સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

કોવિડ-19 સાથે સંબંધિત તબીબી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં સંકળાયેલા એમએસએમઈને પ્રાથમિકતાનાં ધોરણે સુવિધા આપવી જોઈએ – શ્રી નીતિન ગડકરી

Posted On: 09 APR 2020 9:07PM by PIB Ahmedabad

કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસ (એમએસએમઈ) મંત્રી શ્રી નીતિન ગડકરીએ કોવિડ 19 રોગચાળાની અસરના સંદર્ભમાં સરકારી તંત્રની તૈયારીની સ્થિતિની સમીક્ષા કરવા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આ બેઠકમાં રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય એમએસએમઈ મંત્રી શ્રી પ્રતાપ ચંદ્ર સારંગી, સચિવ ડો. અરુણ કુમાર પાંડા, કેવીઆઇસીના ચેરમેન શ્રી વી કે સક્સેના, એસએસએન્ડડીસી શ્રી રામ મોહન મિશ્રા અને મંત્રાલયના અન્ય અધિકારીઓ સાથે દેશભરમાં કાર્યરત વિવિધ ફિલ્ડ ઓફિસના અધિકારીઓ જોડાયા હતા. અઢી કલાકથી વધારે ચાલેલી આ બેઠકમાં મંત્રીએ રોગચાળાની પૃષ્ઠભૂમિમાં હાથ ધરવામાં આવેલા પગલાની સમીક્ષા કરી હતી. કોવિડ-19 રોગચાળાથી એમએસએમઈ ક્ષેત્રને મરણતોલ ફટકો પડ્યો છે. અત્યાર સુધી નાણાં મંત્રાલય અને આરબીઆઈએ જાહેર કરેલા પગલાંની પણ ચર્ચા એમએસએમઈ મંત્રાલય દ્વારા લેવાયેલા પગલાં સાથે થઈ હતી. આ તમામ પગલાંનો આશય એમએસએમઈ ક્ષેત્ર પર કોવિડ 19ની અસરન લઘુતમ કરવાનો છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, દેશને એકસાથે બે મોરચે લડવાની જરૂર છે. એક, કોવિડ રોગચાળા સામે અને બીજી, અર્થતંત્રનાં મોરચે. જ્યારે ગડકરીએ મંત્રાલયના અધિકારીઓ અને પ્રાદેશિક સ્તરીય રચનાઓની પ્રશંસા કરી હતી, ત્યારે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને પીપીઇ પર સૂચિત સાવચેતીના તમામ પગલાનું પાલન કરવું પડશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, કોવિડ 19ને કારણે વેન્ટિલેટર, પીપીઈ કિટ, માસ્ક અને સેનિટાઇઝર જેવી તબીબી સામગ્રીની માગ છેલ્લાં એક મહિનામાં એકાએક વધી છે અને એમએસએમઈ આ ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારીને આ ગેપને ભરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા એમએસએમઈ ઉદ્યોગોએ પ્રાથમિકતાના ધોરણે તબીબી સામગ્રીઓનું ઉત્પાદન વધારવું જોઈએ. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, મંત્રાલયની વિવિધ યોજનાઓ અંતર્ગત 2019-20 દરમિયાન એના ફંડનો વાસ્તવિક દ્રષ્ટિએ ઉપયોગ સૌથી વધુ કરી શકશે. તેમણે ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રાલય (કેવીઆઇસી), રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ (એનએસઆઇસી), કોઇર બોર્ડ, ટેકનોલોજી સેન્ટર્સ (ટીસી) અને વિકાસ સંસ્થાઓ જેવી મંત્રાલયની અન્ય સંસ્થાઓ દ્વારા લેવાયેલા પગલાઓની સમીક્ષા પણ કરી હતી.

મંત્રીને લોકડાઉન હોવા છતાં દેશમાં વિવિધ સ્થળો પર ફૂડ પેકેટના વિતરણમાં સંકળાયેલી મંત્રાલયની તમામ સંસ્થાઓની જાણકારી આપવામાં આવી હતી. કેવીઆઇસીએ આર્ટિસન વેલ્ફેર ફંડ (એડબલ્યુએફ) ટ્રસ્ટમાં નોંધણી થયેલા દરેક કામદારને દર મહિને રૂ. 1000 આપવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત ખાદી સંસ્થાઓએ ત્રણ હપ્તામાં કામદારોના બેંક ખાતાઓમાં એડબલ્યુએફ પ્રદાન આપવાની સૂચના આપી છે. કોઇર બોર્ડ અને ઉદ્યોગે પીએમ કેર્સ રીલિફ ફંડ માટે રૂ. 8 લાખનું યોગદાન આપ્યું છે. એનએસઆઇસીએ લાયકાત ધરાવતી એમએસએમઈ માટે બાકી નીકળતી પુનઃચૂકવણી માટે 03 મહિનાનું મોરેટોરિયમ, જેમણે 01/03/2020 અગાઉ બીજી સામે આરએમએનો લાભ લીધો છે, 01/03/2020થી 30/06/2020 વચ્ચે એક્સપાયર થતા એસપીઆરએસ એનલિસ્ટમેન્ટ સર્ટિફિકેટની વેલિડિટીને જાળવવા, એમએસએમઈ માર્ટ વગેરેમાં વાર્ષિક મેમ્બરશિપ પર 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફરને એક્ષ્ટેન્શન જેવા પ્રોત્સાહન આપ્યા છે. એનએસઆઇસીએ એવું પણ જણાવ્યું હતું કે, સંસ્થાએ એના સીએસઆર ફંડમાંથી પીએમ કેર્સ ફંડમાં રૂ. 100 લાખનું પ્રદાન કર્યું છે અને એનએસઆઇસીના કર્મચારીઓના એક દિવસના પગારમાંથી વધુ રૂ. 15 લાખનું પ્રદાન કર્યું છે.

એમએસએમઈ ટેકનોલોજી સેન્ટર્સ (ટીસી) વતી એવી જાણકારી આપવામાં આવી હતી કે, આ ટેકનોલોજી સેન્ટરો સેનિટાઇઝર, માસ્ક, ગાઉન, ફેસ શીલ્ડ અને હોસ્પિટલ ફર્નિચરના ઉત્પાદનમાં સંકળાયેલા હતા. ટીસીએ ઇન હાઉ ઉત્પાદન વધારવાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી અને આ ચીજવસ્તુઓનાં ઉત્પાદનમાં એમએસએમઈને સહાય પણ કરી હતી. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ચીજવસ્તુઓની મોટા પાયે જરૂરિયાતો હોવાથી અતિ ઝડપથી એનું ઉત્પાદન કરવું પડશે. મંત્રીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે, ટીસીએ વેન્ટિલેટર્સ અને કોરોના ટેસ્ટિંગ કિટના ઉત્પાદન માટે કુશળતા ધરાવતી અને માન્યતાપ્રાપ્ત ટેકનોલોજી ધરાવતી સંસ્થાઓ અને નિષ્ણાતો સાથે જોડાણ કરવું પડશે તથા તબીબી ધારાધોરણોને અનુરૂપ મોટા પાયે ઉત્પાદન કરવું પડશે. તેમણે એ જાણકારીની પ્રશંસા કરી હતી કે, ટીસીએ શ્રમિકો માટે આશ્રયસ્થાનો તરીકે ઉપયોગ કરવા આ સુવિધાઓ, પોલીસ માટે હોસ્ટેલો અને આઇસોલેશન સેન્ટર તરીકે પણ આ સુવિધાઓ ખોલી હતી. અતિ ઓછા કાયમી સ્ટાફ સાથે કાર્યરત હોવા છતાં ટીસીએ પીએમ કેર્સ ફંડમાં તમામ કર્મચારીઓનાં એક દિવસનાં કુલ રૂ. 22 લાખનાં પગારનું દાન કર્યું હતું.

છેલ્લે, મંત્રીએ અધિકારીઓને ત્રીજા પક્ષ દ્વારા સ્વતંત્ર મૂલ્યાંકન કર્યા પછી એમએસએમઈની યોજનાઓમાં સુધારાવધારા કરીને અને એનો વ્યાપ વધારીને શક્ય તમામ સહાય પૂરી પાડવા વિનંતી કરી હતી. તેમણે અધિકારીઓને એમએસએમઈ માટે સંકલિત રાહત માટે તમામ ભાગીદારો સાથે સંપર્કમાં રહેવાની વિનંતી પણ કરી હતી.

RP

 

******



(Release ID: 1612844) Visitor Counter : 201