કોર્પોરેટ બાબતોનું મંત્રાલય
કોવિડ-19 પ્રવૃતિઓ સંબંધિત CSR ખર્ચની પાત્રતા અંગે MCAને વારંવાર પૂછાતાં પ્રશ્નો
Posted On:
11 APR 2020 7:07PM by PIB Ahmedabad
કૉર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA)ને કોવિડ-19 પ્રવૃતિઓ સંબંધિત CSR ખર્ચની પાત્રતા અંગે સ્પષ્ટતા મેળવવા વિવિધ હિતધારકો તરફથી અવાર-નવાર પૂછપરછ/પ્રતિનિધિત્વ પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં હિતધારકોને વધુ સારી સમજ મળી રહે તે માટે સ્પષ્ટતાઓ સાથે વારંવાર પૂછાતાં કેટલાક પ્રશ્નોના જવાબ અહીં આપવામાં આવ્યાં છે.
ક્રમ
|
વારંવાર પૂછાતાં પ્રશ્નો (FAQs)
|
જવાબ
|
- 1
|
શું ‘PM CARE ભંડોળ'ને આપવામાં આવેલું યોગદાન CSR ખર્ચ તરીકે પાત્રતા ધરાવે છે?
|
'PM CARE ભંડોળ'ને આપવામાં આવેલું યોગદાન કંપની કાયદો, 2013ની અનુસૂચી VIIના ક્રમ નં. (viii) અંતર્ગત CSR તરીકે પાત્રતા ધરાવે છે અને 28મી માર્ચ, 2020ના રોજ કાર્યાલય આદેશ ક્રમાંક CSR-05/1/2020-CSR-MCAમાં તે અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવેલી છે.
|
|
શું કોવિડ-19 માટે 'મુખ્યમંત્રી રાહત ભંડોળ' અથવા 'રાજ્ય રાહત ભંડોળ'માં આપવામાં આવેલું યોગદાન CSR ખર્ચ તરીકે પાત્રતા ધરાવે છે?
|
કોવિડ-19 માટે 'મુખ્યમંત્રી રાહત ભંડોળ' અથવા 'રાજ્ય રાહત ભંડોળ'ને આપવામાં આવેલા યોગદાનનો સમાવેશ કંપની કાયદો, 2013ની અનુસૂચી VIIમાં થતો નથી અને આથી આવી નીતિને આપવામાં આવેલો કોઇપણ ફાળો CSR ખર્ચ તરીકે ગણનાપાત્ર થશે નહીં.
|
|
શું રાજ્ય આપાત સંચાલન સત્તામંડળને આપવામાં આવેલો ફાળો CSR ખર્ચ તરીકે પાત્રતા ધરાવે છે?
|
કોવિડ-19નો સામનો કરવા માટે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળને આપવામાં આવેલો ફાળો 2013ની અનુસૂચી VIIના ક્રમ નં (xii) અંતર્ગત CSR તરીકે પાત્રતા ધરાવે છે અને 23મી માર્ચ, 2020ના રોજ કરવામાં આવેલા પરિપત્ર ક્રમાંક 10/2020 અંતર્ગત તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
|
|
શું કોવિડ-19 સંબંધિત પ્રવૃતિઓ માટે CSR ભંડોળમાંથી કરવામાં આવેલો ખર્ચ CSR ખર્ચ તરીકે પાત્રતા ધરાવે છે?
|
23મી માર્ચ, 2020ના રોજ પરિપત્ર ક્રમાંક 10/2020 દ્વારા મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોવિડ-19 સંબંધિત પ્રવૃતિઓ માટે કરવામાં આવેલો CSR ભંડોળનો ખર્ચ CSR ખર્ચ તરીકે પાત્રતા ધરાવે છે. આ અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, નિવારાત્મક આરોગ્ય સંભાળ, સ્વચ્છતા અને આપદા સંચાલન સહિત આરોગ્ય સંભાળની વૃદ્ધિ માટે અનુસૂચી VIIના ક્રમાંક નં. (i) અને (xii) અંતર્ગત કોવિડ-19 સંબંધિત વિવિધ પ્રવૃતિઓ માટે CSR ફંડનો ખર્ચ કરી શકાય છે. વધુમાં 18.06.2014ના રોજ પરિપત્ર ક્રમાંક 21/2014ની અનુસૂચી VIIમાં સમાવિષ્ટ બાબતોને વ્યાપકપણે સમજાવવામાં આવી છે અને આ હેતુ માટે તેનું ઉદાર અર્થઘટન કરી શકાય છે.
|
|
શું લૉકડાઉનના સમયગાળા દરમિયાન કરાર ઉપર રખાયેલા કામદારો સહિત કર્મચારીઓ અને કામદારોને ચૂકવાયેલા પગાર/ભથ્થા કંપનીના CSR ખર્ચ તરીકે ગણી શકાય છે?
|
સામાન્ય સંજોગોમાં પગાર/ભથ્થાઓની ચૂકવણી કંપનીની કરારીય અને વૈધાનિક જવાબદારી છે. આજ રીતે લૉકડાઉનના સમયગાળા દરમિયાન પણ કર્મચારીઓ અને કામદારોને પગાર/ભથ્થાઓની ચૂકવણી નિયોજકની નૈતિક જવાબદારી છે, કારણ કે તેઓ આ સમયગાળા દરમિયાન રોજગારી અથવા આજીવિકાનો અન્ય કોઇ વૈકલ્પિક સ્રોત ધરાવતાં નથી. આથી, લૉકડાઉનના સમયગાળા દરમિયાન કર્મચારીઓ અને કામદારોને પગાર/ભથ્થાઓની ચૂકવણી (અન્ય સામાજિક અંતરની જરૂરિયાતો લાગુ પાડવા સહિત) CSR ખર્ચ તરીકે ગણના માટે પાત્રતા ધરાવશે નહીં.
|
|
શું લૉકડાઉનના સમયગાળા દરમિયાન છૂટક / દૈનિક કામદારોને કરવામાં આવેલી મજૂરીની ચૂકવણી કંપનીના CSR ખર્ચ તરીકે ગણી શકાય છે?
|
લૉકડાઉન સમયગાળા દરમિયાન કામચલાઉ અથવા છૂટક અથવા દૈનિક શ્રમિકોને ચૂકવવામાં આવેલી મજૂરીની રકમ કંપનીની નૈતિક/માનવીય/કરાર આધારિત જવાબદારીનો ભાગ છે અને કંપની કાયદો, 2013ની કલમ 135 અંતર્ગત CSR ફાળાની કોઇ કાયદાકી જવાબદારી ધરાવતી હોય કે નહીં તેમ છતાં તમામ કંપનીઓને લાગુ પડે છે. આથી, લૉકડાઉન સમયગાળા દરમિયાન કામચલાઉ અથવા છૂટક અથવા દૈનિક શ્રમિકોને ચૂકવવામાં આવેલા વેતનની ચૂકવણી CSR ખર્ચનો ભાગ ગણવામાં આવશે નહીં.
|
|
શું કામચલાઉ / છૂટક / દૈનિક કામદારોને રહેમરાહે કરવામાં આવેલી ચૂકવણી CSR ખર્ચ તરીકે પાત્રતા ધરાવશે?
|
કામચલાઉ / છૂટક કામદારો / દૈનિક શ્રમિકોને વેતનની ચૂકવણી ઉપરાંત કરવામાં આવેલી કોઇપણ રહેમરાહે ચૂકવણી, ખાસ કરીને કોવિડ-19ની સામે લડાઇના હેતુ માટે કરવામાં આવેલી ચૂકવણી CSR ખર્ચ માત્ર એકવખત અપવાદ તરીકે પાત્ર ગણાશે પરંતુ જોગવાઇ કરવામાં આવે છે કે કંપનીના બોર્ડ દ્વારા આ સંબંધિત સ્પષ્ટ જાહેરાત કરવામાં આવેલી હોય, જેને કાયદા દ્વારા સ્થાપિત ઓડિટર દ્વારા વાજબી રીતે પ્રમાણિત કરવામાં આવ્યું હોય.
|
RP
****
(Release ID: 1613472)
Visitor Counter : 284