પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં એક મહિનાનો પગાર દાન કર્યો
પોસ્ટેડ ઓન:
29 MAR 2020 12:43PM by PIB Ahmedabad
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને સ્ટીલ પ્રધાન શ્રી ધર્મેન્દ્ર પ્રધાને કોવિડ-19ના રોગચાળા પછી રાહત કાર્ય માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં એમનો એક મહિનાનો પગાર આપ્યો છે. શ્રી પ્રધાને ટ્વીટ કરીને કહ્યું હતું કે, “અત્યારે મુશ્કેલીના સમયમાં ચાલો આપણે સૌથી વધુ જરૂરિયાત હોય એવા લોકોને સાથસહકાર આપીએ. #Covid-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને મેં મારા એક મહિનાનો પગાર દાન કર્યો છે અને મારાં એમપીએલએડીએસમાંથી રૂ. 1 કરોડ પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત ભંડોળમાં આપ્યું છે, જેનો ઉદ્દેશ વંચિતોના ચહેરા પર ખુશી લાવવામાં મદદરૂપ થવાનો છે.”
GP/DS
(રીલીઝ આઈડી: 1608980)
મુલાકાતી સંખ્યા : 157