નાગરિક ઉડ્ડયન મંત્રાલય

કોવિડ-19 સામે ભારતની લડાઇમાં સ્થાનિક કાર્ગો વિમાનોએ કામગીરી વધુ મજબૂત કરી


બહુવિધ પૂરવઠા – પરીક્ષણ કીટ્સ, માસ્ક, હાથમોજાં અને બધી ઘણી વસ્તુઓ 26 માર્ચ 2020થી સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવી રહી છે

24X7 વ્યવસ્થા અને પાયાના સ્તરે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે

Posted On: 04 APR 2020 1:58PM by PIB Ahmedabad

કોવિડ-19 સામે દેશની લડાઇ વધુ મજબૂત બનાવવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા નીતિ સ્તરે અને પાયાના સ્તરે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોવિડ-19 સંબંધિત રસાયણો, એન્ઝાઇમ્સ, તબીબી ઉપકરણો, પરીક્ષણ કીટ્સ, PPE, માસ્ક, હાથમોજાં અને HLLની અન્ય ઍક્સેસરીઝ તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની વિનંતી અનુસાર અન્ય ચીજો અને પોસ્ટ પેકેટ્સ સહિતનો સામાન દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવ્યો છે.

 

વિવિધ રાજ્યો અને સમગ્ર દેશમાં ICMR કેન્દ્રોને આવશ્યક તબીબી પૂરવઠાની ડિલિવરીની મદદથી નીચે ઉલ્લેખ કરેલા કાર્યો પાર પાડી શકાયા છે:

  • રસાયણો/તબીબી કીટ્સની ડિલિવરીના કારણે સમયસર દર્દીઓનું પરીક્ષણ જેથી આ દિશામાં જરૂર પ્રમાણે પગલાં લીધા
  • ડૉક્ટર તેમજ અન્ય લોકો માસ્ક અને હાથમોજાંનો ઉપયોગ કરી પોતાને અને અન્ય લોકોને સુરક્ષિત રાખી શકે તે માટે વિમાન દ્વારા ડિલિવરી કરી
  • પૂર્વોત્તરના રાજ્યો અને અંતરિયાળ વિસ્તારોમાં તબીબી પૂરવઠો પહોંચાડ્યો જેથી દેશમાં કોઇપણ પ્રદેશ કોવિડ-19 સામેની લડાઇમાં પાછળ ન રહી જાય.

હબ એન્ડ સ્પોક લાઇફલાઇન સેવાઓ શરૂ કરવામાં આવી જેથી સાથે સાથે, દેશમાં અલગ અને દૂરના વિસ્તારોની પણ સંભાળ લઇ શકાય અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય.

કાર્ગો વિમાનોનું તારીખ અનુસાર વિવરણ નીચે દર્શાવ્યા પ્રમાણે છે:

ક્રમ

તારીખ

એર ઇન્ડિયા

અલાયન્સ

IAF

ઇન્ડિગો

સ્પાઇસજેટ

કુલ ફ્લાઇટ્સ

1

26.3.2020

02

--

-

-

02

04

2

27.3.2020

04

09

01

-

--

14

3

28.3.2020

04

08

-

06

--

18

4

29.3.2020

04

10

06

--

--

20

5

30.3.2020

04

-

03

--

--

07

6

31.3.2020

09

02

01

 

--

12

7

01.4.2020

03

03

04

--

-

10

8

02.4.2020

04

05

03

--

--

12

9

03.4.2020

08

--

02

--

--

10

 

કુલ

42

37

20

06

02

107

 

* લદ્દાખ, દીમાપૂર, ઇમ્ફાલ, ગંગટોક, ગુવાહાટી, બગોદરા, ચેન્નઇ અને પોર્ટબ્લેર માટે એર ઇન્ડિયા અને IAF દ્વારા જોડાણ કરવામાં આવ્યું છે.

 

કુલ આવરી લેવામાં આવેલા કીલોમીટર

1,02,115 કિમી

03.04.2020 ના રોજ પરિવહન કરવામાં આવેલો માલનો જથ્થો

19.39 ટન

03.04.2020 સુધીમાં પરિવહન કરવામાં આવેલો માલનો કુલ જથ્થો

119.42 + 19.39 = 138.81 ટન

  • તબીબી એર કાર્ગો સંબંધિત એક વિશેષ વેબસાઇટ લાઇફલાઇન ઉડાન પણ શરૂ કરવામાં આવી છે આ વેબસાઇટની લિંક MoCAની વેબસાઇટ પર ઉપલબ્ધ છે (www.civilaviation.gov.in)

આંતરરાષ્ટ્રીય – શાંઘાઇ અને દિલ્હી વચ્ચે એર બ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે. એર ઇન્ડિયાનું પ્રથમ કાર્ગો વિમાન 5 એપ્રિલ 2020ના રોજ રવાના થશે. મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો એરલિફ્ટ કરવા માટે એર ઇન્ડિયા દ્વારા ચીનની સમર્પિત કાર્ગો વિમાન શિડ્યૂલ અનુસાર ચલાવવામાં આવશે.

ખાનગી ઓપરેટર્સ – સ્થાનિક કાર્ગો આપરેટર્સ; બ્લુ ડાર્ટ, સ્પાઇસજેટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનો ચલાવી રહ્યા છે. સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 3 એપ્રિલ 2020 સુધીમાં 153 કાર્ગો વિમાનની ઉડાન દ્વારા 207947 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 1213.64 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 44 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ હતી. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 3 એપ્રિલ 2020 દરમિયાન 48 સ્થાનિક ઉડાન દ્વારા 45783 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 702.43 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. ઇન્ડિગો દ્વારા 03.4.2020ના રોજ 5 કાર્ગો વિમાન ચલાવવામાં આવ્યા હતા જેમાં 4871 કિમીનું અંતર કાપીને 2.33 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું.

GP/RP


(Release ID: 1611057) Visitor Counter : 190