સંરક્ષણ મંત્રાલય
ભારતીય નૌકાદળના જહાજે દરિયામાં અટવાયેલા નિરાધાર માછીમારોની મદદ કરી
પોસ્ટેડ ઓન:
02 APR 2020 6:32PM by PIB Ahmedabad
કોચી સ્થિત દક્ષિણ નૌકા કમાંડના ડાઈવિંગ સપોર્ટ વેસલ જહાજ કે જે કેરાલાના દરિયાકાંઠે પેટ્રોલ મિશન પર હતું તેણે 1 એપ્રિલ 20ના રોજ કોચીથી નીકળેલા તમિલનાડુના સેઇન્ટ નિકોલસ ફિશિંગ બોટ પર સવાર અને માર્ગ ભટકેલા 10 માછીમારોનો બચાવ કર્યો હતો.
10 સભ્યો સાથેની આ નૌકા પાસે વતન બંદર તમિલનાડુના કોલાચેલ સુધી પહોંચવા માટે પુરતું બળતણ, પાણી અને અન્ય સામગ્રી નહોતી અને તે કોચીથી દૂર દિશા ભટકી ગઈ હતી. આઈએનએસ નિરીક્ષકને આ નૌકાની તકલીફ અંગે જાણ થતાની સાથે જ તેણે માછીમારોની આ નાવને જ્યાં સુધી તેઓ પોતાના વતન બંદર સુધી ના પહોંચી જાય ત્યાં સુધી ચાલે એટલું ૩૦૦ લીટર બળતણ, પાણી અને જરૂરી સામગ્રી પૂરી પાડી હતી. કોવિડ-19 અંગેની વર્તમાન આરોગ્ય માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને એ બાબતની ખાતરી કરવામાં આવી હતી કે તમામ સામગ્રી નાવ કે તેના ખલાસીઓના સીધા સંપર્કમાં આવ્યા વિના કરવામાં આવે. શીપ ક્રેનનો ઉપયોગ કરીને બળતણ, પાણી અને અન્ય સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.
આ નાવ 12 માર્ચના રોજ માછીમારી માટે અરબી સમુદ્રમાં જવા માટે કોચીથી રવાના થઇ હતી અને ત્યારથી તે એક પણ બંદર સુધી પહોંચી નહોતી. તેણે બળતણ ભરવા અને કરિયાણું ભરવા માટે કોચીમાં પ્રવેશવાનું હતું પરંતુ કોરોનાના કારણે ચાલી રહેલા લૉકડાઉનના લીધે તે આમ કરી શકી નહોતી.
નૌકાદળના જહાજો કોવિડ-19ના સંકટ દરમિયાન મિશન પર સ્થિત રહેશે અને આગોઠવણીનું એવી રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે કે શક્ય હોય ત્યાં સુધી કોઇપણ જહાજે કોઇપણ બંદરની મુલાકાત લેવાની ના થાય અને છેલ્લા બંદરની મુલાકાતથી લઈને પરત ફરવા સુધી ઓછામાં ઓછું દરિયામાં 14 દિવસનું અંતર જાળવવામાં આવે.
RP
*******
(રીલીઝ આઈડી: 1610482)
મુલાકાતી સંખ્યા : 144