ગૃહ મંત્રાલય
કોવિડ-19 સામે લડવા માટે લૉકડાઉન પ્રતિબંધોમાંથી કૃષિને લગતા ઉત્પાદનોનું માર્કેટિંગ, આંગણવાડી વર્કર્સ અને આયુષને લગતી ચોક્કસ સેવાઓને બાકાત રાખવામાં આવી
Posted On:
02 APR 2020 9:40PM by PIB Ahmedabad
ગૃહ બાબતોના મંત્રાલય (એમએચએ) દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ-19 સામે લડવા માટે લૉકડાઉનના પગલા અંગે કોન્સોલિડેટેડ માર્ગદર્શિકાઓ અંતર્ગત ચોક્કસ સેવાઓને બાકાત કરવાના સંદર્ભમાં પૂછવામાં આવેલ પ્રશ્નોના પ્રતિભાવ સ્વરૂપે કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યોને ઉપરોક્ત પ્રતિબંધની સ્થિતિમાં બાકાત રાખવામાં આવેલ આ સેવાઓની માહિતી અંગે સ્પષ્ટતા કરતો પત્ર લખ્યો છે.
રાજ્યોને લખવામાં આવેલ પત્રોમાં લૉકડાઉનના પ્રતિબંધો અંતર્ગત બાકાત રાખવામાં આવેલ ચોક્કસ સેવાઓ વિસ્તૃતપણે નીચે અનુસાર છે:
• કૃષિ પેદાશોનું સીધું માર્કેટિંગ
• આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા બાળકો, મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓને ભોજન અને પોષણની સહાયતા
• આયુષ શ્રેણી અંતર્ગત મેડીકલ સુવિધાઓ અને દવાઓનું ઉત્પાદન
Click Here to see Communication to States with specific details of exempt categories
(Release ID: 1610600)
Visitor Counter : 150