આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

સ્માર્ટ સિટીમાં શહેરી વહીવટીતંત્ર અને તબીબી કર્મીના સહયોગથી કોવિડ-19નો સામનો કરવા માટેના સમન્વિત પ્રયાસો હાથ ધરાયા

Posted On: 07 APR 2020 1:57PM by PIB Ahmedabad

સ્માર્ટ સિટીઓ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ અને શહેરી વહીવટીતંત્ર સાથે કોવિડ-19ના શંકાસ્પદ કેસો પર નજર રાખવા સહિયારા પ્રયાસો સુનિશ્ચિત કરી રહ્યાં છે. સ્માર્ટ માળખાગત સુવિધાઓનો ઉપયોગ કરીને શહેરોએ હીટ મેપ્સનો ઉપયોગ કરીને પ્રીડિક્ટિવ એનાલીટિક્સ વિકસાવ્યું છે અને મૂવમેન્ટ પર નજર રાખવા કામ પગલાં લીધા છે (જીયો-ફેન્સિંગનો ઉપયોગ કરીને) તેમજ શંકાસ્પદ કેસોના આરોગ્યની નિયમિત સમયાંતરે સ્થિતિ અંગે જાણકારી મેળવે છે.

જ્યારે કોવિડ-19 રોગચાળા સામે લડવા મુખ્ય પગલાઓ પૈકીનું એક પગલું સોશિયલ ડિસ્ટન્સિંગ છે, ત્યારે કાર્યદક્ષ સંચાર દ્વારા નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી તરીકે ટેલીમેડિસિન બહાર આવી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ સિટીઝ નાગરિકોને ઓનલાઇન મેડિકલ કન્સલ્ટેશન સુવિધાઓ પૂરી પાડવા શહેરમાં મેડિકલ પ્રેક્ટિશનરો (સર્ટિફાઇડ ડૉક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો) સાથે જોડે છે. નીતિ આયોગ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ સાથે જોડાણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ)એ જાહેર કરેલી માર્ગદર્શિકા લોકડાઉનના સમયગાળા દરમિયાન તબીબી સેવાઓની રિમોટ ડિલિવરીની સુવિધા આપે છે. આ માર્ગદર્શિકા ડૉક્ટરોને ટેલીફોન પર, ટેક્સ્ચ્યુઅલ કે વીડિયો કન્વર્સેશન – ચેટ, ઇમેજ, મેસેજિંગ, ઇમેલ, ફેક્સ અને અન્ય દ્વારા પ્રીસ્ક્રિપ્શન લખવાની સુવિધા આપે છે. એટલે નાગરિકો સર્ટિફાઇડ મેડિકલ પ્રેક્ટિશનર્સ સાથે સંપર્ક કરી શકે છે, જે માટે એમના ઘરે જવાની જરૂર નથી. આ રીતે કોવિડ-19ના પ્રસારનું જોખમ ઘટે છે.

સ્માર્ટ સિટીઓની કેટલીક મહત્ત્વપૂર્ણ પહેલો નીચે મુજબ છે.

મધ્યપ્રદેશ:

ભોપાલમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (આઇસીસીસી)નો ઉપયોગ નાગરિકો માટે હેલ્પલાઇન અને ટેલી-કાઉન્સેલિંગ સેન્ટર તરીકે થાય છે. 104 સાથે સંકલિત આઇસીસીસીના ટોલ ફ્રી નંબરો પ્રકાશિત કરવામાં આવ્યાં છે. આઇસીસીસીના સ્ટેશન ઓપરેટર્સ કોલ લેવા માટે તાલીમબદ્ધ છે. કોઈ પણ સ્થિતિમાં સહાય કરવા જુદી જુદી શિફ્ટમાં આઇસીસીસીમાં મેડિકલ ઓફિસરોને ગોઠવવામાં આવ્યાં છે.

ઉજ્જૈન આઇસીસીસીમાં બે ડૉક્ટરને 24 કલાક માટે સેન્ટરમાં ફરજ પર રાખવામાં આવ્યાં છે, જેઓ નાગરિકોને વીડિયો કોન્ફરન્સિંગ/ટેલીફોન કોલ પર મદદ કરે છે તથા ચિહ્નો પર આધારિત ઉચિત સલાહ આપે છે. 40 મેડિકલ મોબાઇલ યુનિટ (એમએમયુ) કાર્યરત કરવામાં આવ્યાં છે, જે ડૉક્ટરોના પ્રીસ્ક્રિપ્શનને આધારે લોકોને દવાઓ આપે છે.

જબલપુરમાં ડેડિકેટેડ રેપિડ રિસ્પોન્સ ટીમ (આરઆરટી) અને મોબાઇલ એક્શન યુનિટ (એમએયુ) વોર્ડ-વાઇસ કાર્યરત છે, જેઓ આઇસીસીસીમાં કાર્યરત અધિકારીઓ સાથે સ્ક્રીનિંગ, એમ્બ્યુલન્સ, ક્વૉરન્ટાઇન વગેરે સાથે સંબંધિત સંકલનમાં કામ કરે છે. આઇસીસીસીમાં મેડિકલ ટીમ હેલ્પલાઇન દ્વારા નાગરિકોને કોઈ પણ તાત્કાલિક તબીબી સહાય કરે છે. નાગરિકોને ટેલીમેડિસિન અને વીડિયો કન્સલ્ટેશન માટે +917222967605 વ્હોટ્સએપ વીડિયો કોલ સેવા શરૂ કરવામાં આવી છે. તમામ ઓપરેટર્સને ક્વૉરન્ટાઇન નાગરિકો, તાજેતરમાં વિદેશમાંથી આવેલા પેસેન્જર્સ પર નજર રાખવા રોજિંદી કામગીરી સુપરત કરવામાં આવે છે તથા કોવિડ-19 સાથે સંબંધિત સામાન્ય પ્રશ્રોનું સમાધાન કરે છે.

ગ્વાલિયરમાં પણ 24X7 કાઉન્સેલિંગ હેલ્પડેસ્ક આઇસીસીસીમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. પ્રાથમિક સ્તરે નાગરિકોના પ્રશ્રોનું સમાધાન તાલીમબદ્ધ વ્યવસાયિકો કરે છે અને પછી આ કોલને નિયુક્ત ડૉક્ટર સાથે જોડવામાં આવે છે. આ કાઉન્સેલિંગ પ્રક્રિયાથી નાગરિકો/કોલર્સ વચ્ચે ગભરાટમાં ઘટાડો થયો છે. શંકાસ્પદ નાગરિકોને ડૉક્ટરની સલાહ લેવા પ્રેરિત કરવામાં આવ્યાં છે.

સતના અને સાગરમાં આઇસીસીસીમાં ડૉક્ટર વીડિયો કોન્ફરન્સ/ટેલીફોન કોલ દ્વારા નાગરિકોને ચિહ્નો પર આધારિત ઉચિત સલાહ આપી રહ્યાં છે.

ઉત્તરપ્રદેશ:

કાનપુર સ્માર્ટ સિટી આઇસીસીસીમાંથી હેલ્થ સેવાઓ પર નજર રાખે છે. શહેરી વહીવટીતંત્ર દ્વારા શરૂ થયેલી વીડિયો કોન્ફરન્સ દ્વારા ટેલીમેડિસિન ઓફર થઈ છે. નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા 8429525801 નંબર પર વીડિયો કોલ કરવાની વિનંતી કરવામાં આવી છે.

અલીગઢમાં ડૉક્ટરોને અલીગઢ સ્માર્ટ સિટી ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (આઇસીસીસી)માં સવારે 11.00થી બપોરનાં 2.00 સુધી અને સાંજના 5.00થી રાતનાં 8.00 સુધી તૈનાયત કરવામાં આવ્યાં છે, જે ડેડિકેટેડ વ્હોટ્સએપ નંબર દ્વારા નાગરિકોને ટેલીમેડિસિન અને વીડિયો કોન્ફરન્સ સુવિધા માટે સક્ષમ બનાવે છે.

વારાણસીમાં ડૉક્ટરો વીડિયો કોન્ફરન્સ દ્વારા તબીબી સેવા આપે છે.

મહારાષ્ટ્ર:

નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને કફ, તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલી ધરાવતા અને ચિહ્નો ધરાવતા નાગરિકોના લાભ માટે કોરોના વાયરસ એપ્લિકેશન લોંચ કરી છે. નાગરિકોને આ એપ્લિકેશન પર તેમના ચિહ્નો વિશે જાણકારી આપવાની છે અને એને સબમિટ કરવાની છે. પછી મોબાઇલ એપ્લિકેશન ચિહ્નો કોરોના વાયરસ સાથે સંબંધિત છે કે નહીં એ જણાવશે. જો ચિહ્નો કોરોના વાયરસ સાથે સંબંધિત હોવાનું જણાશે, તો મોબાઇલ એપ્લિકેશન વધારે નજર રાખવા અને કામગીરી કરવા એનએમસીના ડૉક્ટરોની ટીમને માહિતી આપશે.

કર્ણાટક:

મેંગાલુરુમાં 1077 નંબર હેલ્પલાઇન સાથે ડેડિકેટેડ કોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જે સેલ્ફ-ક્વૉરન્ટાઇન હેઠળ નાગરિકોને ટેલીમેડિસિન સુવિધા તરીકે સલાહ આપે છે અને તેમના પર નજર રાખે છે. મેંગાલુરુ કોર્પોરેશનમાંથી સમર્પિત વ્યાવસાયિકો, પોલીસ અને ડૉક્ટર કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (સીસીસી)માં ઉપલબ્ધ છે, જેઓ નાગરિકોનાં કોલ લે છે અને ઉચિત માહિતી આપે છે.

તમિલનાડુ:

ચેન્નાઈમાં આઇસીસીસીમાં 25 ડૉક્ટરો સંકળાયેલા છે, જે દરેકને 250 ક્વૉરન્ટાઇન લોકોને માર્ગદર્શન આપવાની જવાબદારી સુપરત કરવામાં આવી છે. આ તમામ ડૉક્ટર ક્વૉરન્ટાઇન કરાયેલા લોકોને નૈતિક અને માનસિક ટેકો આપે છે. જો જરૂર પડે, તો ડૉક્ટર જરૂરી દવા પણ રેફર કરશે. વેલ્લોરમાં 118 શંકાસ્પદોનું મેપિંગ થયું છે, જે દરેકને વ્યક્તિગત આરોગ્ય નિષ્ણાત સલાહ આપે છે. સંપર્કની વિગતો અને મેડિકલ હિસ્ટ્રી વહેંચવામાં આવી છે તથા શંકાસ્પદોને જરૂરી સલાહ આપવામાં આવે છે.

ગુજરાત:

ગાંધીનગરમાં હેલ્થ ટીમ (નિષ્ણાત ડૉક્ટરો) વીડિયો કોન્ફરન્સ પર જ હોમ ક્વૉરન્ટાઇન કે કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓને પ્રારંભિક પગલાં/સાવચેતીના પગલાં સૂચવે છે, ગાંધીનગરનાં તમામ સેક્ટરમાં ગ્રોસરી સ્ટોરનાં સંપર્ક નંબર આપે છે, જેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ દ્વારા શહેરના નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડે છે.

રાજસ્થાન:

કોટા સ્માર્ટ સિટીએ રિમોટ મેડિકલ કન્સલ્ટેશનની અને સ્થાનિક મેડિકલ સ્ટોર સાથે જોડાવાની સુવિધા આપી છે.

ન્યૂ ટાઉન કોલકાતા સ્કાયપેનો ઉપયોગ કરીને ટેલીમેડિસિન સેન્ટરની કામગીરીની સુવિધા આપે છે.

 

GP/RP



(Release ID: 1612001) Visitor Counter : 262