સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ડૉ. હર્ષવર્ધને એલએનજેપી હોસ્પિટલની મુલાકાત લીધી; કોવિડ-19 સામે સફળતાપૂર્વક લડવા તૈયારીની સમીક્ષા કરી
એલએનજેપી પ્રતિબદ્ધ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કામ કરશે
Posted On:
04 APR 2020 4:36PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ (એલએનજેપી)ની મુલાકાત લીધી હતી અને કોવિડ-19નો સફળતાપૂર્વક સામાનો કરવા તૈયારીની સમીક્ષા કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ થોડા વોર્ડ, નવા સર્જિકલ વોર્ડ બ્લોક, ડાયેટરી ડિપાર્ટમેન્ટ, સ્પેશ્યલ વોર્ડ, કોરોના સ્ક્રીનિંગ સેન્ટર, કોરોના કેર અને આઇસીયુની મુલાકાત લીધી હતી. હોસ્પિટલનાં વિવિધ વોર્ડ અને સંકુલેની વિસ્તૃત સમીક્ષા અને ચકાસમઈ કર્યા પછી આરોગ્ય મંત્રીએ વિભાગોની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને એની પ્રશંસા કરી હતી તથા આ કામગીરી હાથ ધરવા માટે મોખરે રહેનાર હેલ્થ વર્કર્સના સમર્પણ અને મહેનતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “દેશ હાલના કટોકટીના સમયમાં તમારી સેવા માટે હંમેશા તમારો ઋણ રહેશે.” તેમણે હોસ્પિટલમાં ઉચિત ઇન્ફેક્શન નિયંત્રણ આચારસંહિતાનું પાલન કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી. આઇસોલેશન બેડની વિકસતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, એલએનજેપી હોસ્પિટલ ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કામ કરશે, જે પર્યાપ્ત સંખ્યામાં આઇસોલેશન વોર્ડ અને બેડ ધરાવે છે.
ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, સરકારે કોવિડ-19 દર્દીઓ માટે એલએનજેપીમાં 1500 બેડ અને જી બી પંત હોસ્પિટલમાં 500 બેડની ઓળખ કરી છે. ડૉક્ટરો અને હેલ્થ સ્ટાફથી સજ્જ આ વોર્ડને કેમ્પસમાં અને નજીકની હોટેલમાં નર્સોની હોસ્પિટલમાં બોર્ડિંગ અને લોજિંગ માટે વિશેષ સુવિધા પ્રદાન કરવામાં આવી છે, જેથી તેમની અવરજવરની સમસ્યાનું સમાધાન થાય તેમજ તેમના પરિવારજનો સાથેના સંસર્ગનું જોખમ ટળે. તેમણે એવું સૂચન પણ કર્યું હતું કે, હોસ્પિટલમાં સેવા લેતા આ પ્રકારનાં દર્દીઓ માટે ટેલીમેડિસિન / ટેલી કન્સલ્ટેશનની સિસ્ટમ સ્થાપિત કરવી જોઈએ. આ જ પ્રકારની સિસ્ટમ એમ્સ નવી દિલ્હીમાં સ્થાપિત કરીને કાર્યરત કરવામાં આવી છે એવું તેમણે ઉમેર્યું હતું. તેમણે જાણકારી આપી હતી કે, સરકારે ડિજિટલ પ્રીસ્ક્રિપ્શન અને દવાઓની હોમ ડિલિવરીની સિસ્ટમની સુવિધા પણ આપી છે.
પીપીઇ, એન95 માસ્ક અને વેન્ટિલેટર્સની ઉપલબ્ધતા પર આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, “અમને પર્યાપ્ત સંખ્યા માટે ઓર્ડર આપી દીધા છે, જેથી ભવિષ્યમાં જરૂર પડે તો વધતી જરૂરિયાતને પૂર્ણ કરી શકાય.” વિવિધ રાજ્ય સરકારો પર્યાપ્ત સંખ્યામાં પીપીઇ – 4,66,057 અને એન95 માસ્ક – 25,28,996 ધરાવે છે – તેમને આગામી થોડા દિવસોમાં વધારે પીપીઇ – 1,54,250 અને એન95 -1,53,300 આપવામાં આવશે.
ડૉક્ટરો અને મોખરે રહીને કામ કરતા હેલ્થ વર્કર્સ સાથે ભેદભાવની સમસ્યા પર તેમણે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે આ પ્રકારની ઘટનાઓની નોંધ લીધી છે અને સત્તામંડળોને રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ કડક કામગીરી કરવાની સલાહ આપી છે. તેમણે સાધારણ જનતા અને દર્દીઓનાં પરિવારજનોને ડૉક્ટરો અને હેલ્થકેર વર્કર્સ પર હુમલો ન કરવા અપીલ કરી હતી, જેઓ કોરોનાથી અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનનું રક્ષણ કરવા તેમનું કિંમતી જીવન અને સમય આપી રહ્યાં છે.
તેમણે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ માર્ગદર્શિકા તથા દેશમાં કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં લેવા અને નિવારણ કરવા માટે શું કરવું અને શું ન કરવું એ માટે જરૂરી બાબતોનું અનુસરણ કરવા વિનંતી કરી હતી.
GP/RP
(Release ID: 1611099)
Visitor Counter : 227