વિદ્યુત મંત્રાલય

ઊર્જા અને અક્ષય ઊર્જાના PSU દ્વારા PM CARES ભંડોળમાં રૂપિયા 925 કરોડનું દાન

Posted On: 03 APR 2020 3:49PM by PIB Ahmedabad

ઊર્જા મંત્રાલય અને નવી તેમજ અક્ષય ઊર્જા મંત્રાલય હેઠળ આવતા કેન્દ્રીય જાહેર કેન્દ્ર ઉદ્યોગો (CPSEs) દ્વારા ‘કટોકટીની સ્થિતિમાં પ્રધાનમંત્રીના નાગરિક સહાય અને રાહત ભંડોળ’ (PM CARES ભંડોળ)માં રૂપિયા 925 કરોડનું દાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસ (કોવિડ-19) મહામારીથી પીડિતોને રાહત આપવા માટે PMO દ્વારા આ ભંડોળની રચના કરવામાં આવી છે.

 

આ મંત્રાલય હેઠળ આવતા PSU દ્વારા આ મોટી પહેલ અંગે માહિતી આપતા કેન્દ્રીય ઊર્જા અને નવી તેમજ અક્ષય ઊર્જા મંત્રી શ્રી આર. કે. સિંહે ટ્વીટ કરી હતી કે. ‘અમને એ માહિતી આપતા ઘણું ગર્વ અનુભવાય છે કે, ઊર્જા અને MNRE મંત્રાલય અંતર્ગત આવતા જાહેર ક્ષેત્રના સાહસો દ્વારા PM- CARES ભંડોળમાં રૂપિયા 925 કરોડનું દાન આપવાનો નિર્ણય લેવાયો છે જેમાંથી 31 માર્ચના રોજ રૂપિયા 445 કરોડ પ્રારંભિક રીતે જમા કરાવી દેવામાં આવ્યા છે જ્યારે બાકીની રકમ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જમા કરાવાશે.’ રૂપિયા 925 કરોડના આ યોગદાનમાં ઊર્જા મંત્રાલય હેઠળ આવતા PSU દ્વારા રૂપિયા 905 કરોડ અને MNRE હેઠળ આવતા PSU દ્વારા રૂપિયા 20 કરોડનું યોગદાન સામેલ છે.

 

શ્રી સિંહે જણાવ્યું હતું કે, “કોવિડ-19 અત્યારે સમગ્ર દુનિયામાં અત્યંત ઝડપથી અને વ્યાપક રીતે ફેલાયેલી બીમારી છે. ભારતમાં પણ આ મહામારીએ ગંભીર સ્વાસ્થ્ય જોખમો ઉભા કર્યા છે, જેમાં સમગ્ર દેશે સાથે મળીને તેનો સામનો કરવો જરૂરી છે.” પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકોને કરવામાં આવેલી વિનંતીના પગલે PM Cares ભંડોળમાં સંપૂર્ણ દિલથી યોગદાન આપી રહેલા તમામ લોકોના આ પગલાંની તેમણે પ્રશંસા કરી હતી. યોગદાનની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

આંકડા રૂપિયા કરોડમાં

ઊર્જા મંત્રાલયના CPSE દ્વારા PM CARES ભંડોળમાં યોગદાન

ક્રમ

CPSEનું નામ

31 માર્ચ, 2020 સુધીમાં યોગદાન

2020-21 માટેના CSR બજેટ સિવાય જમા કરવાની પ્રસ્તાવિત રકમ

કર્મચારીઓના પગારમાંથી યોગદાન

કુલ

  1.  

NTPC

NIL

250

7.5

257.50

  1.  

PGCIL

130

70

2.47

202.47

  1.  

PFC

181

19

0.18

200.18

  1.  

REC લિમિટેડ

100

50

0.15

150.15

  1.  

NHPC

20

30

1.9

51.90

  1.  

SJVN લિમિટેડ

5

20

0.32

25.32

  1.  

THDC

2.0

7.4

0.60

10.00

  1.  

BBMB

NIL

NIL

2.5

2.50

  1.  

POSOCO

0.27

0.3

0.17

0.74

  1.  

NEEPCO

2.56

1.50

0.60

4.66

 

 

440.83

448.20

16.39

 

કુલ રકમ

905.42

 

આંકડા રૂપિયા કરોડ

નવી અને અક્ષય ઊર્જા મંત્રાલયના CPSE દ્વારા PM CARES ભંડોળમાં યોગદાન

અનુક્રમ નંબર

CPSEનું નામ

યોગદાનની રકમ (CSR + પગાર)

1.

IREDA

15

2.

SECI

5

કુલ રકમ

20

 

GP/RP(Release ID: 1610721) Visitor Counter : 54