આદિવાસી બાબતોનું મંત્રાલય

ટ્રાઇબલ ગેધરર્સ તેમનું કામ સલામતી સાથે કરે એ સુનિશ્ચિત કરવા યુનિસેફ અને ડબલ્યુએચઓ સાથે જોડાણમાં ટ્રાઇફેડે એસએચજી માટે વેબિનાર દ્વારા ડિજિટલ અભિયાન શરૂ કર્યું


આ અભિયાન દ્વારા 50 લાખ ટ્રાઇબલ ગેધરર્સ સુધી પહોંચવામાં આવશે

Posted On: 09 APR 2020 8:05PM by PIB Ahmedabad

ટ્રાઇફેડે આજે ટ્રાઇબલ ગેધરર્સ તેમની કામગીરી સલામત રીતે કરી શકે એ સુનિશ્ચિત કરવા કોવિડ-19 પ્રતિભાવ અને મુખ્ય નિવારણાત્મક પગલાં પર મૂળભૂત કામગીરી હાથ ધરવા એના તાલીમાર્થીઓ અને સ્વયંસહાય જૂથો (એસએચજી)ને વેબનાર મારફતે વર્ચ્યુઅલ ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી હતી. એનો ઉદ્દેશ 18,000થી વધારે સહભાગીઓ સુધી પહોંચવાનો અને તમામ 27 રાજ્યોમાં જનજાતિ વિસ્તારોને આવરી લેવાનો છે. ટ્રાઇબલ ગેધરર્સ સલામતી સાથે કામ કરી શકે એ સુનિશ્ચિત કરવા ટ્રાઇફેડે આ કામમાં સંકળાયેલા સ્વયંસહાય જૂથો (એસએચજી) માટે ડિજિટલ અભિયાનને પ્રોત્સાહન આપવા ડિજિટલ સંચાર વ્યૂહરચના વિકસાવવા માટે યુનિસેફ અને ડબલ્યુએચઓ સાથે જોડાણ કર્યું છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના મહત્ત્વ વિશે જાણકારી આપે છે.

સહભાગીઓને સંબોધન કરતા ટ્રાઇફેડના એમડી શ્રી પ્રવીર ક્રિષ્નાએ કહ્યું હતું કે, કોવિડ-19 રોગચાળા દરમિયાન ટ્રાઇબલ ગેધરર્સની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે એ સુનિશ્ચિત કર્યું છે કે, ટ્રાઇબલ ગેધરર્સ આદિવાસી ઉત્પાદનોની સલામતી સાથે ખરીદીનું કાર્ય કરે. આ ડિજિટલ અભિયાનનો ઉદ્દેશ 50 લાખ આદિવાસીઓ સુધી પહોંચવાનો છે, જેથી તેમની સલામતી સુનિશ્ચિત થાય. અત્યારે ઘણા વિસ્તારોમાં માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ (એમએફપી)/નોન ટિમ્બર પ્રોડ્યુસ (એનટીએફપી)નાં કલેક્શન અને લણણી માટે પીક સિઝન છે. તેમની સલામતી પ્રદાન કરવા અને તેમની આજીવિકા સુનિશ્ચિત કરીને આદિવાસીઓના સ્વાસ્થ્યની સલામતી અને તેમનું અર્થતંત્ર જાળવવા ચોક્કસ નીતિગત પગલાં લેવાની જરૂર છે.

યુનિસેફ ડિજિટલ મલ્ટિમીડિયા કન્ટેન્ટ સ્વરૂપે એસએચજી સેન્ટરને જરૂરી ટેકો આપે છે, વર્ચ્યુલ તાલીમ માટે વેબનારો (કોવિડ રિસ્પોન્સ પર મૂળભૂત કામગીરી, મુખ્ય નિવારણાત્મક વર્તણૂંક), સોશિયલ મીડિયા અભિયાનો (સોશિયલ ડિસ્ટન્સિંગ, હોમ ક્વારેન્ટાઇન વગેરે પર) અને વન્ય રેડિયો સ્વરૂપે એસએચજી કેન્દ્રોને જરૂરી ટેકો આપે છે. ઉપરાંત ટ્રાઇફેડ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની #iStandWithHumanity પહેલ સુધી પહોંચ્યું છે, જે આદિવાસી સમુદાયના અસ્તિત્વ માટે અતિ જરૂરી ભોજન અને રાશન પ્રદાન કરવામાં આદિવાસી પરિવારોને સાથસહકાર આપે છે.

કુલ 1205 વન ધન વિકાસ કેન્દ્રો (વીડીવીકે)ને 27 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં મંજૂરી આપવામાં આવી છે, જેમાં આશરે 18,075 વન ધન સેલ્ફ હેલ્ફ ગ્રૂપ સંકળાયેલા છે. એમાં યોજનામાં 3.6 લાખથી વધારે આદિવાસીઓ સંકળાયેલા છે. 15,000 એસએચજી સાથે શરૂ કરીને આ એસએચજીને ડિજિટલ તાલીમ કાર્યક્રમ દ્વારા વન ધન સોશિયલ ડિસ્ટન્સિંગ અવેરનેસ કમ લાઇવ્લિહૂડ સેન્ટર્સ તરીકે પ્રોત્સાહન આપવામાં આવશે. એસએચજી સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે સમુદાય વચ્ચે જાગૃતિ લાવશે અને પગલાંઓને અનુસરશે. કોવિડ-19 દરમિયાન એનટીએફપી સાથે સંબંધિત શું કરવું અને શું ન કરવું એની સલાહ ધ્યાનમાં લેવાની છે, જે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટેની સૂચિત પ્રેક્ટિસ પૂરી પાડે છે, કેશલેસ પ્રેક્ટિસ અપનાવે છે તથા અન્ય વહેંચવામાં આવશે.

RP

*****


(Release ID: 1612765) Visitor Counter : 207