સંરક્ષણ મંત્રાલય

ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડે સ્ક્રીનિંગ, આઈસોલેશન અને ક્વૉરન્ટાઈન માટે 2-બેડના ટેન્ટ બનાવ્યા


અરૂણાચલ પ્રદેશને 50 ટેન્ટની ડિલીવરી આપી

Posted On: 11 APR 2020 9:28AM by PIB Ahmedabad

ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ (ઓએફબી) કોરોના સામેની લડતમાં મહત્વની ભૂમિકા બજાવી રહ્યુ છે. ઓએફબી કોરોના સામેની લડતમાં આ સપ્તાહે જે સતત ભૂમિકા બજાવી છે, તેના તાજા દાખલા નીચે મુજબ છે. :

2-બેડનો તંબુ

ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ આઈસોલેશન વોર્ડ માટે તબીબી ઉપકરણો સાથેના સ્ક્રીનીંગ, આઈસોલેશન અને ક્વૉરન્ટાઈન થઈ શકે તેવા 2-બેડના તંબૂ (ટેન્ટ)નું ઉત્પાદન કરીને પોસાય તેવો ઉપાય લઈને આવ્યુ છે. આ વિશિષ્ઠ ટેન્ટનો ઉપયોગ તાકીદની તબીબી પરિસ્થિતિ, મેડિકલ સ્ક્રીનીંગ તથા ગંભીર રોગોની તેમજ ક્વૉરન્ટાઈનના હેતુ માટે થઈ શકે છે. 9.55 ચો.મીટરનો ક્ષેત્રફળ વિસ્તાર ધરાવતા આ તંબૂ વોટરપ્રૂફ કાપડ, માઈલ્ડ સ્ટીલ અને એલ્યુનમિનિટમ એલોયમાંથી બનાવવામાં આવ્યા છે.

આ ટેન્ટને કોઈ પણ સ્થળે, કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં ટૂંકા ગાળામાં ઉપયોગમાં લઈ શકાય તેમ છે અને પરંપરાગત હૉસ્પિટલ ઉપરાંતની વ્યવસ્થા ગોઠવી શકાય છે. ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ, કાનપુરે આ ટેન્ટન ઉત્પાદન કર્યુ છે અને આ પ્રકારના 50 ટેન્ટ અરૂણાચલ સરકારને મોકલવામાં આવ્યા છે

હેન્ડ સેનેટાઈઝર અને ફેસ માસ્કસ

ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ, દહેરાદૂનના એકમ ઓપ્ટો ઈલેકટ્રોનિક ફેકટરીએ 100 મી.લીની એક એવી સેનેટાઈઝર્સની 2500 બોટલ અને ફેસ માસ્ક્સનુ તા. 6 એપ્રિલ, 2020ના રોજ ગવર્નર, ઉત્તરાખંડને દાન આપ્યુ હતું.

ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડના વધુ એક એકમ કોર્ડાઈટ ફેકટરી અરૂવનકડ્ડુએ તા. 8 એપ્રિલ, 2020ના રોજ સેનેટાઈઝર્સની 100 બોટલ તામિલનાડુમાં નીલગીરી જિલ્લા પોલિસ તંત્રને આપી હતી.

પુના ખાતેની હાઈ એક્સપ્લોઝિવ ફેકટરી (એચઈએફ)એ તા. 9 એપ્રિલ, 2020ના રોજ 2500 લિટર સેનેટાઈઝરની પ્રથમ બેચ મેસર્સ એચએલએલ, બેલગાવીને રવાના કરી છે.

ફ્યુમિગેશન ( ધૂમાડા વડે શુદ્ધિકરણ કરતી) ચેમ્બર

ઓર્ડિનન્સ ફેકટરી,અંબાઝારી (ઓએફએજે), નાગપુરે સેનેટાઈઝેશનના હેતુ માટે ફયુમિગેશન ચેમ્બર વિકસાવી છે, તે સંપૂર્ણપણે એકથી બીજા સ્થળે ખસેડી શકાય તેવી છે અને તેની આસાનીથી હેરફેર થઈ શકે છે. તેને ઓએફએજે હૉસ્પિટલના મુખ્ય દરવાજે લગાડવામાં આવી છે.

હેન્ડ વૉશિંગ સિસ્ટમ

ઓર્ડિનન્સ ફેકટરી, દહેરાદૂને તા. 7 એપ્રિલ, 2020ના રોજ સ્થાનિક સ્તરે બનાવેલી અને પેડલથી સંચાલન કરી શકાય તેવી અને સોપ ડીસ્પેન્સર ધરાવતી હેન્ડ વૉશિંગ સિસ્ટમ સ્થાનિક પોલિસ તંત્રને સુપરત કરી છે.

ઓર્ડિનન્સ ફેકટરી, દેહુ રોડ, પુનાએ તા. 6 એપ્રિલ, 2020ના રોજ દેહુગાંવ ગામના શ્રમીકોને ફૂડ કીટનુ વિતરણ કર્યુ હતું.

GP/RP

*****



(Release ID: 1613257) Visitor Counter : 256