માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
સમય મર્યાદા (વેલિડીટી) સમાપ્ત થઇ ગયેલા ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી (રજિસ્ટ્રેશન)ની મુદત 30 જૂન સુધી લંબાવાઇ
ફીટનેસ, પરમીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને અન્ય મોટર વ્હીકલ દસ્તાવેજો પણ સામેલ કરાયા
Posted On:
31 MAR 2020 10:35AM by PIB Ahmedabad
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સ, પરમીટ અને રજિસ્ટ્રેશન જેવા વિવિધ દસ્તાવેજોની મુદત 1 ફેબ્રુઆરીથી સમાપ્ત થતી હોય તો તેને લંબાવવાનો નિર્ણય લીધો છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવેલી એક માર્ગદર્શિકામાં મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા તમામ દસ્તાવેજોની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવે.
રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના અમલ અને સરકારી પરિવહન કચેરીઓ બંધ હોવાથી આવા વિવિધ પ્રકારના મોટર વ્હીકલ દસ્તાવેજોની માન્યતા રીન્યૂ કરવામાં લોકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ દસ્તાવેજોમાં ફીટનેસ, પરમીટ (તમામ પ્રકારની), ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન અથવા મોટર વ્હીકલ કાયદા અંતર્ગત આવતા અન્ય કોઇપણ સંબંધિત દસ્તાવેજોને સમાવી લેવામાં આવ્યા છે.
મંત્રાલયે તમામ રાજ્યોને વિનંતી કરી છે કે, આ માર્ગદર્શિકાનું “સંપૂર્ણપણે અક્ષરશ:” પાલન કરવામાં આવે જેથી લોકો અને ટ્રાન્સપોર્ટરો તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહનમાં જોડાયેલી સંસ્થાઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે અને પરેશાન થવું પડે નહીં.
GP/RP
******
(Release ID: 1609464)
Visitor Counter : 292
Read this release in:
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu