માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કોરોના તેમજ ભવિષ્યના પડકારો સામે લડવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ‘સમાધાન’ ચેલેન્જની શરૂઆત કરી


‘સમાધાન’ ચેલેન્જ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે 14 એપ્રિલ

प्रविष्टि तिथि: 07 APR 2020 5:41PM by PIB Ahmedabad

વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓમાં નવી શોધ કરવાની ક્ષમતાને ઓળખવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ઇનોવેશન સેલ અને અખિલ ભારતીય ટેક્નિકલ શિક્ષા પરિષદે ફોર્જ અને ઇનોવેશન ક્યુરીસની સાથે મળીને એક મેગા ઓનલાઈન ચેલેન્જ – ‘સમાધાન’ની શરૂઆત કરી છે.

આ ચેલેન્જમાં ભાગ લેનારા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ એવા ઉકેલોની શોધ કરશે કે જેના દ્વારા સરકારી એજન્સીઓ, સ્વાસ્થ્ય સેવાઓ, દવાખાનાઓ અને અન્ય સેવાઓને આ સમયે આવેલા પડકારોનું તાત્કાલિક સમાધાન ઉપલબ્ધ કરાવી શકાય. આ સિવાય આ ‘સમાધાન’ ચેલેન્જ દ્વારા નાગરિકોને જાગૃત બનાવવાનું, કોઇપણ પડકારનો સામનો કરવા માટે પ્રેરિત કરવાનું, કોઇપણ સંકટને રોકવા માટેનું અને લોકોને આજીવિકા અપાવવામાં સહાયતા કરવાનું કામ પણ કરવામાં આવશે.

‘સમાધાન’ ચેલેન્જ અંતર્ગત વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને ફેકલ્ટીના લોકો નવા પ્રયોગો અને નવા સંશોધન કરવા માટે પ્રેરિત થશે અને તેમને પ્રયોગ અથવા સંશોધનનું પરીક્ષણ કરવા તરફ દોરી જવા માટે એક મજબૂત મંચ પૂરું પાડવામાં આવશે. આ કાર્યક્રમની સફળતા એ બાબત પર નિર્ભર કરે છે કે તેમાં ભાગ લેનારા સ્પર્ધકોના વિચારો કેટલા પ્રભાવશાળી છે કે જે ટેક્નિકલ અને વ્યવસાયિક રૂપે એવા ઉકેલો શોધી કાઢે કે જે કોરોના વાયરસ જેવા રોગચાળા સામે લડવામાં મદદ કરે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી 7 એપ્રિલ 2020થી લેવામાં આવશે. અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 14 એપ્રિલ 2020 છે. આ સ્પર્ધામાં આગળ જનારા પ્રતિસ્પર્ધકોના નામ પસંદ કરાયા બાદ 17 એપ્રિલ 2020ના રોજ જાહેર કરવામાં આવશે અને આ સ્પર્ધકોએ પોતાની એન્ટ્રીઓ 18-23 એપ્રિલ 2020ની વચ્ચે જમા કરાવવાની રહેશે. છેલ્લીયાદી 24 એપ્રિલ 2020ના રોજ જાહેર કરવામાં આવશે. ત્યાર પછી 25 એપ્રિલ 202૦ના રોજ ગ્રાન્ડ ઓનલાઈન જ્યુરી વિજેતાઓ અંગેનોપોતાનો અંતિમ નિર્ણય જાહેર કરશે.

RP

*******


(रिलीज़ आईडी: 1612080) आगंतुक पटल : 364
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam