વિદ્યુત મંત્રાલય

લાઇટ બંધ કરવા દરમિયાન પાવર ગ્રિડની કામગીરી પર વારંવાર પૂછાતાં પ્રશ્નો

Posted On: 05 APR 2020 5:21PM by PIB Ahmedabad

ગ્રિડની અસ્થિરતા વિશે તમામ શંકાઓનું નિવારણ

પ્રશ્ન 1: રાતે 9 વાગ્યાથી 9.09 વાગ્યા સુધી ઘરની લાઇટો જ બંધ કરવાની કે પછી સ્ટ્રીટ લાઇટ, કોમન એરિયાની લાઇટ, આવશ્યક સેવાઓ વગેરે પણ બંધ કરવાની છે?

જવાબ : આપણા આદરણીય પ્રધાનમંત્રીએ અપીલ કર્યા મુજબ ફક્ત ઘરની લાઇટો જ બંધ કરવાની છે. અહીં ફરી ભારપૂર્વક જણાવવામાં આવે છે કે, સ્ટ્રીટ લાઇટ, કોમન એરિયાની લાઇટ, હોસ્પિટલ અને અન્ય આવશ્યક સેવાઓની લાઇટો બંધ કરવાની નથી.

પ્રશ્ન 2: ઘરની લાઇટ બંધ હોય એ દરમિયાન મારા ઘરગથ્થું ઉપકરણો સુરક્ષિત રહેશે ?

જવાબ: તમારા તમામ ઘરગથ્થું ઉપકરણો સલામત રહેશે. પંખા, એસી, ફ્રિઝ વગેરે બંધ કરવાની જરૂર નથી. ભારતીય ઇલેક્ટ્રિસિટીની ગ્રિડ લોડમાં આ પ્રકારનાં ફરકનું સંચાલન કરવા સારી રીતે ડિઝાઇન કરેલી છે તથા નિયંત્રણનું કેટલુંક ઇન-બિલ્ટ સ્તર ધરાવે છે તથા લોડમાં આ પ્રકારનાં ફરકને કારણે કોઈ પણ પ્રકારની વધઘટને પચાવવાનું સલામત તંત્ર ધરાવે છે. એટલે તમામ ઘરગથ્થું ઉપકરણો સંપૂર્ણપણે સલામત છે અને એટલે ઉપકરણોને જરૂરિયાત મુજબ સાધારણ કામગીરીનાં મોડમાં જાળવી રાખવા જોઈએ.

પ્રશ્ન 3 : 5 એપ્રિલનાં રોજ રાતે 9.00થી નવ મિનિટ એટલે કે રાતના 9.09 વાગ્યા સુધી લાઇટ બંધ કરવા દરમિયાન ગ્રિડમાં સ્થિરતા જાળવવાની પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે ?

જવાબ : હા, તમામ પર્યાપ્ત વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ગ્રિડમાં સ્થિરતા જાળવવા કામગીરીની પ્રમાણભૂત આચારસંહિતા અસ્તિત્વમાં છે.

પ્રશ્ન 4: લાઇટ બંધ કરવી ફરજિયાત છે કે મરજિયાત?

જવાબ : મરજિયાત. સ્વૈચ્છિક. ફક્ત ઘરની લાઇટો જ બંધ કરવાની છે.

પ્રશ્ન 5: કેટલીક શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે કે, આ કારણે અને વોલ્ટેજમાં વધઘટ થવાથી ગ્રિડમાં અસ્થિરતા પેદા થઈ શકે છે, જેનાથી વીજ ઉપકરણોને નુકસાન થઈ શકે છે.

જવાબ : આ પ્રકારની શંકાઓ સંપૂર્ણપણે અનુચિત છે. આ સાધારણ ધારણા છે અને ભારતીય ઇલેક્ટ્રિસિટી ગ્રિડ લોડમાં આ પ્રકારની વધઘટનું સંચાલન કરવા સારી રીતે ડિઝાઇન કરેલી છે તથા કામગીરીની પ્રમાણભૂત આચારસંહિતા મુજબ અવારનવાર ફેરફારોનું સંચાલન કરે છે.

પ્રશ્ન 6 : શું લાઇટો બંધ અને ચાલુ થવાથી વીજપ્રવાહમાં જે મોટો વધારો કે ઘટાડો થશે એનું સંચાલન કરવાની ક્ષમતા આપણી ગ્રિડ વ્યવસ્થાપન અને ટેકનોલોજી ધરાવશે ?

જવાબ : ભારતીય ઇલેક્ટ્રિસિટી ગ્રિડ મજબૂત અને સ્થિર છે તથા અત્યાધુનિક ટેકનોલોજી સાથે સજ્જ છે. આ જરૂરી નિયંત્રણ ધરાવે છે અને એકાએક કોઈ પણ સમયે માગમાં આ પ્રકારની વધઘટનું સંચાલન કરવા સંરક્ષણાત્મક ઘટકો સાથે સજ્જ છે.

પ્રશ્ન 7 : પંખા, રેફ્રિજરેટર્સ, એસી વગેરે ઉપકરણો બંધ કરવા પડશે કે ચાલુ રાખવા?

જવાબ : તમારા તમામ ઘરગથ્થું ઉપકરણોની સલામતી જળવાઈ રહેશે. આ ઉપકરણો ગ્રાહકોની જરૂરિયાત મુજબ ચાલુ રાખવા પડશે. આ તમામને બંધ કરવાની કોઈ જરૂર નથી, ખાસ કરીને રાતના નવ વાગ્યે.

પ્રશ્ન 8 : સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જશે?

જવાબ : ના, હકીકતમાં તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો/સ્થાનિક સંસ્થાઓને જાહેર સલામતી માટે સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે.

પ્રશ્ન 9: હોસ્પિટલો કે અન્ય ઇમરજન્સી તથા મહત્ત્વપૂર્ણ સંસ્થાઓમાં લાઇટ બંધ થશે?

જવાબ : ના, હોસ્પિટલોમાં તથા જાહેર સ્થળો, મ્યુનિસિપલ સેવાઓ, ઓફિસો, પોલીસ સ્ટેશનો, ઉત્પાદન સુવિધાઓ વગેરે જેવી અન્ય તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આદરણીય પ્રધાનમંત્રીએ ઘરમાં જ લાઇટ બંધ કરવાની અપીલ કરી છે.

પ્રશ્ન 10: કુલ લોડમાં હોમ-લાઇટિંગનો લોડ આશરે 20 ટકા છે. તો શું એકાએક 20 ટકા લોડ ડિસકનેક્ટ થઈ જવાથી ગ્રિડમાં અસ્થિરતા પેદા નહીં થાય? મંત્રાલય આ માટે શું પગલાં લેશે?

જવાબ : ઘરગથ્થું લાઇટિંડનો લોડ 20 ટકાથી ઓછો, ઘણો ઓછો છે. માગમાં આ પ્રકારના ઘટાડાનું સરળતાપૂર્વક વ્યવસ્થાપન થઈ શકશે, જે માટે ટેકનિકલ કામગીરીની પ્રમાણભૂત આચારસંહિતા અસ્તિત્વમાં છે.

પ્રશ્ન 11: લોડ શેડિંગ થશે ? જો હા, તો એની શું અસર થશે ?

જવાબ : ના. લોડ શેડિંગની કોઈ યોજના નથી.

GP/RP

***



(Release ID: 1611426) Visitor Counter : 460