આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

કોવિડ-19 પર નજર રાખવા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં સ્માર્ટ સિટી મિશનનાં ઇન્ટિગ્રેટેડ ડેટા ડેશબોર્ડનો ઉપયોગ

Posted On: 06 APR 2020 2:44PM by PIB Ahmedabad

પૂણે, સુરત, બેંગાલુરુ અને તુમકુરુના સ્માર્ટ સિટીઓ તેમના શહેરોનાં વિવિધ વહીવટી ઝોનમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે અદ્યતન જાણકારી આપવા ઇન્ટિગ્રેટેડ ડેટા ડેશબોર્ડનો ઉપયોગ કરે છે, જેને તેમનાં આઇસીસીસી (જે ઘણા શહેરોમાં કોવિડ-19 વોર રૂમ તરીકે પણ કાર્યરત છે) સાથે કામ કરતાં ડેટા એનાલીટિક્સ અને ડેટા નિષ્ણાતોએ વિકસાવ્યાં છે.

પૂણેઃ પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી) સાથે જોડાણમાં પૂણે સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (પીએસસીડીસીએલ)એ કોરોના વાયરસના આંતરરાષ્ટ્રીય રોગચાળા સામે લડવા શહેરના પ્રયાસરૂપે ઇન્ટિગ્રેટેડ ડેટા ડેશબોર્ડ (નીચે ફોટોગ્રાફ જુઓ) વિકસાવ્યું છે. શહેરનાં દરેક કેસ પર જીયો-સ્પેશિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરીને નજર રાખવામાં આવે છે અને શહેરનું વહીવટીતંત્ર વિવિધ ક્ષેત્રો પર નજર રાખે છે અને બફર ઝોન ઊભા કરવામાં આવ્યાં છે, જ્યાં કોવિડ-19 ઇન્ફેક્શન સાથે પોઝિટિવ નિદાન થયેલા દર્દીઓને રાખવામાં આવ્યાં છે. હીટ-મેપિંગ ટેકનોલોજીઓ અને પ્રીડિક્ટિવ એનાલીટિક્સનો ઉપયોગ કરીને શહેરનું વહીવટીતંત્ર નિયંત્રણ યોજના વિકસાવશે અને નિયંત્રિત ઝોન ડેશબોર્ડ પર રિફ્લેક્ટ થશે. આ સુવિધા શહેરની નાયડુ ઇન્ફેક્શિયસ ડિસીઝ હોસ્પિટલમાં હેલ્થકેર કામગીરી પર નજર રાખે છે. સ્માર્ટ સિટીનું સંકલિત ડેશબોર્ડ ક્વૉરન્ટાઇન સુવિધા પર પણ નજર રાખે છે અને શંકાસ્પદ દર્દીઓને ટ્રેક કરે છે તથા હોમ ક્વૉરન્ટાઇન અંતર્ગત રાખવામાં આવેલા તેમના સંપર્કો પર નજર રાખે છે.

સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને એની મ્યુનિસિપલ વેબસાઇટ પર ઓનલાઇન ડેશબોર્ડ પ્રકાશિત કર્યું છે, જેથી નાગરિકોને નિયમિતપણે અપડેટ પ્રદાન કરી શકાય. ટેસ્ટિંગ થયેલા, પુષ્ટિ થયેલા, સક્રિય, સાજાં થયેલા અને મૃત્યુ પામેલા કેસો પર સંપૂર્ણ આંકડા પ્રદાન કરવા ડેશબોર્ડ શહેરની અંદર કોવિડ-19ના પ્રસાર પર ટ્રેન્ડ અને પેટર્ન પ્રદાન કરશે, જે સંચિત કેસો (દરરોજ), નવા પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા (તારીખ મુજબ), વય મુજબ કેસોની વહેંચણી, ઝોન મુજબ વહેંચણી અને જાતિ મુજબ વહેંચણીની દૃષ્ટિએ વર્ગીકરણ પ્રદાન કરશે. અસરગ્રસ્ત ક્ષેત્રોનું સ્પેશિયલ મેપિંગ આ પેજ પર નાગરિકોને ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ડેશબોર્ડ જુઓઃ https://www.suratmunicipal.gov.in/others/CoronaRelated. (નીચે ઇલુસ્ટ્રેશન આપેલું છે).

બેંગાલુરુ અને તુમકુરુ

બીબીએમપીએ પુષ્ટિ થયેલા દર્દીની 8 કિલોમીટરની ત્રિજ્યાની અંદર લોકો પર નજર રાખવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા વોર રુમ સ્થાપિત કર્યા છે, જેથી વાયરસનો પ્રસાર નિયંત્રણમાં રાખી શકાય.

કોવિડ-19 ડેશબોર્ડનો ઉપયોગ કરીને બેંગાલુરુનાં મ્યુનિસિપલ કોર્પોરેશન બૃહત બેંગાલુરુ મહાનગર પાલિકે (બીબીએમપી)નો વોર રૂમ કોરોના વાયરસના પ્રસારને અટકાવવા માટેના પ્રવાહો પર ડેઇલી બુલેટિન પ્રકાશિત કરે છે. તારીખ મુજબ, ઝોન મુજબ, હોસ્પિટલ મુજબ, વય મુજબ અને જાતિ મુજબ વિગતો વોર રૂમમાં જાળવવામાં આવે છે અને રોજિંદા ધોરણે પ્રકાશિત થાય છે.

 કોવિડ-19 વોર રૂમ તરીકે ઇન્ટિગ્રેટડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર્સ (આઇસીસીસી)

કોવિડ-19 વોર રૂમ તરીકે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર્સ (આઇસીસીસી) વિવિધ પહેલોનો અમલ કરે છે, જેમ કે જાહેર સ્થળોનું સીસીટીવી સર્વેલન્સ, કોવિડ પોઝિટિવ કેસોનું જીઆઇએસ મેપિંગ, હેલ્થકેર વર્કર્સનું જીપીએસ ટ્રેકિંગ. શહેરનાં વિવિધ ઝોનમાં વાયરસનાં પ્રસારને નિયંત્રણમાં લેવા માટે પ્રીડિક્ટિવ એનાલીટિક્સ (હીટ મેપ્સ), ડૉક્ટરો અને હેલ્થકેર પ્રોફેશનલ્સને વર્ચ્યુઅલ ટ્રેનિંગ, એમ્બ્યુલન્સિસ અને ડિસઇન્ફેક્શન સર્વિસીસ પર રિયલ-ટાઇમ ટ્રેકિંગ, વીડિયો કોન્ફરન્સિંગ અને ટેલી-કાઉન્સેલિંગ તથા ટેલીમેડિસિન દ્વારા તબીબી સેવાઓ.

GP/RP

 

********



(Release ID: 1611732) Visitor Counter : 223