પ્રવાસન મંત્રાલય

પર્યટન મંત્રાલયે પર્યટન ઉદ્યોગ સંસ્થાનો અને આતિથ્ય ક્ષેત્ર સાથે એક વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કર્યું

Posted On: 04 APR 2020 5:07PM by PIB Ahmedabad

પર્યટન મંત્રાલયે શુક્રવારના રોજ પર્યટન ઉદ્યોગ સંસ્થાનો અને આતિથ્ય ક્ષેત્ર સાથે એક વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. પર્યટન સચિવ શ્રી યોગેન્દ્ર ત્રિપાઠી અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની અધ્યક્ષતામાં આ વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. રીમોટ કોન્ફરન્સીંગના માધ્યમથી રજૂ કરવામાં આવેલ સંસ્થાઓમાં ફેઈથ – FAITHનો સમાવેશ થાય છે કે જેCII, FICCI, PHDCCI અને IMAI– આ 9 એકમોની જનેતા છે.
પર્યટન અને આતિથ્ય ક્ષેત્રમાં કોવિડ-19ના કારણે ઉત્પન્ન થયેલ સંકટને હરાવવા માટે ઉદ્યોગો દ્વારા અનેક પ્રકારના વિચારો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. મંત્રાલયે પોતાના તરફથી પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી અને સંસ્થાઓને ખાતરી આપી હતી કે સંકટની આ ક્ષણમાં સરકાર તેમની સાથે છે અને રજૂ કરવામાં આવેલ સૂચનો ઉપર મંત્રાલય જરૂરથી કાર્ય હાથ ધરશે. સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂકવો એ આ કોન્ફરન્સમાંથી ફળીભૂત થયેલ મુખ્ય તત્વ હતું.

મંત્રાલય લૉકડાઉનના સમયગાળા દરમિયાન ઘરમાં સુરક્ષિત રહેવાની જરૂરિયાત વિષે જાગૃતિ ફેલાવવા અને એકવાર વિશ્વના દરવાજા ખુલી જાય પછી પ્રવાસ ખેડવા તૈયાર થવા માટે સોશ્યલ હેન્ડલનો ઉપયોગ કરી રહ્યું છે.

આ દરમિયાન ઇન્સ્ટીટયુટસ ઓફ હોટેલ મેનેજમેન્ટના કોર્સ મોડ્યુલ ઓનલાઈન હાથ ધરવામાં આવી રહ્યા છે અને ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમો સાથે તાલ મિલાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.
GP/RP



(Release ID: 1611109) Visitor Counter : 135