આદિવાસી બાબતોનું મંત્રાલય

કામના સ્થળે આદિજાતિ સમૂહોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સ્વ-સહાય સમૂહો માટે TRIFED દ્વારા UNICEFના સહયોગથી ડિજિટલ ઝુંબેશ શરૂ કરાશે


આ ઝુંબેશના પ્રચાર માટે આવતીકાલે વેબિનાર યોજાશે

Posted On: 08 APR 2020 7:20PM by PIB Ahmedabad

આદિજાતિ સમૂહોને તેમના કાર્યસ્થળે સલામતી સુનિશ્ચિત કરવા માટે TRIFED દ્વારા UNICEFના સહયોગથી એક ડિજિટલ કમ્યુનિકેશન વ્યૂહરચનાનું નિર્માણ કરવામાં આવશે જેથી આવા કાર્યોમાં સંકળાયેલા સ્વ-સહાય સમૂહોમાં ડિજિટલ ઝુંબેશનો આરંભ થઇ શકે. ઝુંબેશમાં સામાજિક અંતરના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવશે. ડિજિટલ મીડિયા સામગ્રી, વર્ચ્યુઅલ તાલીમ માટે વેબિનાર (કોવિડ અંગે પ્રતિક્રિયા માટે પાયાની માહિતી, મુખ્ય સુરક્ષાત્મક આચરણ પર વીડિયો આધારિત સેમિનાર), સોશિયલ મીડિયા ઝુંબેશ (સામાજિક અંતર, હોમ ક્વૉરેન્ટાઇન વગેરે માટે) અને વન્ય રેડિયોના રૂપમાં SHG કેન્દ્રોમાં પ્રચાર સામગ્રીનો પ્રસાર કરવા માટે UNICEF દ્વારા જરૂરી સહાય આપવામાં આવશે. વધુમાં, TRIFED દ્વારા આદિજાતિ સમુદાયને ટકાવી રાખવા માટે સૌથી જરૂરી અન્ન અને રેશન પૂરું પાડવા માટે આદિજાતિ પરિવારો પર વિશેષ ધ્યાન આપીને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની #iStandWithHumanity નો પહેલનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

ઝુંબેશના પ્રચાર માટે આવતીકાલે એટલે કે 09 એપ્રિલ 2020ના રોજ એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ 27 રાજ્યોમાં આદિજાતિ પ્રદેશો આવરી લેવાનું અને 18,000થી વધુ સહભાગીઓ સુધી પહોંચવાનું તેમાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

27 રાજ્યોને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં 1205 વન ધન વિકાસ કેન્દ્રો (VDVK)ને મંજૂરી આપવામાં આવી છે જેમાં અંદાજે 18,075 વન ધન સ્વ સહાય સમૂહોને સમાવી લેવામાં આવ્યા છે. યોજનામાં 3.6 લાખથી વધુ આદિજાતિ સમૂહોને સમાવી લેવામાં આવ્યા છે. શરૂઆતમાં, ડિજિટલ તાલીમ કાર્યક્રમ દ્વારા 15000 SHG ને વન ધન સામાજિક અંતર જાગૃતિ અને આજીવિકા કેન્દ્રો તરીકે પ્રોત્સાહિત કરવામાં આવશે. SHG સમુદાયોમાં સામાજિક અંતર અંગે જાગૃતિ ફેલાવશે અને તેના માટે કયા પગલાં અનુસારવા તેની માહિતી આપશે. કોવિડ-19 દરમિયાન NTFP સંબંધિત “આટલું કરો અને “આટલું કરો માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખવી, વ્યક્તિગત સ્વચ્છતા, કૅશલેસ વ્યવહારની પદ્ધતિ અપનાવવી વગેરે સૂચનો આપવામાં આવશે.

RP

*****


(Release ID: 1612394) Visitor Counter : 177