આદિવાસી બાબતોનું મંત્રાલય

ટ્રાઇફેડે કોરોનાવાયરસમાંથી મૂળભૂત સલામતી માટે ટ્રાઇફેડ સાથે સંકળાયેલા કલાકારો/એસએચજી, વન ધન લાભાર્થીઓ અને એનજીઓ દ્વારા માસ્કનો પુરવઠો પ્રસ્તુત કર્યો

Posted On: 11 APR 2020 2:47PM by PIB Ahmedabad

જનજાતિ મંત્રાલય અંતર્ગત કાર્યરત ટ્રાઇફેડ આદિવાસી કલાકારો, સ્વયંસહાય જૂથો (એસએચજી), વન ધન લાભાર્થીઓ અને બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ) વગેરે સાથે કામ કરીને તેમને તેમના હાથવણાટ, હસ્તકળા અને કુદરતી ઉત્પાદનોનાં વેચાણ કરવા માટે સહયોગ આપી રહ્યું છે. પ્રવર્તમાન સંજોગોમાં આમાંથી કેટલાંક સપ્લાયર્સે આ મહામારીમાંથી પોતાને અને પોતાના સમુદાયનાં સભ્યોને મદદ કરવા ઘરે માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. તેમાંથી કેટલાંક સ્થાનિક વહીવટીતંત્રને પણ માસ્ક પૂરાં પાડે છે. આ સપ્લાયર્સે સરકાર સમક્ષ મોટા ભાગે તેમના ઘરોમાં તેમની ક્ષમતા અને ઝડપથી માસ્કનો પુરવઠો પૂરો પાડીને મદદ કરવાની તૈયારી પણ વ્યક્ત કરી છે. આ સપ્લાયર્સ દ્વારા માસ્કના પુરવઠાથી તેમના માટે સલામતી સાથે આજીવિકા ઊભું કરવાનું મોડલ સ્થાપિત કરવામાં મદદ મળશે. ટ્રાઇફેડ વધુ સપ્લાયર્સની ઓળખ કરવાની સંભવિતતાઓ પણ ચકાસી રહ્યું છે, જેઓ હાલના માસ્કનાં પુરવઠાની કટોકટીમાં પ્રદાન કરી શકે છે.

કોવિડ-19 રોગચાળાને કારણે ઊભી થયેલી હાલની કટોકટીથી દેશભરમાં અભૂતપૂર્વ જોખમ ઊભું થયું છે. ભારતમાં લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એની ઓછાવધતા અંશે અસર થઈ છે. આ જોખમે વેપાર અને ઉદ્યોગના તમામ ક્ષેત્રો પર તમામ સ્તરે તથા સમાજનાં તમામ વર્ગોને અસર કરી છે. આ રોગચાળાની સૌથી માઠી અસર ગરીબો અને હાંસિયામાં રહેલા વર્ગને થઈ છે. વળી અત્યારે આપણા દેશના મોટા ભાગનાં વિસ્તારોમાં કૃષિ અને નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડ્યુસ (એનટીએફપી)ની લણણીની પીક સિઝન પણ છે. એટલે ચહેરો ઢાંકવા માટે ઘરે બનેલા માસ્ક જેવા મૂળભૂત સલામતીના કવચ ઉપલબ્ધ કરાવવાની રીત દ્વારા પગલાં હાથ ધરવા જરૂરી બની ગયા છે.

GP/RP



(Release ID: 1613343) Visitor Counter : 209