ગૃહ મંત્રાલય

કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના ઉલ્લંઘન બદલ દંડાત્મક જોગવાઇઓનો વ્યાપાક પ્રસાર કરવા અંગે ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર દ્વારા જણાવ્યું


લૉકડાઉનના પગલાંનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ સત્તાધિશો દ્વારા કડક કાર્યવાહી કરાશે: ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું

Posted On: 02 APR 2020 4:29PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા દેશમાં કોવિડ-19ના ફેલાવાની સાંકળ તોડવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના અમલ માટે ભારત સરકારના મંત્રાલયો/વિભાગો અને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો/વહીવટીતંત્ર દ્વારા લેવાના પગલાં વિશે સંકલિત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને લેખિત જાણ કરવામાં આવી છે કે, કોવિડ-19 વિરુદ્ધ લડાઇ માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનનો તેઓ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 અંતર્ગત તેમને મળેલી સત્તા હેઠળ શબ્દશઃ ચુસ્ત અમલ કરાવે.

આ સંદેશનો પુનરોચ્ચાર કરતા, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજયકુમાર ભલ્લાએ તમામ રાજ્યોને પત્ર લખ્યો હતો કે, કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનનું ઉલ્લંઘન કરવા બદલ DM અધિનિયમ અને IPC અંતર્ગત દંડાત્મક જોગવાઇ અંગે સત્તાધિશો અને સામાન્ય જનતામાં વ્યાપક પ્રસાર કરવામાં આવે. તેમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે, લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ સત્તાધિશો દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવે.

 

રાજ્યો સાથેનો સંદેશાવ્યવહાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દંડાત્મક જોગવાઇઓ વાંચવા માટે અહીં ક્લિક કરો

GP/RP

*****



(Release ID: 1610355) Visitor Counter : 144