વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ડીએસટી ફંડેડ સ્ટાર્ટઅપે કોવિડ-19 રોગચાળા સામે લડવા રસાયણમુક્ત સિલ્વર આધારિત ડિસઇન્ફેક્ટન્ટ વિકસાવ્યું


કોલોઇડલ સિલ્વર બનાવવાની પ્રક્રિયા માટે ભારતીય પેટન્ટ ફાઇલ કરવામાં આવી તથા હેન્ડ સેનિટાઇઝર્સ અને ડિસઇન્ફેક્ટન્ટ બનાવવા માટે ટેસ્ટ લાઇસન્સ આપવામાં આવ્યું

Posted On: 04 APR 2020 5:11PM by PIB Ahmedabad

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) તથા બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી)ના સંયુક્ત સમર્થન સાથે પૂણેના સ્ટાર્ટઅપ વીઇનોવેટ બાયોસોલ્યુશન્સે હાથને સ્વચ્છ કરવા અને પર્યાવરણની અસર અનુભવતી વિવિધ સપાટીઓની સાફસફાઈ કરવા એની નેનો એજસાઇડ ટેકનોલોજીથી બનાવેલું વિશિષ્ટ નોન-આલ્કોહોલિક એક્વિયસ-આધારિત કોલોઇડલ સિલ્વર સોલ્યુશન પ્રસ્તુત કર્યું છે.

આ પ્રવાહી બિનદાહક અને નુકસાનકારક રસાયણોથી મુક્ત છે તથા સંપર્ક દ્વારા ઇન્ફેક્શનનાં પ્રસારને અટકાવવા માટે અસરકારક સેનિટાઇઝર બની શકશે. કોવિડ-19 રોગચાળાના પ્રસારનું મુખ્ય કારણ સંપર્ક છે. આમ આ પ્રવાહી આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત વ્યાવસાયિકો અને અન્ય ચેપગ્રસ્ત લોકોનું રક્ષણ કરશે.

વાયરલ નેગેટિવ-સ્ટ્રેન્ડ આરએનએ અને વાયરલ બડિંગના સિન્થેસિસને નિવારવા સિલ્વર નેનો પાર્ટિકલ્સની ક્ષમતા પર આધારિત વીઇનોવેટ બાયોસોલ્યુશન્સનું કોલોઇડલ સિલ્વર સોલ્યુશન નુકસાનકારક રસાયણોથી મુક્ત છે અને આલ્કોહોલ-આધારિત ડિસઇન્ફેક્ટન્ટ્સની સરખામણીમાં દહનક્ષમતાનું જોખમ ધરાવતું નથી.

આ સોલ્યુશન પ્રયોગશાળાના પરીક્ષણમાં પસાર થયું છે અને ઉત્પાદકોને ટેસ્ટ લાઇસન્સ મળ્યું છે. નાના પાયો કોલોઇડલ સિલ્વરનું સિન્થેઝાઇશેન પર પ્રાથમિક કાર્ય અને બેચને 5 લિટર સુધી વધારવાની કામગીરી પુનઃઉત્પાદનક્ષમતા સાથે હાથ ધરવામાં આવી છે.

વીઇનોવેટ બાયોસોલ્યુશન્સના સ્થાપકો પૈકીના એક ડૉ. મિલિન્દ ચૌધરીએ કહ્યું હતું કે, “અમારો ઉદ્દેશ દરરોજ ઓછામાં ઓછા 200 લિટર કોલોઇડલ સિલ્વર સોલ્યુશનનું ઉત્પાદન કરવાનો છે. અમારી ઉત્પાદન ક્ષમતા હેન્ડ સેનિટાઇઝેશન અને ડિસઇન્ફેક્શનની માગને પૂર્ણ કરવા માટે સ્થાપિત કરવામાં આવી છે. અમારા સોલ્યુશન સાથે અમે ચેપના પ્રસારથી દર્દીની સંખ્યા ઘટાડવા અને ભારતને ચેપમુક્ત કરવા સકારાત્મક અભિગમ ધરાવીએ છીએ.”

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું હતું કે, “નેનોપાર્ટિકલ્સ ઝડપથી અસરકારાક સોલ્યુશન તરીકે વિકસે છે, જે કોવિડ-19 સાથે સંબંધિત સમસ્યામાં ઉપયોગી છે. એમાં થેરનોસ્ટિક્સ (થેરપી પ્લસ ડાઇગ્નોસ્ટિક્સ)થી લઈને ડિસઇન્ફેક્શન અને ઇમેજિંગ સામેલ છે. નેનોપાર્ટિકલ્સની પ્રસ્તુતતા તેની સાઇઝ (100 એનએમથી ઓછી)ને લીધે છે, જે કોવિડ-19 વાયરસની સાઇઝને સમકક્ષ છે. આ પાર્ટિકલ્સ લક્ષ્યાંક અને ડ્રગ ડિલિવરી જેવી વિવિધ કામગીરીઓ કરે છે, જેને અસરકારક બનાવી શકાશે.”

સિલ્વર નેનોપાર્ટિકલ્સ અસરકારક એન્ટિવાયરસ તરીકે ઉપયોગી થશે, જે એચઆઇવી, હિપેટાઇટિસ બી, હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ, ઇન્ફ્લુએન્ઝા વાયરસ વગેરે જેવા ઘણા જીવલેણ વાયરસ સામે કામ કરે છે. તાજેતરનાં વિવિધ અહેવાલો ગ્લુટાએથિઓન કેપ્ડ- Ag2S NCs (સિલ્વર નેનોક્લસ્ટર્સ)ની ભૂમિકા સૂચવે છે, જે વાયરસ નેગેટિવ-સ્ટ્રેન્ડ આરએનએ અને વાયરલ બડિંગના સિન્થેસિસના નિવારણ દ્વારા કોરોનાવાયરસના પ્રસારને અટકાવે છે. જાપાનનાં સાઇતામાની નેશનલ ડિફેન્સ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના શિંગો નાકામુરા જેવા વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન સૂચવે છે કે Ag NP આધારિત સામગ્રીઓ દર્દીમાં ઇન્ફેક્શનને નિવારણ ઉપરાંત હેલ્થકેર વર્કર્સ (HCWs)ના કોન્ટેક્ટ ઇન્ફેક્શનને નિવારવા સક્ષમ બનાવશે. એટલે વીઇનોવેટ બાયોસોલ્યુશન્સની સેનિટાઇઝર્સની ટેકનોલોજી પર કોલોઇડલ સિલ્વર આરએનએ રેપ્લિકેશનને અટકાવીને અને ગ્લાકોપ્રોટિન્સની સપાટીને બ્લોક કરીને ઇન્ફેક્ટિવિટી નિવારીને કોવિડ-19ના પ્રસારને અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. કોલોઇડર સિલ્વર બનાવવાની પ્રક્રિયા માટે ભારતીય પેટન્ટ ફાઇલ કરવામાં આવી છે તથા હેન્ડ સેનિટાઇઝર્સ અને ડિસઇન્ફેક્ટન્ટ બનાવવા માટે ટેસ્ટ લાઇસન્સ આપવામાં આવ્યું છે.

(વધારે વિગત મેળવવા સંપર્ક કરો

ડૉ. મિલિન્દ ચૌધરી, સહ-સ્થાપક, વીઇનોવેટ બાયોસોલ્યુશન્સ

ઇમેલ: milind.bio[at]gmail[dot]com,

મોબાઇલ: 9867468149)

RP

 

*****



(Release ID: 1611199) Visitor Counter : 166