન, સાર્ક દેશો અને એશિયા પેસિફિક ટ્રેડ એગ્રીમેન્ટ (એટીપીએ) નો આ ડીજીટલ પ્લેટફોર્મમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંબંધિ તા. 06-04-2020ની ટ્રેડ નોટિસમાં એજન્સીઓને આ પ્લેટફોર્મ ઉપર નિકાસકારો માટે ડીજીટલી સર્ટિફાઈડ સર્ટિફિકેટ જારી કરવામાં કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત સર્ટિફિકેટ પાછલી તારીખથી ઈસ્યુ કરવામાં આવે તો પણ એક સરખી ફી રાખવાનું કહેવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ ડીજીટલ હસ્તાક્ષર કરેલા સર્ટિફિકેટ જારી કરે છે અને અમે ડીજીટલ હસ્તાક્ષર કરેલા સર્ટિફિકેટ ટ્રેડીંગ પાર્ટનર સ્વિકારે તે માટે તેમને સંમત કરવામાં સફળ થયા છીએ. આના કારણે આપણી પ્રેફરન્સીયલ નિકાસોને લૉકડાઉનના ગાળા દરમિયાન પણ સુવિધા પ્રાપ્ત થશે.
- યુરોપિયન યુનિયન (ઈયુ) માં નિકાસ કરતા મોટાભાગના નિકાસકારો ઈયુ જનરલાઈઝડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ (જીએસપી) સ્કીમ હેઠળ કામ કરે છે, જેમાં તેમને નિકાસો ઉપર ટેરિફ પ્રેફરન્સ આપવામાં આવે છે. ઈયુ જીએસપી સેલ્ફ સર્ટિફિકેશનને આધારે કામ કરતી હોવા છતાં નિકાસકારોએ ભારતની નિર્ધારિત એજન્સીઓને REX (રજીસ્ટર્સ એક્સપોર્ટર) નંબર મેળવવા માટે અરજી કરવાની રહેશે. આ એજન્સીઓની ઓફિસો બંધ રહેવાના કારણે તા. 02-04-2020ના રોજ ટ્રેડ નોટિસ 61 બહાર પાડવામાં આવી છે, જેમાં REX મેળવવા માટે સ્કેન કરેલા દસ્તાવેજો સ્વિકારવામાં આવશે. આ કારણે નિકાસકારોએ એજન્સીઓનો ભૌતિક સંપર્ક કરવાનો રહેશે નહીં. આ વ્યવસ્થાને કારણે યુરોપિયન યુનિયનમાં નિકાસ કરનારને ઈયુ જીએસપી હેઠળ REX નંબર મળ્યો ના હોય તો તે ઈલેક્ટ્રોનિક પદ્ધતિથી એજન્સીને અરજી કરી શકશે (આ પદ્ધતિ લોકલ એડમિનિસ્ટ્રેશન ફોર રજીસ્ટ્રેશન તરીકે પણ જાણીતી છે).
જે. ડિરેક્ટર જનરલ ટ્રેડ રેમેડીઝ (ડીજીટીઆર) દ્વારા અપાયેલી સગવડ
નવા ઈન્વેસ્ટીગેશન અને હાલમાં ચાલી રહેલા ઈન્વેસ્ટીગેશન માટે ટ્રેડ રેમેડીઝ ઈન્વેસ્ટીગેશન પ્રક્રિયા માટે દસ્તાવેજો ઓનલાઈન સુપરત થઈ શકશે અને ફિઝીકલ કોપીઝ સુપરત કરવાની રહેશે નહીં. આ ઉપરાંત સુનાવણીઓ અને પરામર્શ પણ વીડિયો કોન્ફરન્સીંગ મારફતે હાથ ધરવામાં આવશે.
RP
******
(Release ID: 1613623)
Visitor Counter : 514