રેલવે મંત્રાલય

ભારતીય રેલવે 20000 કોચનું રૂપાંતરણ કરવા માટે તૈયાર જેમાં આઇસોલેશનની જરૂર પડે તો 3.2 લાખ બેડ રાખી શકાશે


કોવિડ-19ના દર્દીઓ માટે તૈયાર કરવામાં આવી રહેલા આઇસોલેશન કોચમાં તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ રહેશે

શરૂઆતમાં 5000 કોચનું રૂપાંતરણ થઇ રહ્યું છે જેમાં 80000 જેટલા બેડ રાખી શકાશે

અલગ-અલગ ઝોનમાં કોચનું રૂપાંતરણ થઇ રહ્યું છે

Posted On: 31 MAR 2020 2:59PM by PIB Ahmedabad

કોવિડ-19 સામેની લડાઇની તૈયારીની ભાગરૂપે, ભારતીય રેલવે દ્વારા તેમના 20000 કોચને ક્વૉરન્ટાઇન/આઇસોલેશન કોચમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી દેશમાં ક્વૉરન્ટાઇન સુવિધા વધારી શકાય. આ સંદર્ભે સશસ્ત્ર દળ તબીબી સેવાઓ, રેલવેના વિવિધ ઝોનલ તબીબી વિભાગો અને આયુષમાન ભારત, ભારતના આરોગ્ય મંત્રાલય સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. પાંચ ઝોનલ રેલવે દ્વારા પહેલાંથી જ ક્વૉરન્ટાઇન/આઇસોલેશન કોચની પ્રતિકૃતિ (પ્રોટોટાઇપ્સ) તૈયાર કરી દેવામાં આવી છે.

આ રૂપાંતરિત કરેલા 20000 કોચમાં 3.2 લાખ સુધી દર્દીઓને આઇસોલેશનમાં રાખવાની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે. પ્રારંભિક તબક્કે 5000 કોચને ક્વૉરન્ટાઇન/આઇસોલેશન કોચમાં રૂપાંતરિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ 5000 કોચમાં 80000 જેટલા બેડ સમાવવાની ક્ષમતા રહેશે. એક કોચમાં આઇસોલેશન માટે 16 બેડ સમાવી શકાશે તેવી અપેક્ષા છે.

ક્વૉરન્ટાઇન/આઇસોલેશન કોચમાં રૂપાંતરણ માટે માત્ર નોન-એસી ACF સ્લીપર કોચનો ઉપયોગ કરવાનું આયોજન છે. ભારતીય શૈલીના એક ટોઇલેટને બાથરૂમમાં રૂપાંતરિત કરવામાં આવશે. તેમાં એક બાલદી, મગ અને સાબુ ડિસ્પેન્સર રાખવામાં આવશે. ખેંચીને કે પકડીને બંધ કરી શકાય તેવા હેન્ડલ વાળા નળ લગાવવામાં આવશે અને વૉશબેસિનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવી જ નળ બાલદીમાં પાણી ભરવા માટે યોગ્ય ઊંચાઇએ લગાવવામાં આવશે.

બાથરૂમની નજીકમાં પહેલી કેબિનમાં ચાલવાની જગ્યામાં બે હોસ્પિટલ/પ્લાસ્ટિકના પડદા ત્રાંસા લગાવવામાં આવશે જેથી તમામ આઠ બર્થ કેબિનમાં પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગ જોઇ શકાય. આ કેબિનનો ઉપયોગ સ્ટોર/પેરામેડિક્સ વિસ્તાર તરીકે કરવામાં આવશે. તબીબી વિભાગ દ્વારા ઓક્સિજનના બે સિલિન્ડર પૂરા પાડવામાં આવશે જેના માટે આ કેબિનની બાજુની બર્થ તરફ યોગ્ય ક્લેમ્પિંગની ગોઠવણી કરવામાં આવશે.

દરેક કેબિનમાંથી વચ્ચે આવતી બંને બર્થને દૂર કરવામાં આવશે. દરેક કેબિનમાં મેડિકલ ઉપકરણો રાખવા માટે વધારાનું બોટલ હોલ્ડર પૂરું પાડવામાં આવશે, જે દરેક બર્થમાં બે રહેશે. વધારાના 3 પેગ કોટ હૂક, દરેક કેબિનમાં 2 આપવામાં આવશે. અંદરની બાજુએ મચ્છરો પ્રવેશ કરે નહીં તે માટે અને યોગ્ય વેન્ટિલેશન પણ રહે તે માટે દરેક બારીમાં મચ્છરદાની લગાવવામાં આવશે. દરેક કેબિનમાં પગથી ઢાંકણા ખૂલી શકે તેવી લાલ, વાદળી અને પીળા રંગની ત્રણ કચરાટોપલી આપવામાં આવશે જેના રંગ કચરાની થેલીઓ અનુસાર રાખવામાં આવ્યા છે.

કોચના ઇન્સ્યુલેશન માટે. વાંસ/ખુસની સાદડીઓ છત પર અને કોચની અંદરની બાજુએ બારીની ઉપર અને નીચે લટકાવવામાં/ચોંટાડવામાં આવે તેવી તૈયારી છે જેથી કોચની અંદરની બાજુએ ગરમીની અસરને રોકી શકાય. લેપટોપ અને મોબાઇલ માટે તમામ ચાર્જિંગ પોર્ટ ચાલુ સ્થિતિમાં રાખવામાં આવશે. જ્યારે પણ કોચની જરૂરિયાત માટે વિનંતી કરવામાં આવે ત્યારે તમામ સગવડતાનું ફિટિંગ યોગ્ય થયેલું છે તેની ખાતરી કરવી આવશ્યક છે.

પ્રારંભિક તબક્કે 5000 કોચમાંથી, આ કોચના રૂપાંતરણ માટે ઝોન અનુસાર ફાળવણી નીચે દર્શાવ્યા અનુસાર છે:

ક્રમ

ઝોન

રૂપાંતરિત કરવાના કોચની સંખ્યા

અનુક્રમ નંબર

ઝોન

રૂપાંતરિત કરવાના કોચની સંખ્યા

1.

CR

482

9.

NWR

266

2.

ER

338

10.

SR

473

3.

ECR

208

11.

SCR

486

4.

ECoR

261

12.

SER

329

5.

NR

370

13.

SECR

111

6.

NCR

290

14.

SWR

312

7.

NER

216

15.

WR

410

8.

NFR

315

16.

WCR

133

 

રેલવે આરોગ્ય સેવાના મહાનિદેશક દ્વારા આ ક્વૉરન્ટાઇન/આઇસોલેશન કોચ/ટ્રેનના પરિચાલન અને ઉપયોગ અંગે વિગતવાર SOP બહાર પાડવામાં આવશે. ઝોનલ રેલવેને સલાહ આપવામાં આવી છે કે, તાત્કાલિક ઉપરોક્ત રૂપાંતરણ માટે તેઓ આયોજન કરે અને તેઓ ક્યાં સુધીમાં તૈયાર થઇ જશે તે તારીખ અંગે રેલવે બોર્ડને જાણ કરે.

GP/RP

****



(Release ID: 1609607) Visitor Counter : 247