માહિતી અને પ્રસારણ મંત્રાલય

એવા બિનઆધારભૂત સમાચારોનો પ્રસાર ન કરો જે લોકોમાં ગભરાટ ફેલાવી શકે: સર્વોચ્ચ અદાલતની મીડિયાને સૂચના

Posted On: 01 APR 2020 3:34PM by PIB Ahmedabad

સર્વોચ્ચ અદાલતે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સહિત મીડિયાની જવાબદારીની પ્રબળ ભાવના જાળવી રાખવા અને જેનાથી ગભરાટ કે ડર ફેલાઈ શકે એવા બિનઆધારભૂત સમાચારોનો પ્રસાર ન થાય એવું સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે.

સર્વોચ્ચ અદાલતે એ બાબત પર ધ્યાન આપ્યું છે કે, શહેરોમાં કામ કરતાં કામદારોનું મોટી સંખ્યામાં સ્થળાંતરણનું કારણ એવા બનાવટી ન્યૂઝ હતા કે લૉકડાઉન ત્રણ મહિનાથી વધારે સમય ચાલવાનું છે. આ પ્રકારનાં બનાવટી સમાચારથી કામદારોમાં ફફડાટ ફેલાયો હતો. અદાલતે અવલોકન કર્યું હતું કે, ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયા દ્વારા પ્રસારિત ફેક ન્યૂઝની ઉપેક્ષા કરવી એટલી શક્ય નથી, કારણ કે આ પ્રકારનાં સમાચારોથી ફેલાયેલા ફફડાટને કારણે સ્થળાંતરણ કરેલા લોકોને કહી ન શકાય એવી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે અને કેટલાંક લોકોને જીવ પણ ગુમાવવો પડ્યો છે.

અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, આ રોગચાળા વિશે નિષ્પક્ષ ચર્ચા પર દખલઅંદાજી નહીં કરવા ઇચ્છતાં, પણ સાથે અદાલતે મીડિયાને ઘટનાક્રમો વિશે સત્તાવાર વિગતનો સંદર્ભ લેવા અને પ્રકાશન કરવાની સૂચના આપી છે.

આ આદેશનો સંપૂર્ણ પાઠ આ લિંક પરથી વાંચી શકાય છે: (જો ક્લિક કરવાથી ન ખૂલે તો તેની કોપી કરી નવી વિન્ડોમાં પેસ્ટ કરી ખોલો)

https://mib.gov.in/sites/default/files/OM%20dt.1.4.2020%20along%20with%20Supreme%20Court%20Judgement%20copy.pdf

 

GP/RP

*******



(Release ID: 1610001) Visitor Counter : 181