પર્યાવરણ અને વન મંત્રાલય

ન્યુ યોર્કમાં એક વાઘમાં કોવિડ-19ના પોઝિટીવ લક્ષણો મળી આવવાના પગલે કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તામંડળે ભારતમાં પ્રાણી સંગ્રહાલયોને હાઈ એલર્ટ પર રહેવાની સલાહ આપી

Posted On: 06 APR 2020 6:09PM by PIB Ahmedabad

ધી યુનાઇટેડ સ્ટેટ્સ (USA) ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચર્સ નેશનલ વેટરનિટી સર્વિસીસ લેબોરેટરીએ 5 એપ્રિલ, 2020ના રોજ આપેલા એક નિવેદનમાં એ બાબતની પુષ્ટિ કરી હતી કે ન્યુ યોર્કના બ્રોન્ક્સ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલ એક વાઘમાં સાર્સ સીઓવી-2 (COVID-19)ના લક્ષણો મળી આવ્યા છે.

https://wvvw.aphis.usda.gov/aphisinewsroominews/sa_by_date/sa-2020/ny-zoo-covid-19

આ બાબતના પગલે સાવચેતી લેતા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અંતર્ગત કેન્દ્રીય ઝૂ ઑથોરીટી દ્વારા દેશમાં તમામ પ્રાણી સંગ્રહાલયોને અત્યંત સાવચેત રહેવા, પ્રાણીઓ પર 24x7 નજર રાખવા, કોઇપણ અસામાન્ય વર્તણુક/લક્ષણો માટે સીસીટીવીનો ઉપયોગ કરવા, કીપર્સ/હેન્ડલર્સને તેમની આસપાસ સુરક્ષાત્મક સાધનો ખાસ કરીને PPE (પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ) વિના પ્રવેશવાની અનુમતી ના આપવા, બીમાર પ્રાણીઓને એકાંતમાં રાખવા અને ક્વૉરન્ટાઇન કરવા અને જ્યારે પ્રાણીઓને ખોરાક પૂરો પાડવામાં આવે ત્યારે ઓછામાં ઓછો તેમની સાથે સંપર્ક રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ માર્ગદર્શિકામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આંચળવાળા પ્રાણીઓ ખાસ કરીને માંસ ભક્ષણ કરતા, ખાસ કરીને બિલાડી, ફેરેટ અને પ્રાઈમેટને કાળજીપૂર્વક તપાસતા રહેવામાં આવે અને દર પંદર દિવસે શંકાસ્પદ કેસોના નમૂના નિયુક્ત કરવામાં આવેલ પ્રાણી આરોગ્ય સંસ્થાઓને મોકલી આપવામાં આવે જેથી તેમનું કોવિડ-19 ટેસ્ટીંગ શરુ કરી શકાય. આ સાથે જ સૌથી વધુ જોખમકારક આ રોગનો પ્રતિકાર કરવા માટે રાષ્ટ્રીય/ICMRની માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર તમામ જૈવ નિયંત્રણ અને સુરક્ષાત્મક પગલાઓનું પાલન કરવામાં આવે:

  1. નેશનલ ઇન્સ્ટીટયુટ ઑફ હાઈ સિક્યુરિટી એનીમલ ડિસીઝ (NIHSAD), ભોપાલ, એમપી
  2. નેશનલ રીસર્ચ સેન્ટર ઓન ઇક્વીન્સ (NRCE), હિસ્સાર, હરિયાણા.
  3. સેન્ટર ફોર એનિમલ ડિસીઝ રીસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટીક (CADRAD), ઇન્ડીયન વેટરનરી રીસર્ચ ઇન્સ્ટીટયુટ, (IVRI), ઇઝાતનગર, બરેલી, યુપી

કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તામંડળે સલાહ આપી છે કે તમામ પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ દ્વારા સમય સમય પર ભારત સરકાર દ્વારા નોવલ કોરોના વાયરસ ડિસીઝ (COVID-19) અંગે જાહેર કરવામાં આવેલ સુરક્ષા અને ચેપ ન લાગવા માટેની આચાર સંહિતાનું કડકપણે પાલન કરવામાં આવે.

આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયોને સલાહ આપવામાં આવી છે કે તેઓ જાહેર આરોગ્ય પ્રતિભાવ માટે જવાબદાર સરકારની નિયુક્ત કરવામાં આવેલ નોડલ એજન્સીઓની સાથે સંકલન સાધે અને નોડલ એજન્સીઓ દ્વારા જરૂર હોય તો સ્ક્રીનીંગ, ટેસ્ટીંગ અને દેખરેખ તથા નમૂનાઓની તપાસ કરવાની પરવાનગી આપે.

RP

****


(Release ID: 1611805) Visitor Counter : 216