રસાયણ અને ખાતર મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી ગૌડાએ કોવિડ-19 વિરુદ્ધની લડાઈ માટે પોતાનો એક મહિનાનો પગાર અને સંસદ ભંડોળમાંથી 1 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં આપવાનો નિર્ણય લીધો

પોસ્ટેડ ઓન: 30 MAR 2020 2:56PM by PIB Ahmedabad

કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર કેન્દ્રીય મંત્રી શ્રી સદાનંદ ગૌડાએ કોવિડ-19 રોગચાળાની અસર વિરુદ્ધની લડાઈમાં રાહત કાર્ય માટે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં પોતાનું એક મહિનાનું વેતન અને સંસદ ભંડોળમાંથી 1 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. આ બાબતની જાહેરાત કરતા શ્રી ગૌડાએ જણાવ્યું છે કે કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખતા હું અટકાયત અને ઈલાજ માટે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં મારું એક મહિનાનું વેતન અને સંસદ ભંડોળમાંથી 1 કરોડ રૂપિયા દાનમાં આપી રહ્યો છું.

શ્રી ગૌડાએ એમ પણ જણાવ્યું કેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સરકાર સમયસર તમામ જરૂરી પગલાઓ ઝડપથી લઇ રહી છે. રાહત પગલાઓ તમામ સામાન્ય જનતા ખાસ કરીને ગરીબો અને શ્રમિકોની સંભવિત શ્રેષ્ઠતમ સુરક્ષા અને આરોગ્યની ખાતરી કરવા માટે ભરવામાં આવી રહ્યા છે તે બાબત પર તેમણે ભાર મૂક્યો હતો.

GP/RP


(રીલીઝ આઈડી: 1609294) મુલાકાતી સંખ્યા : 137