સંરક્ષણ મંત્રાલય

કોરોનાવાયરસ સામેની લડતમાં ભૂતપૂર્વ સૈનિકોને પોતાની સેવા આપવા માટે તૈયાર


પૂર્વ સૈનિકોનો આદર્શ - ‘સ્વયંની પહેલાં સેવા’

Posted On: 02 APR 2020 10:25AM by PIB Ahmedabad

રાષ્ટ્ર જ્યારે કોરોનાવાયરસ મહામારીએ ઉભા કરેલા પડકારો સામે લડત આપી રહ્યું છે ત્યારે સંરક્ષણ મંત્રાલયના નેજા હેઠળ કામ કરી રહેલો ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ ભૂતપૂર્વ સૈનિકોના સમુદાયની સેવા લેવા માટે સજ્જ થયો છે. આ મૂલ્યવાન માનવ સ્રોત જયારે પણ જરૂર પડે ત્યારે જિલ્લા અને રાજ્યના વહિવટી તંત્રને સહાયરૂપ બનશે.

રાજ્ય સૈનિક બોર્ડઝ અને જિલ્લા સૈનિક બોર્ડઝ રાજ્ય અને જિલ્લા વહિવટી તંત્રને લોકો સુધી પહોંચવાની પ્રવૃત્તિમાં સામેલ થવા મહત્તમ ભૂતપૂર્વ સૈનિકોને કોન્ટેક્ટ ટ્રેસીંગ, કોમ્યુનિટી સર્વેલન્સ, ક્વૉરેન્ટાઈન સુવિધાના મેનેજમેન્ટ અથવા તો તેમને જે કોઈ કામગીરી સોંપવામાં આવે તે હાથ ધરવા માટે ગતિમાન બન્યુ છે.

એ બાબત ઉત્સાહ પ્રેરે તેવી છે કે દેશભરના ભૂતપૂર્વ સૈનિકોએ પરિસ્થિતિ મુજબ ઉંચે ઉઠીને દેશે જ્યારે શંખનાદ ફૂકયો છે અને તેમની પાસેથી આ અનોખા પડકારનો સામનો કરવાની અપેક્ષા રાખે છે ત્યારે ‘સ્વયંની પહેલાં સેવા’ના સૂત્ર સાથે ભૂતપૂર્વ સૈનિકો તેમને સોંપેલી કામગીરીમાં સામેલ થશે. ભૂતપૂર્વ સૈનિકો એક શિસ્તબદ્ધ જૂથ છે. દેશ માટો કામ કરવાની ખેવના ધરાવે છે, તેઓ વિપરિત સંજોગો વચ્ચે કામ કરવાની તાલીમ પામ્યા છે અને તે દેશનાં તમામ ગામ અને જિલ્લામાં દેશવ્યાપી હાજરી ધરાવે છે. પંજાબ રાજ્યમાં ‘ગાર્ડીયન ઑફ ગવર્નન્સ’ નામની એક સંસ્થા કામ કરે છે તેની સાથે 4200 ભૂતપૂર્વ સૈનિકો જોડાયેલા છે અને તે ગામડાંમાંથી ડેટા એકત્ર કરવાની કામગીરી બજાવી રહ્યા છે. છત્તીસગઢની સરકારે પોલીસને સહાય માટે કેટલાક ભૂતપૂર્વ સૈનિકોની નિમણુક કરી છે. સમાન પ્રકારે આંધ્રપ્રદેશમાં પણ તમામ જિલ્લા કલેકટરોએ ભૂતપૂર્વ સૈનિક સ્વયંસેવકોની માગણી કરી છે. ઉત્તરપ્રદેશમાં તમામ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારીઓ જિલ્લા કન્ટ્રોલ રૂમ સાથે સંપર્કમાં છે. આ ઉપરાંત આર્મી મેડિકલ કોર્પ્સના નિવૃત્ત કર્મચારીઓને પસંદ કરીને સજજ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં સૈનિક રેસ્ટ હાઉસને જ્યારે પણ જરૂર પડે ત્યારે આઈસોલેશન/ક્વૉરેન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગમાં લેવા માટે તૈયાર રાખવામાં આવ્યાં છે. ગોવામાં એક કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે અને સ્થાનિક વહિવટી તંત્રને કોઈ પણ સમયે જરૂર પડે ત્યારે ભૂતપૂર્વ સૈનિકોને સાબદા રહેવા જણાવવામાં આવ્યું છે.

GP/RP

* * * * * * * *



(Release ID: 1610247) Visitor Counter : 186