સંસ્કૃતિ મંત્રાલય

જલિયાવાલા બાગ સ્મારક પ્રવાસીઓ માટે 15.06.2020 સુધી બંધ રાખવામાં આવશે


કોવિડ-19 સંકટના કારણે સ્મારકના જીર્ણોદ્ધારના કાર્ય પર અસર પડી રહી છે

Posted On: 10 APR 2020 2:50PM by PIB Ahmedabad

દેશ 13.4.2019 થી 13.4.2020 સુધી જલિયાવાલા બાગની શતાબ્દીની ઉજવણી કરી રહ્યો છે. વર્તમાન સમયમાં આ સ્મારકના જીર્ણોદ્ધારનું કામ કરવામાં આવી રહ્યું છે અને સ્મારકના સ્થળ પર મ્યુઝિયમ/ ગેલેરી અને સાઉન્ડ અને લાઈટ શો ગોઠવવામાં આવી રહ્યા છે. સ્મારકનું જીર્ણોદ્ધારનું કાર્ય માર્ચ 2020 સુધીમાં પૂર્ણ થઇ જવાનું હતું જેથી 13 એપ્રિલના મહત્વપૂર્ણ દિવસના રોજ તેને ખોલી શકાય અને લોકો પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકે. સ્મારકના સ્થળ પર કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું હતું. કારણ કે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દરરોજ આ સ્મારક સ્થળની મુલાકાત લેતા હોય છે તેથી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 15.2.2020 થી 12.4.2020 સુધી સ્મારકમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવશે જેથી કરીને નિશ્ચિત સમયમર્યાદામાં ચાલી રહેલું સમારકામ પૂરું કરી શકાય. આમ છતાં કોવિડ-19 સંકટના કારણે ઉપરોક્ત કાર્યને અસર પહોંચી છે. આથી હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ સ્મારકને પ્રવાસીઓ માટે 15.6.2020 સુધી બંધ રાખવામાં આવશે.

GP/RP


(Release ID: 1612993) Visitor Counter : 215