ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

આરોગ્ય સેતૂ: એક બહુ-પરિમાણીય સેતૂ

Posted On: 02 APR 2020 4:21PM by PIB Ahmedabad

ભારત સરકાર દ્વારા આજે કોવિડ-19 વિરુદ્ધ દૃઢ સંકલ્પ સાથેની લડાઇમાં સમગ્ર ભારતના લોકોને એકજૂથ કરવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં તૈયાર કરવામાં આવેલી એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ‘આરોગ્ય સેતૂ’ નામની આ એપ્લિકેશન દરેક ભારતીયોની તંદુરસ્તી અને સુખાકારી માટે ડિજિટલ ઇન્ડિયા સાથે જોડાઇ છે. તેની મદદથી લોકો પોતાને કોરોના વાયરસનો ચેપ લાગવાના જોખમ અંગે આકલન કરી શકશે. અન્ય લોકો સાથે તે વ્યક્તિના સંપર્કવ્યવહારની માહિતી, અદ્યતન બ્લુટૂથ ટેકનોલોજીના ઉપયોગ, અલગોરિધમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એપ્લિકેશનમાં ચેપના જોખમ અંગેની ગણતરી થશે. ખૂબ સરળ અને યુઝર ફ્રેન્ડલી પ્રક્રિયા દ્વારા સ્માર્ટફોનમાં એકવાર આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, આ એપ્લિકેશન તે ફોનની આસપાસ આરોગ્ય સેતૂ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલા અન્ય ઉપકરણોને શોધી કાઢશે. ત્યારબાદ આ એપ્લિકેશન તે સંપર્કોમાંથી કોઇને પણ પોઝિટીવ રિપોર્ટ છે કે નહીં તેના જટીલ માપદંડોના આધારે ચેપ લાગવાના જોખમની ગણતરી કરશે. આ એપ્લિકેશન સરકારને કોવિડ-19નો ચેપ ફેલાવાના જોખમનું આકલન કરવા માટે સમયસર જરૂરી પગલાં લેવામાં મદદરૂપ થશે અને જરૂર જણાય ત્યાં આઇસોલેશન સુનિશ્ચિત કરવામાં પણ મદદરૂપ થશે.

આ એપ્લિકેશનની ડિઝાઇનમાં ગોપનીયતા સુનિશ્ચિત રહે તેનું સૌથી પહેલાં ધ્યાન રાખવામાં આવ્યું છે. આ એપ્લિકેશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા વ્યક્તિગત ડેટા શ્રેષ્ઠ ટેકનોલોજીની મદદથી એન્ક્રિપ્ટ કરવામાં આવશે અને તબીબી હસ્તક્ષેપની જરૂર હશે ત્યાં સુધી ફોનમાં તે સુરક્ષિત રહેશે.

11 ભાષામાં ઉપલબ્ધ આ એપ્લિકેશન સમગ્ર ભારમાં પહેલા દિવસથી જ ઉપલબ્ધ છે અને તેની રચના ખૂબ જ શ્રેષ્ઠ કક્ષાની છે.

આ એપ્લિકેશન દેશના એવા કૌશલ્યવાન યુવાનોનું એક અનન્ય ઉદાહરણ છે જેઓ સાથે મળીને તમામ સંસાધનો એક કરીને વૈશ્વિક કટોકટીને પ્રતિક્રિયા આપવાના સહિયારા પ્રયાસો કરે છે. આ એપ્લિકેશન એક જ સમયે જાહેરજનતા અને ખાનગી ક્ષેત્રો, ડિજિટલ ટેકનોલોજી અને આરોગ્ય સેવાઓની ડિલિવરી અને દેશના રોગમુક્ત તેમજ સ્વસ્થ ભવિષ્ય માટે સાથેના યુવા ભારતની સંભાવના વચ્ચેને સેતૂ છે.

मैं सुरक्षितहम सुरक्षितभारत सुरक्षित

GP/RP

********(Release ID: 1610385) Visitor Counter : 249