ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગની સમસ્યાઓનું સમાધાન કરવા માટે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય સંબંધિત વિભાગો સાથે સંપર્ક ચાલુ: શ્રીમતી હરસિમરત કૌર બાદલ
કોરોનાવાયરસ લૉકડાઉન દરમિયાન કેન્દ્રના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયે ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે બીજી વીડિયો કોન્ફરન્સ યોજી
Posted On:
05 APR 2020 2:07PM by PIB Ahmedabad
કેન્દ્રના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતી હરસિમરત કૌર બાદલે જણાવ્યું હતુ કે, ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય ઉદ્યોગોએ દર્શાવેલી વિવિધ સમસ્યાઓનું સમાધાન કરવા માટે તેમનુ મંત્રાલય સંબંધિત વિભાગો સાથે સંપર્ક ચાલુ રાખશે. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયનાં મંત્રીએ ફીક્કી, સીઆઈઆઈ, એસોચેમ, પીએચડીસીસીઆઈ તથા ટોચનાં અન્ય ઔદ્યોગિક સંગઠનો સાથે તા. 4 એપ્રિલના રોજ આ બીજી વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગના વિકાસ થયેલાં સૂચનો તથા સરકારની દરમિયાનગીરી થઈ શકે તેવી બાબતો અંગે ચર્ચા કરી હતી. તેમણે ખાદ્ય પ્રસંસ્કરણ સેકટરને લૉકડાઉન પછી નવા જોમ સાથે કામગીરી શરૂ કરવા અનુરોધ કર્યો હતો.
વીડિયો કોન્ફરન્સ દરમિયાન ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારો મારફતે બિઝનેસનુ વાતાવરણ સરળ બને તે હેતુથી અને પ્રથમ વીડિયો કોન્ફરનસ પછી જે મુદ્દા પ્રાપ્ત થયા હતા તે બાબતે લેવામાં આવેલાં કેટલાંક પગલાં તથા તે અંગે વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપી હતી.
મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું હતું કે ઉદ્યોગને હાલમાં જે નાનામાં નાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે તે તમાટે ફરિયાદ નિવારણ સેલની સ્થાપના કરવામાં આવી છે. અનાજ અને ઔષધોની ઉપલબ્ધી સપ્લાય ચેઈનની સુવિધા પૂરી પાડવા અંગે તથા લોજીસ્ટિક્સની વ્યવસ્થા બાબતે જે 348 પૂછપરછ કરવામાં આવી છે તેમાંથી 50 ટકાનુ નિરાકરણ થઈ ગયું છે, જ્યારે બાકીના મુદ્દા પાઈપલાઈનમાં છે. ઉદ્યોગના સભ્યોએ જણાવ્યુ હતું કે માલસામાનની હેરફેર શરૂ થઈ છે અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય તરફથી ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયનાં મંત્રી એ ઉદ્યોગોના આગેવાનો તરફથી સૂચનો આવકાર્યાં હતાં અને જણાવ્યું હતું કે એત વાર લૉકડાઉન ઉઠાવી લેવાય તે પછી ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ સુગમતાથી કામ કરતો થઈ જશે. ઉદ્યોગોએ જે બાબતે નિસબત વ્યક્ત કરી હતી તેમાં કામદારોની પાછા આવવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરતાં જણાવ્યુ હતું કે આ કામગીરી માટે કદાચ સ્પેશ્યલ ટ્રેઈનોની જરૂર પડશે. ઉદ્યોગોએ ખેત પેદાશો એકત્ર કરવા માટે તાત્કાલિક પ્રવાહિતાની જરૂરિયાત તેમજ કાર્યકારી મૂડીની મુશ્કેલી અંગે વાત કરી હતી. ઉત્તર-પૂર્વ વિસ્તારમાં કામગીરી ચાલુ રાખવા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
શ્રીમતી હરસિમરત કૌર બાદલે ઉદ્યોગોનો સૂચના આપવા બદલ આભાર માન્યો હતો. અને તેમના મુદ્દાઓ સંબંધિત મંચ સ્થળે રજૂ કરવાની ખાતરી આપી હતી. તેમણે સૌને તંદુરસ્ત રહેવા અને ફીટ રહેવા શુભેચ્છા પાઠવી હતી.
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રી રામેશ્વર તૈલીએ ઉદ્યોગ તરફથી જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા તેની કદર કરી હતી અને કેટલાક મુદ્દા ઉત્તર- પૂર્વ વિસ્તારનાં રાજ્યો સાથે હાથ ધરવાની ખાતરી આપી હતી.
GP/RP
*************
(Release ID: 1611391)
Visitor Counter : 224
Read this release in:
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Tamil
,
Telugu
,
Kannada