રસાયણ અને ખાતર મંત્રાલય

કોવિડ-19 વિરુદ્ધ લડવા માટે સમગ્ર દેશમાં મેડીકલ પૂરવઠાની કોઈ અછત નથી– ગૌડા

Posted On: 03 APR 2020 4:22PM by PIB Ahmedabad

કેમિકલ અને ફર્ટિલાઇઝર કેન્દ્રીય મંત્રી શ્રી ડી વી સદાનંદ ગૌડાએ જણાવ્યું છે કે કોવિડ-19 મહામારી સામે લડવા માટે સમગ્ર દેશમાં મેડીકલ પુરવઠાની કોઈ અછત નથી.

શ્રી ગૌડાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ભારત સરકાર એ બાબતની ખાતરી કરી રહી છે કે કોવિડ-19 વિરુદ્ધ લડવા માટે જરૂરી આપણી પાસે જરૂરી તમામ મેડીકલ પુરવઠો ઉપલબ્ધ હોય. તેમણે ઉમેર્યું કે છેલ્લા 5 દિવસમાં 62 લાઈફલાઈન ઉડાન ફ્લાઈટ દ્વારા 15.4 ટનનો જરૂરી મેડીકલ જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. “માલવાહક ફ્લાઈટસ દ્વારા છેલ્લા 4 દિવસમાં સમગ્ર દેશમાં 10 ટનના મેડીકલ સાધનો પહોંચાડવામાં આવ્યા છે.”

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર જરૂરી વસ્તુઓ જેવી કે ફાર્માસ્યુટિકલ્સ અને હોસ્પિટલના સાધનોના ઉત્પાદન પર પણ પૂરેપૂરું ધ્યાન આપી રહી છે. તેની માટે સેઝમાં 200થી વધુ એકમો કાર્યાન્વિત છે.

શ્રી ગૌડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જરૂરી મેડીકલ વસ્તુઓની વહેંચણી પર નજીકથી દેખરેખ રાખવા માટે અને સામાનને લગતી સમસ્યાઓને ઉકેલવા માટે એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમની પણ સ્થાપના કરવામાં આવી છે.



(Release ID: 1610711) Visitor Counter : 156