સંરક્ષણ મંત્રાલય

કોરોનાવાયરસ સામેની લડાઇમાં ભારતીય વાયુ સેનાનો અવિરત સહકાર

Posted On: 11 APR 2020 6:26PM by PIB Ahmedabad

નોવલ કોરોનાવાયરસનો ફેલાવો રોકવા માટે ભારત સરકારના પ્રયાસોમાં ભારતીય વાયુ સેના (IAF) દ્વારા 24x7 ધોરણે દરેક કાર્યોમાં પૂરક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ રાજ્યોના નોડલ પોઇન્ટ્સ સુધી આવશ્યક તબીબી પૂરવઠો અને રેશનનો જથ્થો સમયસર પહોંચી રહે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રકારે પ્રયાસો થઇ રહ્યા છે જેથી રાજ્ય સરકારો અને સહાયક એજન્સીઓ બીમારીનો ફેલાવો અસરકારક અને કાર્યદક્ષ રીતે નિયંત્રણમાં લાવવા માટે સજ્જ રહે.

છેલ્લા કેટલાક દિવસોમાં IAF દ્વારા મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા, નાગાલેન્ડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખ સહિત દેશના વિવિધ રાજ્યોમાં તબીબી પૂરવઠો અને આવશ્યક ચીજવસ્તુઓ નોડલ પોઇન્ટ્સથી ઉપાડીને વાયુ માર્ગે પહોંચાડવામાં આવ્યો છે.

DRDO માટે ભારતીય વાયુ દળે વિશેષ વિમાનો ઉડાડ્યા છે અને DRDOની ઉત્પાદન સુવિધાઓ સુધી PPEના ઉત્પાદન માટે કાચો માલ પહોંચાડવા વિવિધ નોડલ પોઇન્ટ્સથી 9000 કિલો કાચોમાલ ઉપાડીને ત્યાં સુધી પહોંચાડ્યો છે. દરમિયાન, દરેક કામગીરી કરતી વખતે બીમારીનો ફેલાવો ન થાય તે માટે ભારત સરકાર દ્વારા સુચવવામાં આવેલા તમામ તકેદારીના પગલાંનું પણ IAF દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે.

પ્રવર્તમાન મહામારી સામે દેશની લડાઇમાં ઉભી થતી તમામ જરૂરિયાતોમાં મદદ કરવા માટે IAF હંમેશા તૈયાર અને સજ્જ રહે છે.


(Release ID: 1613399) Visitor Counter : 246