માહિતી અને પ્રસારણ મંત્રાલય

PIB દ્વારા કોવિડ-19 ફેક્ટ ચેક યુનિટ (તથ્ય ચકાસણી એકમ) તૈયાર કરાયું


બ્યૂરો દ્વારા દરરોજ રાત્રે 8 વાગે કોવિડ બુલેટિન બહાર પાડવામાં આવશે

Posted On: 01 APR 2020 10:12PM by PIB Ahmedabad

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) દ્વારા કોવિડ-19 તથ્ય ચકાસણી એકમ નામથી એક વિશેષ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે જેના પર ઇમેલ દ્વારા સંદેશા પ્રાપ્ત કરવામાં આવશે અને તાકીદના ધોરણે તેનો જવાબ આપવામાં આવશે. PIB દ્વારા દરરોજ રાત્રે 8 વાગે એક બુલેટિન પણ બહાર પાડવામાં આવશે જેમાં કોવિડ 19 અંગે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો અને આ અંગેની કોઇપણ નવીન બાબત અથવા પ્રગતિ વિશે માહિતી સમાવેલી હશે. પહેલું બુલેટિન 01 એપ્રિલ, 2020ના રોજ સાજે 6.30 વાગે બહાર પાડવામાં આવ્યું હતું.

વધુમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે AIIMSના પ્રોફેશનલ્સને સમાવતો એક ટેકનિકલ સમૂહ પણ તૈયાર કર્યો છે જે કોવિડ-19 અંગે સામાન્ય લોકોના મનમાં રહેલા કોઇપણ ટેકનિકલ પરિબળો અંગેની મુંઝવણો દૂર કરશે. મંત્રાલય દ્વારા વિસ્થાપિતોના મનમાં ઘેરાયેલી મનોચિકિત્સક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વિગતવાર માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.

આજે કેબિનેટ સચિવે તમામ રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરી હતી કે, કોવિડ 19ના વ્યવસ્થાપના વિવિધ પરિબળો વિશે નિર્ણય લેવા માટે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ એક સ્પષ્ટ આદેશ સાથે 11 સશક્ત સમૂહોની રચના કરવામાં આવી છે. રાજ્ય સ્તરે પણ આવી જ તંત્ર વ્યવસ્થા ઉભી કરવા માટે વિનંતી કરવામાં આવી છે. રાજ્ય સરકારોને એવી પણ વિનંતી કરવામાં આવી છે કે, તેઓ વિસ્થાપિતોની સુખાકારીને લગતી પ્રવૃત્તિઓઓ પર દેખરેખ રાખવા માટે સતત સ્વયંસેવકો સાથે સંકળાયેલા રહે.

RP

****



(Release ID: 1610167) Visitor Counter : 99