વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

DSTએ કોવિડ-19 સામે લડવા માટે ઉદ્યોગો અને સ્ટાર્ટ અપ્સ દ્વારા વિસ્તરણ માટે એન્ટી વાયરલ નેનો કોટિંગ અને નેનો આધારિત મટીરીયલ તૈયાર કરવા માટે ટૂંકા ગાળાના પ્રસ્તાવો આમંત્રિત કર્યા

Posted On: 06 APR 2020 3:23PM by PIB Ahmedabad

સાયન્સ એન્ડ એન્જિનીયરીંગ બોર્ડ (SERB) પોર્ટલનો ઉપયોગ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)એપર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ (PPE)માં ઉપયોગ કરવા માટે એન્ટીવાયરલ નેનો કોટિંગ અને ન્યુ નેનો આધારિત મટીરીયલ તૈયાર કરવા માટે ટૂંકા ગાળાના પ્રસ્તાવોના રૂપમાં વિચારોને આમંત્રિત કરવામાંઆવ્યા છે. PPEને ભાગીદાર ઉદ્યોગ અથવા વિસ્તરણ કરવા માટે કોઈ સ્ટાર્ટ અપને હસ્તાંતરિત કરી શકાય છે. કોવિડ-19 રોગચાળા વિરુદ્ધની ભારતની લડાઈમાં વધી રહેલ આરોગ્ય કાળજીની જરૂરિયાતોમાં આપ્રકારના નેનો કોટિંગ અત્યંત મોટુ યોગદાન આપી શકે તેમ છે. આ આહ્વાહન ડીએસટીના નેનો મિશનમાં દરખાસ્તો જમા કરાવવા માટે શૈક્ષણિક જૂથો અને યોગ્યઔદ્યોગિક જૂથોને એકસાથે લાવવા માટે કરવામાં આવ્યું છે. તે એક વર્ષની અંદર ઉત્પાદન વધારવા માટે ઔદ્યોગિક ભાગીદારો સાથે બહુશાખાના પ્રયાસો અને સંકલનને પ્રોત્સાહન આપે છે.

એન્ટી કોવિડ-19 ટ્રીપલ લેયર મેડીકલ માસ્ક અને એન-95 રેસ્પિરેટર અથવા તેના કરતા વધુ સારા માસ્કનું મોટી સંખ્યામાં ઉત્પાદન કરવા માટે અને કોવિડ-19 સામે આરોગ્ય કાળજીના કર્મચારીઓને સુરક્ષા આપવા માટે પીપીઈનું ઉત્પાદન કરવા માટે એન્ટી વાયરલ નેનો કોટિંગને વિકસિત કરવા માટે આ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઔદ્યોગિક યોગદાનમાં માનવબળ સહાયતાનો સમાવેશ થઇ શકે અથવા યુરોપિયન કે અમેરિકન સ્ટેન્ડર્ડ સુધી પહોંચવા માટે નેનો કોટિંગના ટેસ્ટીંગ માટેઆંશિક સહાયતાનો સમાવેશ હોઈ શકે છે.

આ પ્રસ્તાવો ફર્સ્ટ કમ ફર્સ્ટ ઈવેલ્યુએશનના આધાર પર એક સમીક્ષા ટુકડી દ્વારા સમિક્ષા કરીને ત્યારબાદ અનુકૂળતા અને સંભાવના માટે ચકાસવામાં આવશે. તૈયાર કરવામાં આવેલ અને ઉદ્યોગોને હસ્તાંતરિત કરવામાં આવેલ વસ્તુઓ આંતરરાષ્ટ્રીય સ્ટેન્ડર્ડ અનુસારની હોવી જોઈએ અને તે નેનો કોટિંગ આધારિત ઉત્પાદનની ગુણવત્તાની ખાતરી કરવા માટે યોગ્ય ભારતીય માનાંકો પણ વિકસિત કરવા માટે અનુકુળ હોવી જોઈએ. પ્રસ્તાવો મોકલવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ, 2020 છે.

પ્રસ્તાવ મંગાવવા માટેના આમંત્રણની વિગતો અહિયાં ઉપલબ્ધ છે www.serbonline.in .

સંકલન કરતા વૈજ્ઞાનિકોની સંપર્ક માહિતી-

  1. ડૉ. ટી. થંગારાદ્જુ, વૈજ્ઞાનિક , SERB, ઈમેઈલ: ttradjou@serb.gov.in
  2. ડૉ. નાગાબુપથી મોહન, વૈજ્ઞાનિક સી, DST ઈમેઈલ: boopathy.m[at]gov[dot]in
  3. શ્રી રાજીવ ખન્ના, વૈજ્ઞાનિક, DST ઈમેઈલ: Khanna.rk[at]nic[dot]in

વધુ માહિતી માટે મહેરબાની કરી અહિયાં સંપર્ક કરો-

ડૉ. મિલિંદ કુલકર્ણી, વૈજ્ઞાનિક જી એન્ડ હેડ, નેનો મિશન, DST

ઈમેઈલ: milind[at]nic[dot]in, મોબાઇલ નંબર.: +91-9650152599, 9868899962

 

GP/RP

**********



(Release ID: 1611737) Visitor Counter : 161