ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

લૉકડાઉન પછી પણ જાહેર આરોગ્યને આર્થિક વિકાસની તુલનામાં પ્રાથમિકતા આપવામાં આવે: ઉપરાષ્ટ્રપતિ


લૉકડાઉનનુ ત્રીજુ સપ્તાહ લોકડાઉનમાંથી બહાર નીકળવા અંગેનો નિર્ણય લેવામાં ખુબ જ મહત્વનુ બની રહેશે: ઉપરાષ્ટ્રપતિ

સમસ્યાઓની સાથે પણ લોકોએ સરકારના નિર્ણયને સહયોગ આપવાનુ ચાલુ રાખવુ જોઈએ: ઉપરાષ્ટ્રપતિ

અત્યાર સુધી ભારતનો પ્રતિભાવ સારો રહ્યો છે તે બાબત માતૃભૂમિ માટેનુ આધ્યાત્મિક પાસુ વ્યક્ત કરે છે : ઉપરાષ્ટ્રપતિ

તબલીઘી જમાતનો કિસ્સો એક ટાળી શકાય તેવી ભૂલ હતો : ઉપરાષ્ટ્રપતિ

શ્રી નાયડુનો વૈશ્વિક સમુદાયને કોરોનાવાયરસને કારણે ઉભી થયેલી કટોકટીમાંથી બોધ પાઠ લેવા અનુરોધ

Posted On: 07 APR 2020 12:04PM by PIB Ahmedabad

દેશની આગેવાની જ્યારે 14 એપ્રિલ પછી કેવી રીતે આગળ વધુ તે અંગે મુંઝવણ અનુભવી રહી છે ત્યારે અને કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલ 3 સપ્તાહનુ લૉકડાઉન અંતની નજીક પહોંચ્યુ છે ત્યારે હવે પછી કેવો નિર્ણય લેવાશે તે અંગે ચર્ચા ચાલી રહી છે ત્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ લોકોને અર્થતંત્રની સ્થિરતાની તુલનામાં લોકોના આરોગ્ય અંગેની નિસ્બતને વિશેષ અગ્રતા આપવા અનુરોધ કર્યો છે.

લૉકડાઉનને બે સપ્તાહ પૂર્ણ થયા પછીની પરિસ્થિતિ અંગે આકલન કરતાં અને હવે પછીમા માર્ગ અંગે શ્રી નાયડુએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે તા. 25મી માર્ચથી ચાલી રહેલા હાલના દેશવ્યાપી લૉકડાઉનમાંથી બહાર નીકળવા અંગેનો નિર્ણય લેવામાં આગામી સપ્તાહ ખૂબ જ મહત્વનુ બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસનો ચેપ ફેલાવાનો દર અને તેના પ્રમાણ અંગેના આંકડા લૉકડાઉનમાંથી બહાર નીકળવાની વ્યુહરચના નક્કી કરવામાં ખૂબ જ મહત્વના બની રહેશે. 

પ્રધાનમંત્રી અને દેશના મુખ્ય મંત્રીઓ વચ્ચે લૉકડાઉનમાંથી બહાર નીકળવા અંગે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતાં શ્રી નાયડુએ 14 એપ્રિલ પછી તકલીફ ચાલુ રહે તો પણ જે કોઈ નિર્ણય લેવાય તેનુ પાલન કરવા દેશના લોકોને અનુરોધ કર્યો છે અને અત્યાર સુધી જેવી ભાવના દર્શાવી તેવી જ ભાવનાથી તેનુ પાલન કરવાનો અનુરોધ કર્યો છે. શ્રી નાયડુએ એવી અપેક્ષા વ્યક્ત કરી છે કે સરકાર સપ્લાય ચેઈન સરળ રીતે ચાલુ રહે અને સમાજના દયનીય સ્થિતિમાં જીવતા લોકોને પૂરતી રાહત અને ટેકો મળી રહે તે રીતે કામ કરશે.

તા. 22મી માર્ચ, 2020ના રોજ જનતા કરફ્યુ અને તે પછી 25મી માર્ચથી લૉકડાઉનને જે અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે તેને યાદ કરતાં ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના લોકોમાં કેન્દ્ર સ્થાને રહેલો આદ્યાત્મિકતાનો ગુણ તેમાં લાક્ષણિક રીતે જોવા મળ્યો છે. આ અંગે વિસ્તૃત વાત કરતાં શ્રી નાયડુએ જણાવ્યું હતું કે તેમાં લોકોનિ સ્વ કેન્દ્રિતતા છોડીને તમામ લોકોનુ સારૂ ભાવિ ઈચ્છીને તેના માટે પ્રયત્નીશીલ રહેવાની ભાવના દેખાય છે. ભારતના લોકોએ આ મૂળભૂત મૂલ્યને કપરા સમયમાં ભરપૂર રીતે પ્રદર્શિત કર્યુ છે. લોકોની આવી ભાવના જ આપણને પડકારમાંથી પાર ઉતરવામાં સહાયભૂત નિવડશે.
 
દિલ્હીમાં યોજાયેલા તબલીગી જમાતના સંમેલનનો આડકતરી રીતે ઉલ્લેખ કરતાં અને કોરોના વાયરસ સામેની લડતનાં સારાં પરિણામો મળી રહ્યાં હતાં ત્યારે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ ઘટના અન્ય લોકો માટે આંખ ઉઘાડનારી બની રહી છે અને આવી ઘટના ટાળી શકાઈ હોત

ઉપરાષ્ટ્રપતિએ વિશ્વના સમુદાયને હાલના આ કપરા સમયમાંથી યોગ્ય બોધપાઠ લેવા અને આવા કઠીન સમયનો ફરીથી સામનો કરવો પડે તો તેને સારી રીતે પાર કરવા માટે વિવિધ સંસ્થાઓની, માળખાગત સુવિધાઓની, માહિતીના આદાન પ્રદાનની, આંતરરાષ્ટ્રીય સહયોગની અને વ્યક્તિગત પગલાં લેવામાં રહી ગયેલી ઉણપોની સ્થિતિ હલ કરવાની જરૂર રહેશે. 

લૉકડાઉનનાં બે સપ્તાહ અને હવે પછીના માર્ગ અંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુએ નીચે મુજબનુ નિવેદન કર્યુ છે:

“25મી માર્ચથી અમલમાં આવેલા દેશ વ્યાપી લૉકડાઉનને આજે બે સપ્તાહ પૂરાં થયાં છે મને લાગે છે કે દેશના નેતૃત્વ અને લોકો સુધી પહોંચવાનો આ યોગ્ય સમય છે. કોરોના વાયરસ પ્રસરવાને કારણે અને તેમાંથી પાર ઉતરવા માટે તથા વર્તમાન પરિસ્થિતિ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવા અંગે હું મારો અભિપ્રાય અને નિસ્બત વ્યક્ત કરૂ છું. 
મને એ વાતનો આનંદ છે કે પ્રધાનમંત્રી અને રાજ્યોના મુખ્ય મંત્રીઓ સહિતના નેતૃત્વએ વર્તમાન લૉકડાઉનમાંથી બહાર નીકળવા અંગે ચર્ચા શરૂ કરી છે. મને ખાતરી છે કે તે દેશના વિવિધ ભાગોમાં કોરોના વાયરસનો પ્રસાર અને તેના વ્યાપના દરને ધ્યાનમાં રાખીને નેતૃત્વ શક્ય તેટલા ઉત્તમ ઉપાયો સાથે બહાર આવશે. લોકોના આરોગ્ય અને અર્થતંત્રની સ્થિરતા આ બે બાબતો ઉપર ચર્ચા કરવાની હોય તો દેશના અર્થતંત્રના બદલે લોકોના આરોગ્યને અગ્રતા આપવાનુ ખૂબ જરૂરી બની રહેશે. મારા અભિપ્રાય મુજબ અર્થતંત્રને લગતી બાબતો રાહ જોઈ શકે છે, એ માટે બીજા દિવસોમાં પણ વિચારી શકાશે, પરંતુ આરોગ્ય અંગેની નિસ્બત માટે રાહ જોવાની જરૂર નથી.
 
હું દેશના લોકોને અનુરોધ કરૂ છું કે આખરે નેતૃત્વ તરફથી જે કોઈ પણ નિર્ણય લેવામાં આવે દેશના લોકોએ તેમણે હાલમાં જે ભાવના પ્રદર્શિત કરી છે તેવી ભાવના કેટલીક હાડમારી વેઠીને પણ દર્શાવવાનુ 14મી એપ્રિલ પછી પણ ચાલુ રાખવુ પડશે. મને ખાતરી છે કે સરકાર આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અને ગરીબ અને દયનીય સ્થિતિમાં જીવતા લોકો માટે જરૂરી રાહત ચાલુ ટેકો આપવાનુ ચાલુ રાખશે.હવે પછીનુ લૉકડાઉનનુ એક અઠવાડીયુ લૉકડાઉનમાંથી બહાર નીકળવાની વ્યુહરચના તૈયાર કરવામાં ખૂબ જ મહત્વનુ બની રહેશે. આપણા દેશના લોકોએ અત્યાર સુધીમાં દ્રઢ નિર્ણય શક્તિ અને સર્વ લોકોના હિતમાં પડકાર સામે સામૂહિક લડત આપવાની ભાવના વ્યક્ત કરી છે. આધ્યાત્મિકતા એટલે પોતાનુ હિત ત્યજીને અન્ય વ્યક્તિના સારા માટે ખેવના રાખવી એ છે. એમાં સાર્વત્રિકપણે માનવ જાતના હિતની ભાવના વ્યક્ત થાય છે ને તે ભારતના લોકોની લાક્ષણિકતામાં કેન્દ્ર સ્થાને છે. આપણા દેશના લોકોએ તા. 2મી માર્ચના રોજ જનતા કરફ્યુને અને તે પછી 25મી માર્ચથી દેશવ્યાપી લૉકડાઉનને સ્વૈચ્છિક રીતે જે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે તે તથા 5 એપ્રિલના રોજ દિપક અને મીણબત્તીઓ પ્રગટાવીને દેશના અન્ય લોકો સાથે એકજૂથ થવાની જે ભાવના દર્શાની છે. તે આપણી આધ્યાત્મિકતાની ભાવના તરફ પ્રકાશ ફેંકે છે. મને વિશ્વાસ છે કે આ ઉદાહરણરૂપ ભાવના આપણને એક અદ્રશ્ય વાયરસ સામેની લડતમાં જીત અપાવશે. હુ ખૂબ જ નિષ્ઠાપૂર્વક એ માટે દેશના લોકોનો આભાર વ્યક્ત કરૂ છું. 

આપણી વાયરસ સામેની લડતના સામુહિક પ્રયાસો કોરોના વાયરસનો ફેલાવો રોકવામાં સફળતા મળ્યા હોવાનો નિર્દેશ આપી રહ્યો હતો ત્યારે તબલીઘી સમાજનુ સંમેલન આવી પડ્યુ. તેણે પરિસ્થિતિનો વળાંક જ બદલી નાખ્યો અને મોટાભાગના ચેપના નવા કેસમા આ બેઠકના પરિણામે પ્રાપ્ત થયા છે. આ સંમેલનમાં લોકોએ જે પ્રકારે ભાગ લીધો તેની અનેક ઘણી વધુ અસર થઈ અને આપણી અપેક્ષાઓ ઉંધી પાડી દીધી. આ સ્થિત ટાળી શકાઈ હોત આ ઘટનામાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે જરૂરી સામાજીક અને ભૌતિક અંતર જાળવવાના નિયમનો સરેઆમ ભંગ થયો. આ ઘટના દરેકે દરેક વ્યક્તિની આંખ ઉઘાડનારી બની રહી છે. 

ઘણા વિકસિત દેશો કોરોના વાયરસને કારણે ઉભી થયેલી સ્થિતિના સામના અંગે હજુ ડગુમગુ છે ત્યારે વિશ્વની નેતાગીરીએ હાલની કટોકટીમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. વિવિધ સંસ્થાઓ, માળખાગત સુવિધાઓ અને વ્યક્તિગત પ્રયાસોમાં જો કોઈ ઉણપ રહી ગઈ હોય તો તેને અસરકારક રીતે સુધારી લેવાની જરૂર છે, જેથી હવે પછી આવી પડનારા પડકારનો અસરકારક રીતે સામનો કરી શકાય. 

આ વાયરસ સામે કેટલી લાંબી લડત આપવી પડશે તે કહેવુ હાલના તબક્કે અનિશ્ચિત જણાય છે. પરંતુ આ લડતમાં આપણો વિજય થવાનો છે. દુનિયાભરમાં આરોગ્ય અંગેનો અને સંપત્તિ માટેનો ખર્ચ ઓછામાં ઓછો થાય તે જરૂરી છે. ભારતે વધુ સારી આવતીકાલ માટે એ દિશામાં કામ કરવાનો માર્ગ ચિંધ્યો છે.”

GP/RP



(Release ID: 1611967) Visitor Counter : 282