ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે પ્રવાસી વિઝા પર તબલીઘી જમાત પ્રવૃત્તિઓ માટા આવેલા 960 વિદેશીઓને બ્લેક લિસ્ટ કર્યાં; જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

Posted On: 02 APR 2020 7:38PM by PIB Ahmedabad

ગ્રુહ મંત્રાલય દ્વારા પ્રવાસી વિઝા પર તબલીધી જમાત પ્રવૃત્તિઓ માટે આવેલા 960 વિદેશીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા કર્યાં છે અને આ સાથે જ તેમના ભારતીય વિઝા પણ રદ કરી દેવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલય દ્વારા તબલીઘી જમાત, નિઝામુદ્દીનના કેસમાં દિલ્હી પોલીસ અને અન્ય સંબંધિત રાજ્યોના પોલીસ મહાનિર્દેશકોને વિદેશી અધિનિયમ, 1946 અને આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ 960 વિદેશીઓ વિરુદ્ધ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

RP

*******


(Release ID: 1610502) Visitor Counter : 182