PIB Headquarters

કોવિડ-19 પર PIBનું વિશેષ બુલેટીન

• અત્યાર સુધીમાં 2301 વ્યક્તિને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઇ અને 56 વ્યક્તિનાં મોત નોંધાયા છે. ડૉક્ટરો અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓના કામમાં અવરોધ ઉભા ન કરવાની દર્દીઓ અને તેમના પરિવારોને આરોગ્ય મંત્રીની અપીલ.

• પ્રધાનમંત્રીએ 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગે 9 મિનિટ માટે મીણબત્તી, દીવા વગેરે પ્રગટાવીને એકતા બતાવવા અપીલ કરી

• રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલો, LG અને વહીવટી અધિકારીઓ સાથે ચર્ચા કરી

• મહિલા PMJDY ખાતાધારકોને એપ્રિલ 2020 માટે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરવામાં આવ્યા

Posted On: 03 APR 2020 7:20PM by PIB Ahmedabad

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ

અત્યાર સુધીમાં 2301 લોકોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઇ છે અને 56 લોકોનાં મોત નીપજ્યાં છે. 156 લોકો સાજા થયા/સાજા થવાથી હોસ્પિટલમાંથી રજા આપી. HFW મંત્રીએ દર્દીઓ અને તેમના પરિવારજનોને અપીલ કરી કે, ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓના કામમાં અવરોધ ઉભા ન કરશો. તેમણે સમગ્ર દેશમાં અગ્ર હરોળમાં સેવા આપી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક અંગે ચિંતા વ્યક્ત કરી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ કોવિડ-19 માટે માનવ સંસાધન વ્યવસ્થાપન અંગે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને માર્ગદર્શિકા બહાર પાડી.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610749

પ્રધાનમંત્રીનો રાષ્ટ્રજોગ સંદેશ

પ્રધાનમંત્રીએ તેમને રાષ્ટ્રજોગ સંદેશામાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે લડવા માટે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે કોઇએ પોતે એકલા છે તેવું માનવું નહીં. કોરોના વાયરસ સામેની લડાઇ માટે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે દેશની એકતા બતાવવા માટે 5 એપ્રિલ, રવિવારના રોજ રાત્રે 9 કલાકે 9 મિનિટ સુધી તમારા ઘરની તમામ લાઇટ્સ બંધ કરીને મીણબત્તી, દીવા અને મોબાઇલ ફ્લેશ લાઇટ કરવા તેમણે સમગ્ર ભારતમાં લોકોને અપીલ કરી. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610559

રમતવીરો સાથે પ્રધાનમંત્રીએ વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રીએ રમતવીરોને લોકો માટે પોતાના સંદેશામાં પાંચ મુદ્દા સમાવવા કહ્યું: મહામારી સામે લડવાનો ‘સંકલ્પ’, સામાજિક અંતર જાળવવા ‘સંયમ’, સકારાત્મકતા જાળવવા ‘સકારાત્મકતા’, તબીબી સમુદાય સહિત આ લડાઇમાં અગ્ર હરોળમાં સેવા આપી રહેલા તમામ લોકો, પોલીસ જવાનો વગેરેને આદર માટે ‘સન્માન’, PM-CARES ભંડોળમાં યોગદાન દ્વારા ‘સહયોગ’.

 https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610612

 

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ કોવિડ-19ને પ્રતિક્રિયા અંગે રાજ્યપાલો, લેફ્ટેનન્ટ ગવર્નરો અને વહીવટી અધિકારીઓ સાથે ચર્ચા કરી

કોવિડ-19 મહામારી સામે દેશની જનતાએ અદભૂત હિંમત, શિસ્ત અને એકતા બતાવીને દૃષ્ટાંત પૂરું પાડ્યું છે તેમ કહેતા રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદે બે ઘટનાઓ – આનંદ વિહારમાં વિસ્થાપિત શ્રમિકો એકઠા થયા અને નિઝામુદ્દીનમાં તબલીઘી જમાતનું સંમેલન- પર ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે તેનાથી દેશના પ્રયાસોમાં પાછીપાની થઇ છે.  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610707

 

ઉપરાષ્ટ્રપતિએ રાજ્યપાલો/ લેફ્ટે. ગવર્નરોને વિનંતી કરી કે તેઓ ધાર્મિક ગુરુઓને સંમેલનો/ કાર્યક્રમો ન યોજવાની સલાહ આપે

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડૂએ આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલો તેમજ લેફ્ટેનન્ટ ગવર્નરોને અપીલ કરી હતી કે, તેઓ આધ્યાત્મિક અને ધાર્મિક ગુરુઓને સલાહ આપે કે, તેઓ કોઇપણ પ્રકારના મેળાવડાનું આયોજન ન કરે અને કોવિડ-19નો ફેલાવો રોકવા માંટે લાગુ કરવામાં આવેલા સામાજિક અંતરના પગલાંના પાલનનું પાલન કરે. તેમણે એવી પણ ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તેઓ પોતાના રાજ્યોમાં ખેતીવાડી ઉત્પાદનોની લણણી, સંગ્રહ અને ખરીદી સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વ્યવસ્થા પર ધ્યાન આપે. .https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610629

મહિલા PMJDY ખાતાધારકોને સીધું રોકડ હસ્તાંતરણ

ગ્રામીણ વિકાસ મંત્રાલયે PMJDY ખાતાધારક મહિલાઓને એપ્રિલ 2020 માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત દરેક મહિલાને રૂપિયા 500ની સહાય 2 એપ્રિલ 2020ના રોજ તેમના ખાતામાં જમા કરાવી હતી. સામાજિક અંતર જાળવી રાખવા અને લાભાર્થીઓ યોગ્ય રીતે નાણાં ઉપાડી શકે તે માટે, બેંકોને નિર્દેશો આપવામાં આવ્યા કે નાણાં ઉપાડવા માટે બેંક પર આવતા લાભર્થીઓ વચ્ચે અંતર જાળવવાની વ્યવસ્થા કરવી.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610606

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રવાસી વીઝા પર તબલીઘી જમાતની પ્રવૃત્તિઓમાં સામેલ થવા અત્યારે ભારતમાં આવેલા 960 વિદેશીઓને બ્લેકલિસ્ટ કર્યા: યોગ્ય કાયદાકીય પગલાં લેવાશે

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610456

ભારતમાં ફસાયેલા વિદેશીઓના પરિવહન અને કોવિડ-19ના પરીક્ષણમાં નેગેટિવ રિપોર્ટ બાદ ક્વૉરેન્ટાઇનમાં રાખેલા લોકોને રજા આપવા અંગે SOP નિર્ધારિત કરવા ગૃહ મંત્રાલયે પરિશિષ્ટ બહાર પાડ્યું

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610509

કોવિડ-19માંથી બહાર આવવા માટેની તૈયારીઓથી અવગત થવા માટે ડૉ. હર્ષવર્ધને ડૉ. RML અને સફદરગંજ હોસ્પિટલની જાતે જ મુલાકાત લીધી; દર્દીઓના ખબરઅંતર પૂછ્યા

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610703

કોવિડ-19 સામે લડવા માટે સમગ્ર દેશમાં તબીબી પૂરવઠાની કોઇ અછત નથી

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રીએ કહ્યું કે, કોવિડ-19 મહામારીના ઉપદ્રવ સામે લડવા માટે સમગ્ર દેશમાં તબીબી પૂરવઠાની કઇ જ અછત નથી.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610688

કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં નાગરિક સત્તાધીશો સાથે  સશસ્ત્ર દળો હાથમાં હાથ મિલાવીને કામ કરી રહ્યા છે

સશસ્ત્ર દળો દ્વારા મુંબઇ, જૈસલમેર, જોધપૂર, હિંદોન, માનેસર અને ચેન્નઇ એમ છ જગ્યાએ ક્વૉરેન્ટાઇન સુવિધા ચલાવવામાં આવે છે. આ કેન્દ્રોમાં 1737 લોકોને રાખવામાં આવ્યા છે જેમાંથી અત્યાર સુધીમાં 403 વ્યક્તિઓને રજા આપવામાં આવી છે. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610577

કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે લાગુ લૉકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં ખાદ્યાન્નનો પૂરવઠો વિના અવરોધે જાળવી રાખવાનું FCI એ સુનિશ્ચિત કર્યું

આજે 69 રેલ રેકમાં સામાન લઇ જવાયો, 24 માર્ચે લૉકડાઉનની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં 477 રેકમાં અંદાજે 13.36 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું પરિવહન કરાયું.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610732

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને LPG સિલિન્ડરોના વિતરણ અને PMUY લાભાર્થીઓને ત્રણ મફત સિલિન્ડરના પૂરવઠા અંગે DNO સાથે ચર્ચા કરી

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610740

કૃષિ મંત્રીએ e-NAM પ્લેટફોર્મમાં નવી વિશેષતાઓ શરૂ કરી

ખેડૂતો દ્વારા કૃષિ માર્કેટિંગ વધુ મજબૂત બને તે માટે કૃષિ મંત્રીએ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM)  પ્લેટફોર્મમાં નવી વિશેષતાઓ શરૂ કરી જેથી કોવિડ-19 સામેની લડાઇમાં બજારોમાં ભીડ ઘટાડવા માટે અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે ત્યારે ખેડૂતોને જથ્થાબંધ બજારોમાં તેમનો લણેલી ઉપજ વેચવા માટે પ્રત્યક્ષ આવવાની જરૂરિયાત ઘટી જશે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610403

DRDO દ્વારા સાર્વજનિક જગ્યાઓની અસરકારક સફાઇ માટે ઉપકરણ તૈયાર કરાયું

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610736

શ્રી પીયૂષ ગોયલે સ્ટાર્ટ અપ હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી
સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ પર કોવિડ-19 અને લૉકડાઉનના કારણે પડેલી અસરોનું મૂલ્યાંકન કરવા અને તેનો ઉકેલ લાવવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ આ ક્ષેત્રના હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610453

કોવિડ-19 સામે લડી રહેલા સ્વાસ્થ્ય પ્રોફેશનલોની સલામતી માટે DRDOએ સીમ સીલિંગ ગ્લૂ સાથેનો બાયો સ્યૂટ તૈયાર કર્યોે  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610429

લૉકડાઉન પ્રતિબંધોમાંથી સબંધિત ચોક્કસ સેવાઓની બાકાતી

લૉકડાઉન દરમિયાન ચોક્કસ સેવાઓને બાકાતા રાખવા સંબંધિત મુદ્દે કેન્દ્રીય ગૃહ સચિવએ રાજ્યોને પત્ર દ્વારા આ ચોક્કસ સેવાઓ વિશે જાણ કરી છે જેમાં ખેતી ઉત્પાદનોનું ડાયરેક્ટ માર્કેટિંગ, આંગણવાડી દ્વારા બાળકો અને સ્તનપાન કરાવતી માતાઓની ખાદ્યચીજો અને પોષણ અને તબીબી સેવાઓ તેમજ આયુષ શ્રેણી હેઠળ દવા ઉત્પાદન સામેલ છે. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610513

રેલવેએ માસ્ક અને સેનિટાઇઝર્સનું ઇન-હાઉસ ઉત્પાદન શરૂ કર્યું

1 એપ્રિલ 2020 સુધીમાં ભારતીય રેલવેએ પોતાના ઝોનલ રેલવે, ઉત્પાદન એકમો અને PSUમાં કુલ 287704 માસ્ક અને 25806 લીટર સેનિટાઈઝરનું ઉત્પાદન કર્યું.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610695

કોવિડ-19 સામે લડવા માટે DSTIIT બોમ્બેના SINE ખાતે ઝડપી પ્રતિક્રિયા કેન્દ્ર ઉભું કર્યું

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610716

ભારત નિહાળે છે દૂરદર્શન, ભારત લડે છે કોરોના સામે

લૉકડાઉનના સમયગાળા દરમિયાન DD નેશનલ અને DD ભારતી પર જૂના જમાનાની લોકપ્રિય ટીવી શ્રેણીઓનું ફરી પ્રસારણ શરૂ કરવાથી, ભારતીયોના દિલમાં દૂરદર્શને ફરી એકવાર રાષ્ટ્રીય પ્રસારણકર્તા તરીકે પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610446

પ્રધાનમંત્રી અને મહામહિમ પ્રિન્સ ઓફ વેલ્સ વચ્ચે ટેલીફોન પર વાર્તાલાપ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મહામહિમ પ્રિન્સ ઓફ વેલ્સ વચ્ચે આજે ટેલીફોન પર વાર્તાલાપ થયો હતો. બંને મહાનુભવોએ હાલમાં ફેલાયેલી કોવિડ-19 મહામારી અંગે ચર્ચા કરી હતી. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610479

પ્રધાનમંત્રી અને જર્મનીનાં સંઘીય ચાન્સેલર વચ્ચે ટેલીફોન પર વાર્તાલાપ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેલીફોન પર જર્મનીના સંઘીય ચાન્સેલર મહામહિમ ડૉ. એન્જેલા માર્કેલ સાથે વાત કરી હતી. બંને નેતાઓએ વર્તમાન કોવિડ-19 મહામારી અંગે તેમજ બંને દેશોમાં પ્રવર્તમાન સ્થિતિ પર તથા આ સ્વાસ્થ્ય સાથે સંબંધિત કટોકટી સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય જોડાણના મહત્ત્વ પર ચર્ચા કરી હતી. https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610467

કોવિડ-19 અને સંબંધિત શ્વસન ચેપને દૂર કરવા માટેના પ્રોજેક્ટ્સના પ્રથમ સેટને DST-SERBની મંજૂરી https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610399

પર્યટન મંત્રાલય સરકાર દ્વારા પર્યટકો અને પર્યટન ઉદ્યોગ માટે બહાર પાડવામાં આવતી સ્વાસ્થ્ય અને અન્ય માર્ગદર્શિકા અને સલાહોનો નિયમિતરૂપે પ્રસાર કરવાનું સુનિશ્ચિત કરે છે.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610611

ઊર્જા અને અક્ષય ઊર્જાના PSU દ્વારા PM CARES ભંડોળમાં રૂપિયા 925 કરોડનું દાન ;

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610671

કોવિડ-19 વાયરસ ચેપના નિવારણ પર વિસ્તૃત પગલાં લેવા ભારતીય રેલવેએ મોટા પાયે સંપૂર્ણ વહીવટીતંત્રને સજ્જ કર્યું.

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610692

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે UGC, AICTE, NCTE, NIOS, NCERT અને KVSને કોવિડ-19ના જોખમ વચ્ચે કઈ રીતે સુરક્ષિત રહેવું તે અંગે પત્ર લખ્યો;

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610657

લૉકડાઉનનો અમલ કરવા માટે પૂર્વોત્તરની આતંરરાષ્ટ્રીય સરહદ (અંદાજે 5500 કિમી) બંધ કરવામાં આવી છે: ડૉ. જીતેન્દ્રસિંહ

https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1610672(Release ID: 1610950) Visitor Counter : 53