ચૂંટણી આયોગ
ચૂંટણી વ્યવસ્થાના જુદા-જુદા પાસાઓ પર ચૂંટણી પંચ દ્વારા સ્થાપવામાં આવેલ કાર્યકારી જૂથોની મુખ્ય ભલામણો પર ટીકા/સૂચનો જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી
પોસ્ટેડ ઓન:
02 APR 2020 1:39PM by PIB Ahmedabad
ભારતીય ચૂંટણી પંચ દ્વારા 7 માર્ચ 2020 (કોપી હાયપરલીંક કરવામાં આવી છે)ના રોજ ઈલેક્ટોરલ મેનેજમેન્ટના જુદા-જુદા પાસાઓ ઉપર કાર્યકારી જૂથની મુખ્ય ભલામણો ઉપર નાગરિકો અને શેરધારકો પાસેથી 31 માર્ચ 2020 સુધીમાં ટીકાઓ/સૂચનો મંગાવવામાં આવ્યા હતા.
દેશમાં કોવિડ-19ની અટકાયતના પગલા સ્વરૂપ લૉકડાઉનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ છેલ્લી તારીખ લંબાવવા માટે કેટલીક અરજીઓ પ્રાપ્ત કરવામાં આવી છે. પંચ દ્વારા તેનો સ્વિકાર કરવામાં આવ્યો છે અને સૂચનો પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ વધારીને એપ્રિલ ૩૦, 2020 સુધી કરવામાં આવી છે.
Click here to see the link
GP/RP
********
(રીલીઝ આઈડી: 1610338)
મુલાકાતી સંખ્યા : 129