કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, 2005 હેઠળ કોરોના વાયરસ અંગેની જાહેર ફરિયાદો અને સૂચનોના અમલ માટે રચવામાં આવેલા એમ્પાવર્ડ ગ્રુપ ઓફ ઓફિસર્સ 10 ત્વરિત પ્રતિભાવ આપી કામગીરીનુ સમયસર અમલીકરણ કરશે
Posted On:
31 MAR 2020 3:57PM by PIB Ahmedabad
, 2005 હેઠળ કોરોના વાયરસ અંગેની જાહેર ફરિયાદો અને સૂચનોના સમયસર અમલ માટે રચવામાં આવેલા એમ્પાવર્ડ ગ્રુપ ઓફ ઓફિસર્સ 10 ની રચના કરવામાં આવી છે. આ જૂથની બેઠક તા. 31 માર્ચ, 2020ના રોજ મળી હતી અને સમસ્યાઓ અંગે જાણકારી માટે, નીતિ વિષયક રૂપરેખા માટે તથા આયોજનો તૈયાર કરવા માટે અને વ્યુહ મુજબ સંચાલન હાથ ધરવા માટે તથા નિર્ણયોના સમયબદ્ધ અમલ માટે જરૂરી પગલાં લેવા ચર્ચા થઈ હતી. આ બેઠકમાં માનવ સંસાધન વિભાગના સચિવ શ્રી અમિત ખરે, વહિવટી સુધારા અને જાહેર ફરિયાદ (ડીએપીઆરજી) વિભાગના સચિવ ડો. ક્ષત્રપતિ શિવાજી, ગૃહ વિભાગના સંયુક્ત સચિવ શ્રી આશુતોષ અગ્નિહોત્રી, કેબિનેટ સેક્રેટરિયેટના ડિરેકટર શ્રીમતી મીરા મોહંતી અને પ્રધાન મંત્રીના કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
જાહેર ફરિયાદોઃ
આ હેતુના અમલ માટે વહિવટી સુધારા અને જાહેર ફરિયાદ (ડીએપીઆરજી) વિભાગ કોરોના વાયરસ અંગે દૈનિક ધોરણે અહેવાલ તૈયાર કરવા માટે એક ટેકનિકલ સમિતિની રચના કરશે. જેમાં ટૂંકી નોંધ ઉપરાંત મળેલી ફરિયાદો અને સૂચનોની યાદીનો સમાવેશ થશે. આ ઉપરાંત સેન્ટ્રાલાઈઝ પબ્લિક ગ્રીવાન્સ રીડ્રેસલ એન્ડ મોનિટરીંગ પદ્ધતિ (CPGRMS)ના પોર્ટલ ઉપર તેના નિકાલની સ્થિતિ દર્શાવશે.
વહિવટી સુધારા અને જાહેર ફરિયાદ (ડીએપીઆરજી) વિભાગ, તમામ વિભાગો તથા રાજ્ય સરકારો માટે કોરોના વાયરસની ફરિયાદોના વિવિધ કેસના બહેતર મોનિટરીંગ માટે માર્ગરેખાઓ નક્કી કરશે. દરેક વિભાગ/મંત્રાલય કોરોના વાયર અંગેની જાહેર ફરિયાદો માટે નિશ્ચિત નોડલ ઓફિસરની નિમણુક કરશે. નોડલ ઓફિસરનુ નામ, સરનામુ ને ઈ-મેઈલ એડ્રેસ વિભાગ/મંત્રાલયની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. દરેક વિભાગ/મંત્રાલય કોરોના વાયરસ અંગેની ફરિયાદોનુ વધુ કેન્દ્રિત પદ્ધતીથી ધ્યાન આપી શકાય તથા મોનિટરીંગ અને નિકાલ કરી શકાય તે માટે અલાયદી સેન્ટ્રાલાઈઝ પબ્લિક ગ્રીવાન્સ રીડ્રેસલ એન્ડ મોનિટરીંગ પદ્ધતિ અમલમાં મુકશે. દરેક વિભાગ/મંત્રાલય પોતાના જે તે ડેશ બોર્ડ ઉપર કોરોના વાયરસ અંગેની ફરિયાદોનુ ઘનિષ્ઠ મોનિટરીંગ કરશે. જ્યાં સેન્ટ્રાલાઈઝ પબ્લિક ગ્રીવાન્સ રીડ્રેસલ એન્ડ મોનિટરીંગ પદ્ધતિનુ વર્ઝન 7.0 અમલમાં મુકવામાં આવ્યું છે ત્યાં ફરિયાદ અધિકારીઓ છેલ્લામાં છેલ્લી ફરિયાદનુ નિવારણ કરશે. કોરોના વાયરસ અંગેની ફરીયાદોની તાકીદની પરિસ્થિતિ તથા તેના નિવારણનુ મહત્વ પારખીને દરેક વિભાગ/મંત્રાલયે આ ફરિયાદોના નિવારણને વહેલામાં વહેલી તકે થવા અગ્રતા આપવાની રહેશે અને સંભવતઃ 3 દિવસની અંદર તેનો નિકાલ કરવાનો રહેશે.
વહિવટી સુધારા અને જાહેર ફરિયાદ (ડીએપીઆરજી) વિભાગ રાજ્ય સરકારોએ અમલમાં મુકવાની સમાન પ્રકારની માર્ગરેખાઓ બહાર પાડશે.
વહિવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ કોરોના વાયરસ નેશનલ પ્રિપેર્ડનેસ સર્વે 2020ને ખૂબ ઝડપથી આખરી ઓપ આપશે. આ સર્વેમાં ભારત સરકારમાં છેલ્લા 5 વર્ષમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી ચૂકેલા 266 આઈએએસ અધિકારીઓએ 23 મુદ્દાની પ્રશનાવલીના જવાબો આપ્યા છે અને તેમાં જીલ્લાવાર હોટ સ્પોટ દર્શાવશે અને સજ્જતા વધે તે માટેનાં સૂચનો અમલમાં મુકશે.
કોરોના વાયરસ અંગેનાં સૂચનોઃ
કોરોના વાયરસ અંગે સરકારને મળેલાં સૂચનો નુ સંકલન કરવામાં આવશે. MyGov.in. પર 46,000થી વધુ સૂચનો પ્રાપ્ત થયાં છે. આ સૂચનોને અમલીકરણ માટે યોગ્ય પ્રક્રિયા કરવામાં આવશે.
GP/RP
(Release ID: 1609697)
Visitor Counter : 457