વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડ-19 સામેની લડાઇમાં DSTએ SINE, IIT બોમ્બે રેપિડ રિસ્પોન્સ સેન્ટરની સ્થાપના કરી

Posted On: 03 APR 2020 5:35PM by PIB Ahmedabad

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે કોવિડ-19 વૈશ્વિક મહામારી સામે લડવા માટે તાત્કાલિક પ્રતિક્રિયા હાથ ધરવા માટે રૂ. 56 કરોડના ખર્ચે સેન્ટર ફોર ઓગમેન્ટિંગ વોર વિથ કોવિડ-19 (CAWACH)ની સ્થાપના માટે મંજૂરી આપી છે. આ કેન્દ્રો કોવિડ-19ના પડકારોનો સામનો કરવા સંબંધિત નવીન શોધખોળો અને સ્ટાર્ટ-અપ્સની ઓળખ, મૂલ્યાંકન અને સહાયતા કરશે. DST દ્વારા સમર્થિત IIT બોમ્બે ખાતે ટેકનોલોજી વ્યવસાય પ્રવર્ધન કેન્દ્ર- સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ આંત્રપ્યોનોરશિપ (SINE) CAWACHનો અમલ કરનારી સંસ્થા રહેશે.

સમગ્ર વિશ્વના દેશોની કમર તોડી નાખનાર વૈશ્વિક મહામારી તરીકે કોવિડ-19ની ખતરનાક અસરોને ધ્યાનમાં રાખીને લોકોના જીવનને બચાવવા સંક્રમણ શોધવા, તેની સારવાર અને તેમાં ઘટાડો કરવા તાત્કાલિક કામગીરી અને અદ્યતન પ્રતિભાવો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ કટોકટીનો સામનો કરવા ભારતના પ્રયત્નોને ઝડપી બનાવવા DST અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે.

એક તરફ જ્યારે સમગ્ર રાષ્ટ્ર આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે સંશોધન સંસ્થાઓ અને લેબોરેટરી ખાતે મહામારીનો સામનો કરવા માટે વિવિધ ઉપાયો હાથ ધરવામાં આવી રહ્યાં છે. કોવિડ-19નો રોગચાળો ફેલાતો અટકાવવા માટે હાથ ધરવામાં આવતા પ્રયત્નોમાં વધારો કરવા અને વિવિધ સ્વરૂપોમાં સ્રોતોનો ઉપયોગ કરવા કેન્દ્ર અને રાજ્ય એમ બન્ને સ્તરોએ સરકારો દ્વારા તાત્કાલિક પગલાંઓ હાથ ધરવામાં આવી રહ્યાં છે.

DSTના વેન્ટિલેટર, નિદાનાત્મક, ઉપચારાત્મક, માહિતી સંબંધિત અને કોવિડ-19ના નિયંત્રણ અને નિરાકરણ માટે અન્ય હસ્તક્ષેપો હાથ ધરવા સમગ્રલક્ષી ઉપાયો ઉપલબ્ધ કરી તથા નવીન શોધખોળોમાં વધારો કરીને આ દિશામાં સંશોધન અને વિકાસ પહેલોને સહાયતા કરવા પ્રયત્નો હાથ ધરવા તે સમયની માંગ છે.

સ્ટાર્ટ-અપ્સને વ્યાવસાયિક પ્રક્રિયા અને સફરને ઝડપથી આગળ વધારવા માટે વિવિધ તબક્કે સહાયતા પૂરી પાડવામાં આવશે અને સમગ્ર ભૌગોલિક ક્ષેત્રોમાં તેનો વ્યાપ વધારવામાં આવશે, જેના કારણે લાંબા ગાળે નોંધપાત્ર પ્રભાવ ઊભો કરી શકાશે.

CAWACHની કામગીરી આગામી 6 મહિનાની અંદર બજારમાં ઉતરવા માંગતા નવીન સંશોધનોને જરૂરી નાણાકીય સહાયતા અને જરૂરી ભંડોળ ઉપલબ્ધ કરાવીને સંભવિત સ્ટાર્ટ-અપ્સને સમયસર સહાયતા પહોંચાડવાની છે.

CAWACH 50 નવીન સંશોધન અને સ્ટાર્ટ-અપ્સની ઓળખ કરશે જે કોવિડ-19ના નિયંત્રણ માટ નવીન, ઓછા ખર્ચાળ, સલામત અને અસરકારક વેન્ટિલેટર, શ્વાસોશ્વાસ સંબંધિત સાધનો, રક્ષણાત્મક ઉપકરણો, સેનિટાઇઝર માટે નવીન ઉપાયો, ચેપવિરોધી ચીજ-વસ્તુઓ, નિદાન અને ઉપચારના સાધનો, માહિતીના આદાન-પ્રદાનના ક્ષેત્રમાં કામગીરી કરી રહ્યાં છે.

તે કોવિડ-19ના ઉપાયોની પ્રાથમિકતા ધરાવતા ઓળખવામાં આવેલા વિસ્તારોમાં આ પેદાશો અને ઉપાયોના પરીક્ષણ, તપાસ અને બજાર વિસ્તારણ માટે સમગ્ર ભારતના નેટવર્કની ઉપલબ્ધતા પૂરી પાડશે. આ કોવિડ-19ના કારણે ગંભીર પ્રભાવોનો સામનો કરી રહેલા દેશને વિવિધ પડકારોનો સામનો કરવામાં મદદ કરશે.

આ અંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રોફેસર આસુતોષ શર્માએ જણાવ્યું હતું કે, "DSTનો CAWACH કાર્યક્રમ કોવિડ-19ના બહુવિધ પડકારોનો ઝડપી સામનો કરવા આપણાં ટેકનિકલ સંવર્ધન કેન્દ્રો અને સ્ટાર્ટ-અપ્સની યુવા ઉર્જા, બૌદ્ધિકતા અને અસામાન્ય સંશોધન ક્ષમતાનો ભરપૂર લાભ ઉઠાવવા ઉપર કેન્દ્રિત થયેલો છે. તેમાં શ્વસનતંત્રીય સહાયક સાધનો, ચેપ વિરોધી વ્યવસ્થાઓ, સંરક્ષણાત્મક ઉપકરણો અને કપડાં, માહિતી અને દેખરેખ સહાયતા, નિદાન અને અન્ય સંખ્યાબંધ સાધનસામગ્રી, ઉપકરણો અને ઉપાયોનો સમાવેશ કરે છે."

DST રાષ્ટ્રીય જરૂરિયાત અને આરોગ્ય કટોકટીના આ ગંભીર કટોકટીના સમયમાં અત્યંત પ્રતિબદ્ધ સંસ્થાઓ, સંશોધકો, નિષ્ણાતો, ઉછેરકેન્દ્રો, નવીન સર્જકો અને સ્ટાર્ટ-અપ્સના તેના વ્યાપક નેટવર્કનું નેતૃત્વ કરવા અને તેમના પ્રયત્નોને આગળ વધારવા કામગીરી કરી રહી છે.

{વધુ માહિતી માટે, કૃપા કરીને સંપર્ક કરોઃ

TBI સંપર્કઃ શ્રી પોયની ભટ્ટ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર

સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ  (SINE)

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી બોમ્બે (IIT બોમ્બે)

ફોનઃ +91 22 25767072

ઇમેલઃ poyni.bhatt@sineiitb.org

www.sineiitb.org

DST સંપર્કઃ ડૉ. અનિતા ગુપ્તા, સાયન્ટિસ્ટ-જી

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ

મોબાઇલઃ +91-9811828996

ઇમેલ: anigupta[at]nic[dot]in }



(Release ID: 1612554) Visitor Counter : 227