સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં વિદેશમાંથી પીપીઇનો પુરવઠો મળવાની શરૂઆત થઈ

Posted On: 06 APR 2020 6:08PM by PIB Ahmedabad

આજે ચીનમાંથી 1.70 લાખ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કવરઓલ પ્રાપ્ત થવાની સાથે વિદેશમાંથી પુરવઠો મળવાની શરૂઆત થઈ ગઈ છે, જે ભારત સરકારને ડોનેટ થયા છે. 20,000 કવરઓલના સ્થાનિક પુરવઠા ઉપરાંત કુલ 1.90 લાખ કવરઓલનું વિતરણ હવે હોસ્પિટલોમાં થશે અને દેશમાં ઉપલબ્ધ 3,87,473 પીપીઇમાં વધારો કરશે. કુલ 2.94 લાખ પીપીઇ કવરઓલની વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યારે ભારત સરકાર દ્વારા પૂરાં પાડવામાં આવ્યાં છે.

આ ઉપરાંત સ્થાનિક સ્તરે ઉત્પાદન થયેલા 2 લાખ એન95 માસ્ક વિવિધ હોસ્પિટલોને મોકલવામાં આવ્યાં છે. વળી 20 લાખથી વધારે એન95 માસ્ક ભારત સરકારે પૂરાં પાડ્યાં છે. આશરે 16 લાખ એન95 માસ્ક દેશમાં અત્યારે ઉપલબ્ધ છે અને આ આંકડો 2 લાખ માસ્કનાં નવા પુરવઠા સાથે વધશે.

નવા પુરવઠાનો મોટો હિસ્સો તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાન જેવા રાજ્યોને મોકલવામાં આવે છે, જ્યાં કેસોની સંખ્યા પ્રમાણમાં વધારે છે. આ પુરવઠો એમ્સ, સફદરજંગ અને RML હોસ્પિટલો, RIMS, NEIGRIHMS, BHU અને AMU જેવી સેન્ટ્રલ સંસ્થાઓને પણ મોકલવામાં આવે છે.

વિદેશી સપ્લાયની શરૂઆત આપણા કોવિડ-19 સામેની લડાઈ માટે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટની ખરીદી કરવાના પ્રયાસોમાં મોટી સીમાચિહ્નરૂપ સફળતા છે. અગાઉ સિંગાપોર આધારિત પ્લેટફોર્મને 80 લાખ સંપૂર્ણ પીપીઇ કિટ (એન95 માસ્ક સહિત) આપવામાં આવ્યો હતો અને હવે એવો સંકેત મળ્યો છે કે, 11 એપ્રિલ, 2020થી 2 લાખ કિટ સાથે પુરવઠો મળવાની શરૂઆત થશે અને પછી અઠવાડિયામાં 8 લાખ કિટ મળશે. 60 લાખ સંપૂર્ણ પીપીઇ કિટનો ઓર્ડર આપવા ચાઇનીઝ પ્લેટફોર્મ સાથે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે, જેમાં એન95 માસ્ક સામેલ હશે. એન95 માસ્ક અને પ્રોટેક્ટિવ ગોગલ્સ માટે અલગ ઓર્ડરો કેટલીક વિદેશી કંપનીઓને આપવામાં આવ્યાં છે.

સ્થાનિક ક્ષમતાને વધારે વેગ આપવા ઉત્તર રેલવેએ પીપીઇ કવરોલ વિકસાવ્યાં છે. આ પીપીઈ કવરોલમાં ઉમેરો છે અને અગાઉ ડીઆરડીઓએ વિકસાવેલા એન99 માસ્ક ઉપરાંતના છે. અત્યારે પ્રયાસો આ ઉત્પાદનોનું મોટા પાયે નિર્માણ કરવાની દિશામાં થઈ રહ્યાં છે. હાલનાં એન95 માસ્ક ઉત્પાદકોએ એમની દૈનિક ક્ષમતા વધારીને આશરે 80,000 માસ્ક કરી છે.

એન95 માસ્ક માટે સ્વતંત્ર ધોરણે 112.76 લાખના અને 157.32 લાખ પીપીઇ કવરોલનાં ઓર્ડર આપવામાં આવ્યાં છે. એમાંથી 80 લાખ પીપીઇ કિટમાં એન95 માસ્ક સામેલ હશે. એની પાછળનો ઉદ્દેશ દર અઠવાડિયે આશરે 10 લાખ પીપીઇ કિટનો પુરવઠો મેળવવાનો છે. દેશમાં દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ઉપરાંત આ અઠવાડિયાની અંદર વધારે પુરવઠાની અપેક્ષા છે.

RP

*****



(Release ID: 1611821) Visitor Counter : 246