વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડ 19 સામે લડવા માટે ટીબીડીની દરખાસ્તો મંગાવવાની પહેલને ભારતીય ઉદ્યોગનો પ્રોત્સાહનજનક પ્રતિસાદ મળ્યો

Posted On: 11 APR 2020 12:19PM by PIB Ahmedabad

ભારતીય ઉદ્યોગ અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમે કોવિડ-19 સામે લડવા ટેકનોલોજી સાથેના નવા સોલ્યુશનને સમર્થન આપવા માટે ભારતીય કંપનીઓ અને ઉદ્યોગસાહસો પાસેથી પ્રાપ્ત દરખાસ્તો મંગાવવાની ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (ટીડીબી)ની પહેલને પ્રોત્સાહનજનક પ્રતિસાદ આપ્યો છે. ટીડીબી એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) અંતર્ગત કાર્યરત સરકારી સંસ્થા છે.

ટીડીબી સ્વદેશી ટેકનોલોજીનું વાણિજ્યિકરણ કરવા કે આયાતી ટેકનોલોજીનો સ્વીકાર કરવા માટે ભારતીય કંપનીઓને નાણાકીય સહયોગ આપે છે તથા સંસ્થાએ કોવિડ-19 સામે દેશની મુખ્ય ક્ષમતાઓને મજબૂત કરવા 20 માર્ચ, 2020નાં રોજ દરખાસ્તો મંગાવી હતી. એમાં સર્વેલન્સ, લેબોરેટરી સપોર્ટ, ઇન્ફેક્શન નિવારણ અને નિયંત્રણ, લોજિસ્ટિક્સ, જોખમ સંબંધિત સંચાર તથા ખાસ કરીને રોગચાળોને પ્રસારના નિયંત્રણ અને નિવારણ માટે ગંભીર બિમાર દર્દીઓના આઇસોલેશન અને મેનેજમેન્ટની દ્રષ્ટિએ ક્ષમતા વધારવા જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે.
આ પહેલની વ્યાપક અસર જોવા મળી હતી અને પહેલા અઠવાડિયાની અંદર 300થી વધારે કંપનીઓએ ટીડીબીની પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ઉપરાંત અત્યાર સુધી 140 કંપનીઓએ તેમની અરજી સબમિટ કરી છે. એમાંથી મોટા ભાગની અરજીઓ સ્ટાર્ટઅપ પાસેથી મળી છે, જેમણે વિવિધ ક્ષેત્રોને આવરી લેતા નવીન સોલ્યુશનો પૂરાં પાડ્યાં છે.

ડીએસટીના સચિવ પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું હતું કે, “ટીડીબીએ કોવિડ-19 સાથે સંબંધિત વિવિધ ઉત્પાદનો અને ટેકનોલોજીનાં ઉત્પાદનને ટેકો આપ્યો છે, જેણે આપણા સ્ટાર્ટઅપ અને એમએસએમઈની ઝડપથી વધી રહેલી ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. દેશને ઝડપથી આપણું નુકસાન સરભર કરવાની જરૂર છે અને સ્વદેશી ટેકનોલોજી સાથે ત્પાદનનાં પડકારને ઝીલીને નવા ઉત્સાહ સાથે આગળ વધવાની જરૂર છે. આ દિશામાં દરેક પગલું બહુસ્તરીય અસર કરશે.”

કેટલીક દરખાસ્તો નિદાન કિટ પર મળી છે, જેમાં રિયલ-ટાઇમ રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્ટેઝ પીસીઆર (આરટી-પીસીઆર) તેમજ એન્ટિબોડી રેપિડ ટેસ્ટ સામેલ છે. ઓફર થયેલા સોલ્યુશનની રેન્જ પેપર-આધારિતથી લઈને ચિપ-પર મૂલ્યાંકનની છે તથા કેર એપ્લિકેશનના પોઇન્ટ માટે નેનો-ફ્લડિક પ્લેટફોર્મ સાથે સંબંધિત પણ છે.
બાયોટેકના ક્ષેત્રમાં કેટલીક રસી વિકસાવવા માટે છે, કેટલીક માર્કર્સ પર આધારિત રોગની ગંભીરતાને ઓળખવા માટે પોઇન્ટ-ઓફ-કેર ડિવાઇઝ સાથે સંબંધિત છે તથા બાકીની સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિને સુધારવાના માધ્યમ તરીકે કુદરતી સ્ત્રોતોમાંથી પ્રાપ્ત ઉત્પાદનો માટે છે.

વિવિધ કંપનીઓ ડિઝાઇન, સામગ્રી અને ઉત્પાદનની ટેકનિકોમાં નવીનતા પ્રસ્તુત કરીને મોટા પાયે વાજબી ખર્ચે માસ્ક બનાવવા માટેના સોલ્યુશન ઓફર કર્યા છે. આ ક્ષેત્રમાં મોટા ભાગનાં સોલ્યુશનો વાજબી ખર્ચ ધરાવતા સાધારણ માસ્કના છે, જેમાં નિટેડ ફેસ માસ્ક સામેલ છે. ઉપરાંત મોટા પાયે વપરાશ માટે એન્ટિવાયરલ ડ્રગ 3ડી પ્રિન્ટેડ માસ્ક, નેનોફાયબર કોટેડ એન-95 માસ્ક, પોવિડોન આયોડિન થિન-ફિલ્મ કોટેડ માસ્ક માટે દરખાસ્તો મળી છે.

મોટા વિસ્તારનાં સેનિટાઇઝેશન અને સ્ટર્લાઇઝેશન માટે પ્રાપ્ત દરખાસ્તોમાં હેન્ડ સેનિટાઇઝર્સથી લઈને મોટા વિસ્તારને સેનિટાઇઝ કરવા ફૂલ ડેપ્થ ડિસઇન્ફેક્શન સાયકલ (એફડીડીસી) ટેકનોલોજીનો ઉપયોગ કરતું ઓટોમેટિક ડિસઇન્ફેક્શન રોબોટ સામેલ છે. ઘણી કંપનીઓએ તેમના ઉત્પાદનોમાં ડિસઇન્ફેક્શન માટે સિલ્વર નેનોપાર્ટિકલ્સનાં એન્ટિવાયરલ ગુણો, ડિસઇન્ફેક્શન ચેમ્બરોમાં યુવી કિરણોના જર્મિસિડલ ગુણોનો ઉપયોગ, થાઇમોલ અને લિક્વિડ ઓઝન-આધારિત ડિસઇન્ફેક્શન ટેકનોલોજી તેમજ ઇલેક્ટ્રોસ્ટેટિક સ્પ્રેયર જેવી નવીન સ્પ્રેઇંગ ગન જેવા વિકલ્પો રજૂ કર્યા છે.

થર્મલ સ્કેનરેબલ અંતર્ગત કેટલાંક સોલ્યુશન મળ્યાં છે અને મોટા પાયે પ્રાથમિક સ્ક્રીનિંગની જોગવાઈ સાથે 0.3 ડિગ્રીથી ઓછા હાઈ-રિસોલ્યુશન ટેમ્પરેચર રેન્જ સાથે ગુણવત્તાયુક્ત થર્મલ ઇમેજિંગ, સ્ક્રિનિંગ સિસ્ટમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. આમાંથી કેટલીક કંપનીઓએ સ્કેનિંગની વધારા સારાં પરિણામો મેળવવા કમ્પ્યુટિગ ટેકનિકો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો તેમજ ખાદ્ય ચીજવસ્તુ અને દવાની ડિલિવરી પર ક્વારેન્ટાઇન મોનિટરિંગ માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરતાં સોલ્યુશનો, સ્વમૂલ્યાંકન અને ટેલીમેડિસિન માટે એપ્સના વિકલ્પો રજૂ કર્યા છે. આ વિવિધ પ્રોજેક્ટનું મૂલ્યાંકન એની ટેકનિકલ અસરકારકતા અને નાણાકીય ટેકા માટે નિષ્ણાતોની સમિતિ કરી રહી છે.
 
(વધારે વિગત મેળવવા કમાન્ડર નવનીત કૌશિક, Sc 'E', ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ, navneetkaushik.tdb[at]gmail[dot]com, Mob: 9560611391)

GP/RP 



(Release ID: 1613291) Visitor Counter : 238