વિદ્યુત મંત્રાલય

પ્રધાનમંત્રીની લાઇટ બંધ કરવાની અપીલને “જબરદસ્ત પ્રતિસાદ” મળ્યો – કેન્દ્રીય વીજ મંત્રી

Posted On: 06 APR 2020 6:15PM by PIB Ahmedabad

કેન્દ્રીય ઊર્જા મંત્રી શ્રી આર કે સિંહે જણાવ્યું છે કે, કોવિડ-19 સામેની લડાઈમાં રાષ્ટ્રવ્યાપી એકતા પ્રદર્શિત કરવા માટે લાઇટ બંધ કરીને દીવા પ્રકટાવીને પ્રકાશ પાથરવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અપીલને વ્યાપક જનસમર્થન મળ્યું છે. શ્રી સિંહે 05.04.2020નાં રોજ રાતે લાઇટ બંધ થઈ જવા દરમિયાન પાવર ગ્રિડ પર થનારી અસરનું સંચાલન કરવા વ્યક્તિગત રીતે નજર રાખવા નેશનલ પાવર મોનિટરિંગ સેન્ટરમાં ગયા હતા. આ દરમિયાન તેમના પરિવારનાં સભ્ય તમામ માટે આશા અને સકારાત્મકતાનો દીવો પ્રકટાવી રહ્યાં હતાં.

એક ટ્વીટમાં શ્રી સિંહે કહ્યું હતું કે, લાઇટ બંધ થઈ એ દરમિયાન વીજળીની માગ રાતે 8.40થી 21.09 સુધી 117300 મેગાવોટથી ઘટીને 85300 મેગાવોટ થઈ ગઈ હતી. આ રીતે થોડી મિનિટોમાં વીજળીની માગમાં 32,000 મેગાવોટનો ઘટાડો થયો હતો, પણ પછી તરત એની માગમાં વધારો થવા લાગ્યો. તેમણે જણાવ્યું હતું કે, આ દરમિયાન વીજળીની આવૃત્તિ અને વોલ્ટેજને 49.7થી 50.26 હર્ટ્ઝ વચ્ચે સામાન્ય બેન્ડની અંતર જાળવી રાખવામાં આવ્યાં હતાં, જેનો અર્થ એ છે કે, વોલ્ટેજ સ્થિર રાખવામાં આવ્યો હતો. થોડી મિનિટોમાં વીજળીની રાષ્ટ્રીય માગમાં 32000 મેગાવોટનો ઘટાડો પ્રધાનમંત્રીની અપીલ પર રાષ્ટ્રની એક વ્યાપક પ્રતિક્રિયા હતી.

લાઇટ બંધ કરીને દીવા પ્રકટાવવાના કાર્યક્રમને સફળ બનાવવા માટે એક ટીમ સ્વરૂપે કામ કરવા માટે શ્રી સિંહે તમામ દેશવાસીઓ સહિત રાષ્ટ્રીય વીજળી વ્યવસ્થાની પણ પ્રશંસા કરી હતી. તેમણે દેશના નાગરિકોને પ્રધાનમંત્રીની અપીલ પર રાતે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી લાઇટ બંધ કરીને પ્રકાશ કરવાની પોતાની ભૂમિકા સફળતાપૂર્વક અદા કરવા માટે હાર્દિક અભિનંદન આપ્યાં હતાં. તેમણે રાષ્ટ્રીય ગ્રિડ વ્યવસ્થાપક પોસોકા અને વીજળી ઉત્પાદક કંપનીઓ – એનટીપીસી, એનએચપીસી, ટીએચડીસી, એનઈઈપીસીઓ, એસજેવીએનએલ, બીબીએમબીએ અને પીજીસીઆઈએલ, એમના અધિકારીઓ અને રાજ્ય વીજળી વિભાગોના ઇજનેરોની પણ પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું હતું કે, આપણે તમામ અને આખો દેશ કોરોના વાયરસ સામેની લડાઈમાં પ્રધાનમંત્રીની સાથે ઊભો છે.

RP

*****



(Release ID: 1611824) Visitor Counter : 183