માનવ સંસાધન વિકાસ મંત્રાલય

આઈઆઈટી (બીએચયુ)ના ઇનોવેશન સેન્ટર દ્વારા કોરોનાવાયરસના ચેપથી બચવા માટે બનાવવામાં આવ્યું ‘સંપૂર્ણ શરીરને સેનીટાઇઝ કરવાનું ડિવાઈસ’

Posted On: 10 APR 2020 7:33PM by PIB Ahmedabad

આજના વૈશ્વિક પરિદ્રશ્યમાં દરેક વ્યક્તિ કોરોનાવાયરસ કોવિડ-19 વિરુદ્ધ બચાવ માટે કોઈ ને કોઈ પ્રકારની યુક્તિ લગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વર્તમાન સમયમાં તેનો એકમાત્ર બચાવ સેનિટાઈઝેશન અને સામાજિક અંતર જાળવી રાખવું એ જ છે. તેના જ પગલે આઈઆઈટી, બીએચયુ (BHU)માં આવેલ માલવિયા સેન્ટર ફોર ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ (MCIIE)ના ઇન્ક્યુબેટ શ્રી જીતુ શુક્લએ એક સાધન વિકસાવ્યું છે જેનો ઉપયોગ સંપૂર્ણ શરીરને સેનિટાઈઝ કરવા માટે કરી શકાય છે. આ સાધનને ઘર, ઓફીસ અથવા ગમે ત્યાં લગાવી શકાય તેમ છે અને તે સ્વયંસંચાલિત છે. જેવું આ સાધનની સામે કોઈ વ્યક્તિ ઉભું રહી જાય તો તેમાં લાગેલ સેન્સર પોતાની જાતે જ તે વ્યક્તિને સેનિટાઈઝ કરવા માટે 10-15 એમએલ સેનિટાઈઝરનો છંટકાવ 15 સેકન્ડ સુધી કરશે જેથી વ્યક્તિનું સંપૂર્ણ શરીર સેનિટાઈઝ થઇ જશે. આ સાધનને કોઇપણ એવા સ્થળ પર લગાવી શકાય તેમ છે જ્યાં વ્યક્તિઓનું આવન-જાવન બરાબર થતું હોય, જેથી કરીને કોઇપણ વ્યક્તિ ઓફીસ અથવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા સેનિટાઈઝ થઇને જ પ્રવેશ કરી શકે.

આ સંદર્ભમાં વધુ માહિતી આપતા માલવિયા સેન્ટર ફોર ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ (MCIIE), આઈઆઈટી, બીએચયુ (BHU)ના કોઓર્ડિનેટર પ્રૉ. પી કે મિશ્રએ જણાવ્યું છે કે આ સાધન આજની જરૂરિયાતને અનુસાર બનાવવામાં આવ્યું છે. હમે વર્તમાન સમયમાં સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ સેનિટાઈઝરનો જ ઉપયોગ કરીએ છીએ. આ સાધનથી થનારા સેનિટાઈઝેશન વડે વ્યક્તિને નુકસાન કરનારા મોટાભાગના વાયરસથી બચવું શક્ય છે. આ સેનિટાઇઝેશનના પ્રમાણ, એક્સ્પોઝર ટાઈમ અનેફ્રિકવન્સીના પ્રમાણિકરણની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જોકે આ સાધન દ્વારા સેનિટાઈઝ થઇ ગયા બાદ પણ વ્યક્તિએ માસ્ક પહેરવાની, સામાજિક અંતર જાળવી રાખવાની અને નિયમિતપણે સમય સમય પર સાબુ વડે હાથ ધોવાની જરૂર છે.

GP

****


(Release ID: 1613249) Visitor Counter : 263