નાગરિક ઉડ્ડયન મંત્રાલય

વિવિધ ખાનગી એરલાઇન્સે 2,675 ટન સ્થાનિક તબીબી માલસામાનનું પરિવહન કર્યું


180થી વધુ લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સે 1,66,000 કિમીથી વધુ અંતર કાપીને આવશ્યક તબીબી પૂરવઠાની ડિલિવરી કરી

Posted On: 10 APR 2020 5:34PM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે લાગુ કરાયેલા લૉકડાઉન દરમિયાન લાઇફલાઇન ઉડાન અંતર્ગત 180થી વધુ ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે જેમાંથી 114 ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા ચલાવવામાં આવી છે જ્યારે 58 ફ્લાઇટ્સનુ પરિચાલન ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવ્યું છે.

કુલ આવરી લેવામાં આવેલા કિલોમીટર

1,66,076 કિમી

09.04.2020ના રોજ માલસામાનનું પરિવહન

10.22 ટન

09.04.2020 સુધીમાં માલસામાનનું કુલ પરિવહન

248.02 + 10.22 = 258.24 ટન

 

સ્થાનિક કાર્ગો આપરેટર્સ: બ્લુ ડાર્ટ, સ્પાઇસજેટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરી રહ્યા છે. સ્પાઇસજેટ દ્વારા 241 કાર્ગો વિમાનો ચલાવીને 3,29,886 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 1993 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 175 સ્થાનિક કાર્ગો ફ્લાઇટ્સમાં 1401 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. બ્લુ ડાર્ટ દ્વારા 82 સ્થાનિક ઉડાન દ્વારા 79,916 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 1,270 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. ઇન્ડિગો દ્વારા 15 કાર્ગો વિમાન ઉડાવવામાં આવ્યા હતા જેમાં કુલ 12,206 કિમીનું અંતર કાપીને 4.37 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું.

પવન હંસ લિમિટેડ દ્વારા 8 એપ્રિલ 2020 સુધીમાં 5 કાર્ગો ફ્લાઇટ્સ ઉડાડીને કુલ 3561 કિમી અંતર કાપી ગુવાહાટી, અગરતલા, કિશ્વર, નવાપચી, શ્રીનગર, જમ્મુ (J&K), નાગપુર, ઔરંગાબાદમાં 1.07 ટન મહત્વપૂર્ણ તબીબી પૂરવઠો પહોંચાડવામાં આવ્યો છે.

તારીખ

એર ઇન્ડિયા

અલાયન્સ

IAF

કુલ ફ્લાઇટ્સ

09.4.2020

04

08

01

13

 

* એર ઇન્ડિયા અને ભારતીય વાયુ સેનાએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર અને અન્ય ટાપુ પ્રદેશો માટે પ્રાથમિક ધોરણે જોડાણ કર્યું છે.

પરિવહન કરવામાં આવતા માલસામાનમાં કોવિડ-19 સંબંધિત રસાયણો, એન્ઝાઇમ, તબીબી ઉપકરણો, પરીક્ષણની કીટ્સ, PPE, માસ્ક, હાથમોજાં અને HLLની અન્ય ઍક્સેસરી તેમજ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની જરૂરિયાત અનુસાર સામાન અને પોસ્ટલ પેકેટ્સ સમાવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય

9 એપ્રિલ 2020ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ શાંઘાઇથી 21.77 ટન તબીબી ઉપકરણોનો જથ્થો લાવી હતી. એર ઇન્ડિયા જરૂરિયાત અનુસાર મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો લાવવા માટે ચીનમાં ડેડીકેટેડ શિડ્યૂલ્ડ માલવાહન વિમાનોનું પરિચાલન કરશે.

સ્પાઇસજેટ દ્વારા સ્થાનિક કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન (09.4.2020ના રોજ)

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

09-04-2020

16

133.80

16,795

 

સ્પાઇસજેટ દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન (09.4.2020ના રોજ)

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

09-04-2020

5

53.77

13,316

 

બ્લુ ડાર્ટ દ્વારા માલસામાનનું પરિવહન (09.4.2020ના રોજ)

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

09-04-2020

12

195.100

12,642.65

 


(Release ID: 1613034) Visitor Counter : 179